Book Title: Chandraprabhu Swami Charitra
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 403
________________ ૩૬૯ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પરિગ્રહ પરિમાણ ઉપર ધર્મમતિની કથા. ન ધાન્ય, સુવર્ણ, રૂ, ક્ષેત્ર, કુષ્ય, સામાન્ય વસ્તુ, એ દ્વિપદ અને ચતુષ્પદ-એ નવવિધ બાહ્ય પરિગ્રહ અને રાગ, દ્વેષ, ચાર કષાય, શેક, હાસ્ય, રતિ, અરતિ, ન, ભય, જુગુપ્સા, વેદ, મિથ્યાત્વ–એ ચૌદ આંતર પરિહે કહેવાય. બાહ્ય પરગ્રહથી પ્રાયે ઓતર પરિગ્રહ, વષોકાલમાં વીછી, સર્વે પ્રમુખના ઉપદ્રવની જેમ વિસ્તાર પામે. વૈરાગ્યાદિ વૃક્ષે પ્રતિષ્ઠા પામ્યા હોય, છતાં પરિગ્રહરૂપ મહાબલિષ્ઠ પવન તેમને નિમૂળ ઉખેડી નાખે છે. પરિગ્રહમાં રહીને જે મોક્ષને ઈચ્છે છે, તે લેહની નાવમાં બેસી સમુદ્ર તરવાને ઈચ્છે છે. બાહ્ય પરિગ્રહ પ્રાણીઓને ધર્મધ્વંસના કારણ છે અને તેનાથી ઉત્પન્ન થયેલ અંતર પરિગ્રહ પણ કાષ્ઠને અગ્નિની જેમ ધર્મવંસ કરે છે. બાહ્ય પરિગ્રહને જે સંકેચવાને સમર્થ નથી, તે નિર્બળ આંતર પરિગ્રહની સેનાને કેમ જીતી શકે? જે ધર્મ, સુખ કે મુકિત–સામ્રાજ્યની ઇચ્છા હોય, તે પરિગ્રહની આશાને વશ કરે. જેણે આશા તજી, નિરાશાને સ્વીકાર કર્યો છે, તેજ પંડિત, પ્રાસ, પાપભીરૂ અને તપોધન છે. જેમણે જગતને સંમેહ પમાડનાર આશારૂપ નાગણને છતી છે, તે ધન્ય, પુણ્યવંત અને કલેશ-સાગરને તરેલા છે. તેષામૃત જેઓ સુખી અને સ્વતંત્ર છે, તે પરાધીન અને અસંતેષીને સુખ કયાંથી ? પરિગ્રહ-પ્રમાણ કરતાં બધાં વ્રતની આરાધના થાય અને ધર્મમતિની જેમ તેજ સુખાસ્વાદને અનુભવી થાય. તે વૃત્તાંત આ પ્રમાણે છે – કુમુદ સમાન કુમુદતી નામે નગરી કે રાજાના મૃદુ કરથી લાલિત થતાં જે લક્ષ્મીને ધારણ કરતી હતી. ત્યાં રણુથર નામે વિજયી રાજ કે જેણે રણાંગણમાં ધનુષ્ય નમાવતાં પ્રતિપક્ષી

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420