Book Title: Bhikshu Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 5
________________ કોઈ જ અવરોધ નથી. એ સોળમા શ્લોકનો પરમાર્થ નિરંતર સ્મરણીય સત્તરમા શ્લોકથી ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિના આધારે ભિક્ષુ પદનો અર્થ જણાવ્યો છે કે આઠ કર્મને તપ વડે જે ભેદે છે તેને ભિક્ષુ કહેવાય છે. ત્યાર પછી અઢારમા શ્લોકથી ભિક્ષુ શબ્દના અર્થને સમજાવનારાં કુલ અઠ્ઠાવીસ નામો જણાવ્યાં છે. પાંચ શ્લોકોથી વર્ણવેલાં એ અઠ્ઠાવીસ નામોનો અર્થ પણ તે તે શ્લોકોની ટીકામાં જણાવ્યો છે. એના અનુસંધાનથી ભિક્ષુના યથાર્થ સ્વરૂપનો ચોક્કસ જ ખ્યાલ આવે છે. ભાવભિક્ષુનું એ સ્વરૂપ હૃદયની અંદર અકિત કરી લેવાય તો સંયમજીવનની સાધના માટે એક મજબૂત આલંબન મળી રહે. શ્લોક નં. ૨૩ થી ભાવભિક્ષુનાં સંવેગ, વિષયત્યાગ અને સુશીલોની સતિ... વગેરે સોળ લિફોનું વર્ણન શરૂ થાય છે. ભાવભિક્ષુપણામાં સંવેગાદિ લિ પ્રકૃeભાવને પામેલાં હોય છે. સોળ શ્લોકોથી વર્ણવેલું ભિક્ષુનું સ્વરૂપ, અઠ્ઠાવીસ પર્યાયવાચક નામો દ્વારા વર્ણવેલો ભિક્ષુ શબ્દનો અર્થ અને છેલ્લે વર્ણવેલાં ભિક્ષુનાં સોળ લિફોનો વિચાર કરીએ તો ભિક્ષુને ઓળખવામાં કોઈ જ તકલીફ નહિ પડે. ખૂબ જ વિસ્તારથી અનેક રીતે અહીં ભિક્ષુનું સ્વરૂપ વર્ણવ્યું છે. પ્રસથી ભાવભિક્ષુનું નિરૂપણ કરીને દ્રવ્યભિક્ષુનું પણ અહીં નિરૂપણ કર્યું છે. દ્રવ્યભિક્ષુના જ્ઞાનથી તેનાથી વિલક્ષણ એવા ભાવભિક્ષુનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. દ્રવ્યભિક્ષુઓ પ્રધાન અને અપ્રધાન ભેદથી બે પ્રકારના છે. અપ્રધાન દ્રવ્યભિલ્લુઓ લૌકિક અને લોકોત્તર - ભેદથી બે પ્રકારના છે. આ રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવીને છેલ્લા શ્લોકમાં જે જણાવ્યું છે તે ક્યારે પણ વીસરી શકાય એવું નથી. ભિક્ષુના અનંત ગુણોનું વર્ણન કરવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરંતુ એમાંથી જે પણ થોડા ગુણોનું અહીં વર્ણન કર્યું છે એની પરિભાવના પણ પરમાનંદ-મોક્ષનું કારણ છે. જેની પરિભાવના પણ જો પરમાનંદનું કારણ બને છે, તો તેની પ્રામિ શું ન કરે ? અંતે પરમાનંદની પ્રાપ્તિ માટે આ બત્રીશીના પરિશીલનથી તે તે ભિક્ષુના ગુણોની પરિભાવનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા... ગ્રીન ફિલ્ડ સોસાયટી આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ વલવણ : ચે.સુ. ૧Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50