Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ પાપવ્યાપારથી વિરામ પામેલા છે તેઓ જ ખરી રીતે ભિક્ષુ છે, બીજા ભિક્ષુ નથી.. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૨૭-૨૮ાા Il૨૭-૨૦ અપ્રધાનભિક્ષુનું જ સ્વરૂપ વર્ણવાય છેविशुद्धतपसोऽभावादज्ञानध्वस्तशक्तयः । त्रिधा पापेषु निरता, हन्त त्यक्तगृहा अपि ॥२७-२९॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કે જેઓ વિશુદ્ધ એવા તપને આચરતા નથી, તેઓ દ્રવ્યભિક્ષુ છે. જ્ઞાનપૂર્વકનો તપ વિશુદ્ધ હોય છે. અજ્ઞાનમૂલક તપ અશુદ્ધ હોય છે. અજ્ઞાનની બહુલતાના કારણે જેમની સકલ શક્તિઓ નષ્ટ થયેલી છે એવા દ્રવ્યભિક્ષુઓ ગૃહના ત્યાગી હોવા છતાં મનથી વચનથી અને કાયાથી પાપને આચરનારા હોય છે. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના તેઓ કાયમ માટે પાપની પ્રવૃત્તિમાં લીન(નિરત) હોય છે. આવાં બધાં લક્ષણોને લઈને ન તો તેઓ ગૃહસ્થ છે અને ન તો તેઓ ભિક્ષુ છે. વિચિત્ર દશાને તેઓ પામેલા છે... ઈત્યાદિ અન્ય ગ્રંથોથી વિચારવું જોઈએ. પોતપોતાના ગ્રંથો મુજબ પણ તેઓ ભિક્ષુસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. મહામુસીબતે પ્રાપ્ત થયેલી ધર્મની સામગ્રીને ©©©©©©©©©©©©©©©©©©©)

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50