Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ अज्ञातोञ्छं चरन् शुद्धमलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च, जीवितं यो न काङ्क्षति ॥ २७-१२ ॥ “લોલુપતાથી રહિત, રસમૃદ્ધિથી રહિત, શુદ્ધ એવી અજ્ઞાતભિક્ષાને ગ્રહણ કરનારા, ઋદ્ધિ સત્કાર તથા પૂજાને તેમ જ જીવિતને જેઓ ઈચ્છતા નથી, તેઓ ભાવભિક્ષુ છે.’-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતો શુદ્ધ એટલે કે ભાવથી પરિશુદ્ધ આહારને ગ્રહણ કરતા હોય છે. માત્ર શરીરના નિર્વાહ માટે થોડો થોડો આહાર ગ્રહણ કરે છે. સ્વાદાદિ માટે તેઓ આહારને લેતા નથી. પોતાના અને ભિક્ષા આપનારના ભાવ અશુદ્ધ ન બને એ રીતે થોડું થોડું અજ્ઞાતપણે આહારાદિનું ગ્રહણ કરનારા એ મહાત્માઓ લોલુપતાથી રહિત હોય છે. અર્થાત્ જે પણ આહાર મળ્યો ન હોય તો તે મળે : એ માટે તેઓ યાચના કરતા નથી. તેમ જ રસવૃદ્ધિથી રહિત હોવાથી જે પણ આહાર પ્રામ થયો છે તેમાં તેઓ રાગ કરતા નથી. આવા પ્રકારનું નિર્મળ ચારિત્ર પાળ્યા પછી તેના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી આમર્ષ ઔષધિ લબ્ધિ વગેરે સ્વરૂપ ઋદ્ધિ, વસ્ત્રપાત્રાદિથી કરાતો સત્કાર અને પુષ્પાદિથી કરાતી પૂજાની ઈચ્છા પણ કરતા નથી. તેમ જ પરીષહાદિના નિવારણ માટે હિંસાદિ સ્વરૂપ અસંયમથી જીવવાનું તેઓ അ lillligio ૧૫ അ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50