Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ એવા મહાત્માઓ ભાવભિક્ષુ છે. ર૭-૮ાા. શરીરનું મમત્વ ન હોવાથી ભાવભિક્ષુને પ્રાપ્ત થયેલા સ્વરૂપનું વર્ણન કરાય છેयश्च निर्ममभावेन, काये दोषैरुपप्लुते । जानाति पुद्गलान्यस्य, न मे किञ्चिदुपप्लुतम् ॥२७-९॥ રોગાદિ દોષોથી કાયા વ્યાસ થયે છતે; કાયાની પ્રત્યે મમત્વ ન હોવાથી, પુલથી અન્ય એવા મને કોઈ ઉપદ્રવ નથી” આ પ્રમાણે જેઓ જાણે છે, તેઓ ભાવભિક્ષુ છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુ ભગવંતો સારી રીતે સમજે છે કે આત્માનું મૂળભૂત સ્વરૂપ અનાદિકાળથી પરિશુદ્ધ છે. સર્વ પ્રકારના પરિગ્રહના ગ્રહણથી તે શૂન્ય છે, અર્થાત્ કર્માદિનું તે ગ્રહણ કરતો નથી. ચિદાનંદસ્વરૂપ જ આત્માનો શુદ્ધ સ્વભાવ છે. આવા સ્વભાવનું અનુભાવન કરવાના કારણે પૂ. સાધુભગવંતોને આત્માને છોડીને બીજે ક્યાંય મમત્વ હોતું નથી. આ પ્રમાણે શુદ્ધાત્મસ્વભાવના અનુભવથી ઉત્પન્ન થયેલા નિર્મમત્વના કારણે પૂ. સાધુભગવંતો જાણે છે કે શરીરથી ભિન્ન એવા મારે, તાવ કે શૂલ વગેરે દોષોથી વ્યાસ એવા શરીરના ઉપપ્તવથી કોઈ જ ઉપપ્લવ નથી. જે Gതരതരതത്തരതംതരം OOOOOOOOOOOOOOO) OcOoooooooooooooo

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50