________________
ભાવના કષલતા
ર૩
કરવામાં ભાવના કતચૂર્ણ જેવી છે, કારણ કે જેમ કતકચૂર્ણ જડીમાં રહેલ બગાડને દૂર કરીને જળને સ્વચ્છ બનાવે છે. તેમ આ ભાવના મને વચનગ અને કાયયોગ એ ત્રણ ગરૂપી પાણીને નિર્મળ બનાવે છે. ભાવાર્થ એ કે અશુભમાં પ્રવૃત્તિ કરતા વેગોને રેકીને શુભ પ્રવૃત્તિમાં જોડે છે જેથી આત્માની નિર્મળતા થાય છે. વળી ભાવના મહનાં તોફાન { રાગ કેપ, મમત્વ વગેરે) ને દૂર કરે છે. એટલે ભાવથી મિડનું જોર નરમ પડી જાય છે. અને તેથી વૈરાગ્યમય શાંતિની પ્રાપ્તિ થાય છે. તેમજ વળી ભાવનાને ચાટલાના જેવી કહી છે. જેમ દર્પણ વડે પોતાના ચહેરા ઉપર પડેલા ડાધ જે શકાય છે અને જેને દૂર કરી શકાય છે. તેવી રીત આ ભાવનાથી જીવ પણ પોતાની ભૂલારૂપ ડાઘને જોઈ શકે છે. અને તે બુલરૂ પી ડાઘને સુધારી શકે છે. આવા પ્રકારની નાવનો પતાનું આત્મ ગૌરવ એટલે આત્માની ઉન્નતિ અથવા ચઢતીને જરૂર વધારે છે. ૯ નિજ સત્ય સુખને માર્ગને દેખાડનારી ભાવના: શુભ દીર્ધદષ્ટિ વધારનારી જાણવી આ ભાવના: પુદ્ગલ રમણતા દૂર કરીને નિજ રમણતાને દીએ, સમતા વધે ચારે કષાયો ભાવનાથી ઠારીએ. ૧૦
અર્થ --આ ભાવના આત્માનું સત્ય સુખ એટલે
5 શ્રી સકલાઈન નામના સ્તોત્રમાં વિમદસ્વામિનો વર વિતર : એટલે ત્રણ જગતના જીના ચિત્ત રૂપી જળને શુદ્ધ કરવામાં શ્રી વિમલ જિનેશ્વરની વાણી કતક ચૂર્ણના જેવી કહી છે. અહીં તક શબ્દ પ્રયોગ કર્યો છે.