Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 361
________________ ૩૧૪ શ્રી વિજયપધસૂરિકૃત વાહનાદિની અનિત્યતા જણાવે છે – વાહનાદિ ન નિત્ય કયારે કોઈનું રક્ષણ કરે, તનયાદિ પ્રીતિ સુભગતા પણ ક્ષણિક ઈમ પ્રભુ ઉચ્ચરે; સંસાર માંહિ જેહ સુંદર તેહ અસ્થિર જાણીએ, નિત્ય જિનવર ધર્મને વિનયાદિથી આરાધીએ.૪૧૬ અર્થ –હાથી ઘોડા વિગેરે વાહનો આદિ અદ્ધિ અનિત્ય છે, અને તે કોઈ પણ વખતે કઈ પણ જીવનું રક્ષણ કરવા સમર્થ નથી. તેમજ પુત્ર વિગેરેની પ્રીતિ અને સિભાગ્ય પણ ક્ષણવિનાશી છે એમ પ્રભુએ કહ્યું છે. વળી આ સંસારમાં જે જે સુંદર પદાર્થો દેખાય છે તે બધા અસ્થિર જાણીને હે જીવ ! તું હંમેશાં ઉત્તમ વિનય વિગેરેને જાળવીને પ્રભુદેવે કહેલા શ્રી જિનધર્મની જરૂર આરાધના કરજે, જેથી તારૂં કલ્યાણ થાય. ૪૧૬ ક્યા જીવો સંસાર સમુદ્રને પાર પામે ? તે જણાવે છે – આ ભાવનાનું તત્વ ખુબ વિચારજે રજ ભૂલે ના, આ દેહથી શુભ લાભ પામે ચેતનારા ગુણિજના; જીંદગી થોડી તિહાં ચાળા અરે શા મોહના, શાશ્વતા ત્રણ રત્ન સાધક તીર લહે ભવ જલધિના.૪૧૭ અર્થ: હે જીવ! તું આ ઉપર કહેલી ભાવનાનું ખરૂં રહસ્ય બહુજ વિચારજે. એમ કરવામાં તારે ભૂલ કરવી નહિ. કારણકે જે ગુણવંતા ભવ્ય છે પહેલેથી ચેતીને ચાલે છે, તે જ આ શરીરથી સારે લાભ મેળવે છે. તું યાદ રાખજે

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372