Book Title: Atmsiddhi Mahabhashya Part 02 Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj Publisher: Shantaben Chimanlal Bakhda View full book textPage 8
________________ આનંદ ઊર્મિી હદપ સ્વ. પચંદભાઇ વ્યા તબા રમણલાલ ૨ બાગડા શાખા બાખલા મનુષ્યના આ અલ્પકાલીન જીવનમાં પુણ્યયોગે કેટલીક ક્ષણો આનંદની અને પરમાનંદની હોય છે અને તે આનંદની ક્ષણો જ જીવનની મહામૂલી સંપત્તિ બની જાય છે. તો અમારા પરિવાર માટે પણ આવી જ આનંદની ક્ષણ છે – પૂ. ગુરુદેવે આત્મસિદ્ધિ મહાભાષ્યના પ્રકાશન માટે અમોને આપેલી સહર્ષ સંમતિ. પૂર્વભારત ઉદ્ધારક, નેત્ર જ્યોતિ પ્રદાતા, અમારા પરિવારના શ્રદ્ધાના કેન્દ્રસમ ગુરુદેવ પૂ.શ્રી જયંતમુનિ મહારાજે અમારી વિનંતિનો સ્વીકાર કરી પોતાની વૃદ્ધાવસ્થામાં ઉત્સાહપૂર્વક મહાભાષ્યનું લેખન કરાવ્યું. તે બદલ અમો પૂ. ગુરુદેવના અનંત ઉપકારને અંતરમાં અવધારી તેઓશ્રીના પાવન ચરણોમાં અહર્નિશ વંદન કરીએ છીએ. - પૂ. ગુદેવના ચિંતનપ્રવાહને આલેખિત કરનાર મુમુક્ષુ આભાબેન ભીમાણી તથા સૌ. નીરૂબેન પીપળીયાની ગુરુભકિતની પુનઃ પુનઃ અનુમોદના કરીએ છીએ. પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં જ્ઞાન પ્રાપ્તિ અર્થે ચાતુર્માસ બિરાજનાર વિરલપ્રજ્ઞા શ્રી વીરમતિબાઈ મ., શ્રી બિંદુબાઈ મ., આ મહાભાષ્યના સંપાદનની જવાબદારી વહન કરનાર ડૉ. શ્રી આરતીબાઈ મ. તથા શ્રી સુબોધિકાબાઈ મ. પ્રતિ પણ ઉપકારનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ. અંતે પૂ. ગુરુદેવના આશીર્વાદથી અમારો પરિવાર ધર્મમાર્ગે આગળ વધે અને ગુરુભકિતની આવી પુણ્યવંતી તક અમોને વિશેષ મળતી રહે છે એ જ શુભકામના.. ક આવશયક અંગુલી નિર્દેશ : આ મહાભાષ્ય સામાન્ય જિજ્ઞાસુ ભાઈઓ-બહેનોને માટે દુર્બોધ્ય છે પરંતુ ઊંડા અભ્યાસી માટે તથા અભ્યાસ કરનાર, કરાવનાર માટે અધ્યયનયુકત હોવાથી અત્યંત ઉપકારી છે. - શાંતાબેન ચીમનલાલ બાખડા પરિવાર, કલકત્તા.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 404