Book Title: Aspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Author(s): M A Dhaky, Sagarmal Jain
Publisher: Parshwanath Vidyapith
View full book text
________________
પેશ બેટાઈ
૧૦૩ અને તે સાથે તેના કાવ્યર્થ પરના પ્રદાનની જે ઊંડી સૂઝ પાશ્ચાત્ય વિવેચને દાખવી તે ભારતીય કાવ્યમીમાંસાને અધિગતા નથી. વિશાળ રીતે કાવ્યમાં વાસ્તવિક જગતની કાવ્યજગતમાં પરિવર્તિત આકૃતિઓ, તેનાં ચિત્રો, તેનાં પાત્ર, તેનાં કલ્પને, તેનાં વિભિન્ન અલંકારણોની સિદ્ધિ વગેરેમાં સાદશ્યમૂલકતા એટલે ઉપચાર કેવો અને કેટલો ભાગ, તથા કઈ રીતે ભજવે છે તેની ચર્ચા અને હાર્દ દર્શન એ પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની આગવી સિદ્ધિ છે. આ કાવ્યગત ઉપચારની મનોવૈજ્ઞાનિક અસરો અને સિદ્ધિની પણ ઊંડી મીમાંસા એ પાશ્ચાત્ય આલોચનાની પોતીકી સિદ્ધિ છે. રૂપકના અર્થને આમ વિસ્તારી, વ્યાપક બનાવી તેના કાવ્યગત કાર્યની મીમાંસા કરવી શક્ય છે તે સંસ્કૃત કાવ્યોનાં જ ઉદાહરણે લઈ આપણે બતાવી શકીએ.
ઉત્તરરામચરિત' ના તૃતીયાંકના આરંભે દંડકવનની ભીષણતાનું વર્ણન આપણને ભવભૂતિ આપે છે. કેવળ વર્ણન તરીકે પણ આ વર્ણન નિર્વિવાદ રીતે સુંદર છે. છતાં આપણે આ વર્ણનને સીતાવિવાસનપટુ રામહદયની ઊંડી વ્યથા અને રામના હૃદયને વ્યથાની કોરી ખાતી ભીષણતાની પ્રતિષ્ઠાયા. રૂપે જોઈએ તો આ વર્ણનનું વ્યંજનાત્મક કવિત્વ છે અને તે મૂલવાયું છે તેના કરતાં ઘણું ઉચ્ચતર છે તે આપણે અનુભવી શકીશું. રામહદયની વ્યથાની ભીષણતા સાથેના સદશ્યના સંદર્ભમાં બીજા અંકના અને કંઈક અંશે ત્રીજા અંકના દંડકવનવર્ણનને મૂલવવા આસ્વાદવા જેવું છે. આપણને સહેજે આનાથી શેક્સપિયરના “કિંગ લીયરમાંના પવનનાં, તેફાને, લીયરના મનમાં તેફાને સાથે સાદસ્ય ધરાવતાં મરણમાં આવશે.
આવું જ એક દષ્ટાંત આપણને “શાકુન્તલ'ને છ3 અંકમાં મળે છે. કુલવધિની, કુલપ્રતિષ્ઠા એવી પ્રિયતમા ધર્મપત્નીને અકારણ ત્યાગ કરી ભારે હીણપતને અનુભવ કરતો પશ્ચાત્તાપરત દુષ્યન્ત પિતાના દિલ- બહેલાવવા માટે, પિતે સર્વપ્રથમ જે શકુન્તલાનું સુભગ દર્શન કર્યું હતું તેનું ચિત્ર, તેના, અનુપમ પ્રાકૃતિક વાતાવરણ સાથેનું દેરે છે. વાસ્તવિક જીવનની મુગ્ધ પ્રણયની દષ્ટિએ જોયેલી, તેના હૃદયમાં અંકિત શકુન્તલાનું સદશ્ય વાસ્તવિક શકુન્તલાની સાથે છે જ. આમ જ વાસ્તવિક જીવનની શકુન્તલા, દુષ્યન્તનાં પ્રણયી હૃદયમાં અંકિત શકુન્તલા અને ચિત્રાકારા શકુન્તલા વચ્ચે કેટલું સાદસ્ય છે, છતાં ભેદ પણ કેટલે છે! આ ભેદ પ્રણયી અને હવે પશ્ચાત્તા પરત દુષ્યન્તના ઉમાભર્યા, અનેક ઉમળકાભર્યા પ્રણયના રંગને છે. અને તેથી વાસ્તવિક શકુન્તલા અને દુષ્યન્તના હદયની શકુન્તલા અને ચિત્રાકારા શકુન્તલા વ્યંજિત કરે છે કે એકમાં અનેક વ્યક્તિ ધરાવતી કાવ્યગતા શકુન્તલા વિલક્ષણ રીતે, અનુપમ રીતે સુંદર છે. આને આધારે જ આપણને સહૃદય વાચકને વ્યંજનાની અક૯ય સોંદર્યપરમ્પરાને વિલક્ષણ આનંદદાયી અનુભવ થાય છે.
અહીં ઉપચાર કાવ્યના કાવ્યત્વને અભિવ્યકત કરવામાં વ્યંજનાઓની આ પરમ્પરાને સાધક બને છે.
આમ કવિવાણુ એ વાસ્તવિક જીવનની વાણું છે તે છતાં તેની પિતાની વિલક્ષણતાઓ ને લઈને કાવ્યમાં વિકસે છે. વાણીની કાવ્યગત આ વિલક્ષણતાઓનું સાધક અતિ અગત્યનું અલંકરણ
ઉપચાર એ છે. આથી જ કહેવાયું છે કે• “Metaphor is hardly an amusing embellishment or diversion, an 'escape from harsh realities of life or of language. It is made out of, and it makes those realities. Their opposite and discordant
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org