Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકનું નિવેદન મનુષ્યજીવનનું અવલોકન કરતાં એ સ્પષ્ટ જણાઈ આવે છે કે સૃષ્ટિ જેમ વિશાળ અને ચિત્રવિચિત્ર છે તેમ તેમાં વસનારા મનુષ્યના જીવનમાં પણ ઘણું વૈવિધ્ય હોય છે. ભાગ્ય અને પુરૂષાર્થના ચક્રોની ગતિ ઘણી વખત એક જ દિશામાં થવાને બદલે ઉલટી દિશામાં થતી હોય છે. બધો વ્યવહાર જ્યારે આપણી ઇચ્છા મુજબ અને અનુકૂળ રીતે ચાલતો હોય છે ત્યારે માણસને સુખ, સંતોષ અને શાંતિ થાય છે. પરંતુ મનની ચંચળતા એટલી તિવ્ર અને ઝડપી હોય છે કે તે મન અનેક તર્કવિતર્ક કરે છે અને તે પાર પાડવા આકાશપાતાળ એક કરે છે. પરંતુ બધાને બધા સમયે બધી અનુકૂળતા હોતી નથી કે મળતી નથી. ઘણાના માર્ગમાં ખાડા ટેકરા કે ઝાડી ઝાંખરા નડતા જ હોય છે. આને માટે ઘણું ભાગ્યને કે પૂર્વકૃત કર્મોને દેશ દે છે. છતાં માણસ જે હતાશ કે નાસીપાસ ન થાય અને દઢ નિશ્ચય કરી પ્રબળ પુરૂષાર્થ ચાલુ રાખે તો તેને સફળતા અવશ્ય મળે છે જ. મેં કહ્યું? કે ભાગ્યે કર્યું? આ પ્રશ્ન દરેક સમયે જીવનમાં દરેકને ઉપસ્થિત થાય છે. મેં કર્યું, એમાં અભિમાનની છાયા છે. ભાગ્યે કર્યું – એમાં માણસની સરળતા છે. બીજાઓની સહાય અને શુભેચ્છાથી હું સફળ થયે એમ જે માને તેનામાં પ્રભુપ્રેરિત પારમાર્થિક ભાવના હોય છે. જે મનુષ્ય શુભેચ્છાનું વૃક્ષ વાવે છે તેને એટલાં બધાં સુંદર ફળે થાય છે કે તેને ઉપગ સૌ કાઈ કરે છે, છતાં તે ફળ ખૂટી જતાં નથી. ભાઈશ્રી પ્રાણજીવનદાસની સાથે મારે સંબંધ બહુ જ ઘનિષ્ઠ છે. તેમને હું એક સ્નેહી, મિત્ર અને વડિલ તરીકે માનું છું. તેમના જ્ઞાન, બુદ્ધિ, અનુભવ અને સહૃદયતાથી પ્રેરાઈને તેમના લેખો દરેક વર્ગને માર્ગદર્શક અને પ્રેરણાદાયી અવશ્ય થશે તે હેતુથી આ પુસ્તકનું પ્રકાશન કરવાની મને જે તક મળી છે તે માટે હું ગૌરવ અનુભવું છું. ઘાટકોપર, મુંબઈ ૭૭ . . .. મનસુખલાલ હેમચંદ સંઘવી તા. ૨૧-૧-૧૯૬૧

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 282