Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ જયભિખ્ખના કુટુંબમાં ઘણો સંપ હતો. તેનો એક પ્રસંગ જોઈએ. જયભિખ્ખું શિક્ષણ લેવા માટે માધ્યમિક શિક્ષણ બાદ મુંબઈ ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ શ્રી વીરતવ પ્રકાશક મંડળ – જે વિલેપાર્લેમાં હતું તેમાં શિક્ષણાર્થે દાખલ થયા. મુંબઈની આ સંસ્થાએ સ્થળાંતર કર્યું ત્યારે તેની સાથે કાશી આગ્રા અને છેવટે ગ્વાલિયર રાજ્યના વનશ્રીથી ભર્યાભર્યા શિવપુરીમાં સ્થળાંતર કરી આઠનવ વર્ષ સુધી ચારેક ભાષાનું અધ્યયન કર્યું. તેમની સાથે જ પિતરાઈ ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈ પણ અભ્યાસરત હતા. શિવપુરીમાં બંને પિતરાઈ ભાઈઓ એટલા નિકટ આવ્યા કે સહુ એમને સગા ભાઈ જ માનતા.' પોતાના ગૃહસ્થજીવનના પ્રારંભે “જયભિખુ'એ જીવનમાં ત્રણ પ્રતિજ્ઞા લીધી હતી. કદી નોકરી કરવી નહિ, પૈતૃક સંપત્તિ લેવી નહિ અને પુત્રને સંપત્તિ આપવી નહિ તથા કલમને આશરે જીવવું. આ પ્રતિજ્ઞા તેમણે વિપરીત સંજોગોમાં પણ પાળી હતી. આ બધું પાર પાડવામાં તેમનાં પત્ની વિજયાબહેનનો સાથ હતો. જયભિખુનાં લગ્ન ૧૯૩૦માં થયાં. વિજયાબહેનનો ઉછેર રાણપુરમાં થયો. નાની વયમાં તેમણે સ્વતંત્રતાનાં આંદોલનો જોયાં હતાં. વળી મેઘાણી નજીકમાં રહે. સવારે પ્રભાતફેરીમાં પણ તેઓ ભાગ લેતા. જયાબહેને કોઈ દિવસ કોઈની ટીકા નથી કરી. સામા માણસને સમજવાની પૂરી શ િત તેમનામાં હતી. દરેક માણસની જરૂરિયાતને સમજીને પૂરી કરે. જે જમાનામાં આંખના મોતિયાનાં ઑપરેશન કરાવવા માટે કે અન્ય કોઈ બીમારી થઈ હોય ત્યારે સૌરાષ્ટ્રમાંથી સગાંવહાલાં અમદાવાદ આવતાં, ત્યારે તેમના ગામના કે તેમનાં સગાં આવે એટલે તેમને ત્યાં • તરે, તેમને બરાબર સાચવે. મહેમાનગતિ કરે, અને કોઈ મુશ્કેલી પડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખે. ૧૯૨૯માં જયભિખુની પહેલી કૃતિ ભિક્ષુ સાયલાકર' ઉપનામથી પ્રગટ થઈ. એમનું હુલામણું નામ ભીખાલાલ હતું. ૧૯૩૩માં મા સરસ્વતીના ખોળે માથું મૂકીને જીવનનિર્વાહનો સંકલ્પ કર્યો હતો. વિજયાબહેનમાંથી જયા અને હુલામણા ભીખુ” નામથી ભિખુ શબ્દ લઈને “જયભિખનું ઉપનામ તેમણે રાખ્યું. લેખકમિલન સમારંભમાં જયભિખુનો પરિચય આપતા જ્યોતીન્દ્ર દવેએ તેમની લાક્ષણિક મુદ્રામાં કહેલું. “અર્ધનારીશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈ નામમાં બાળા’ અને ‘ભાઈ’નો એવો સમન્વય સંધાયો કે એમણે પોતાનું બીજું નામ પસંદ કર્યું તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. એક ડગલું આગળ વધીને રખેને પોતાની પત્નીને ખોટું ન લાગે માટે એમણે ધારણ કરેલ તખલ્લુસ ‘જયભિખુ'માં એમની પત્ની જયાબહેન અને પોતાનું નાનપણનું નામ ભીખાલાલ એ બે ભેગાં કરીને જયભિખુ” બની ગયા !” સ્વતંત્રતાનું આંદોલન ચાલુ હતું તે વખતે ૧૯૮રની ૩૦મી ઑગસ્ટે જયભિખનુને ત્યાં પુત્રનો જન્મ થયો. તે વખતે તેઓ માદલપુર ગામમાં પટેલના માઢમાં ઉપરના માળે લીંપણવાળા ઘરમાં રહેતાં હતાં. જયભિખુ'ના પુત્ર તે કુમારપાળ દેસાઈ. તેમનો ચાર ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ પાસે માદલપુરમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં થયો. પાંચ ધોરણથી સાત ધોરણ સુધીનો અભ્યાસ પ્રીતમનગર પાસે આવેલી દીવાન બલ્લુભાઈ શાળામાં અને આઠમા ધોરણથી મેટ્રિક સુધીનો અભ્યાસ રાજનગર પાસે આવેલી દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં કર્યો. એ સમયે જયાબહેન માદલપુરથી છેક માણેકચોક સુધી ચાલીને શાક લેવા જતાં. કુમારપાળ દેસાઈ પર તેમનાં માતાનો પ્રભાવ ઘણો છે. તેઓ કહે છે. ‘મારી બા વ્યવહારમાં કુશળ હતી. પિતામાં સાહસ, ગુસ્સો અને પોતાની આસપાસના સમાજ પર છવાઈ જવાની શ િત હતી, તો માતાની પાસે વ્યવહારકુશળતા, જીવનની વિષમતાને શાંતિથી પચાવીને આનંદભેર રહેવાનો કીમિયો તેમજ ભાવસભર આતિથ્ય અને વાત્સલ્ય દ્વારા સહુનાં હૃદય જીતી લેવાની શ િત હતી. બંનેની પ્રકૃતિ જેમ ભિન્ન હતી, એ જ રીતે બંનેનું અવસાન પણ સાવ ભિન્ન રીતે થયું. અનેક વ્યાધિઓથી ઘેરાયેલા પિતા હૃદયરોગના ગંભીર હુમલાથી પળવારમાં વિદાય પામ્યા, જ્યારે સ્વસ્થ જીવન જીવનારી માતાએ યાતનાપૂર્ણ લાંબી બીમારીને અંતે વિદાય લીધી. બંનેના સ્થૂળ દેહની વિદાયની સ્થિતિ જીવનઘડતરમાં કેટલાય પાઠ શીખવી ગઈ.' જયભિખુ ડાયરાના માણસ હતા. તેમની મિત્રમંડળીમાં કનુ દેસાઈ, ચંદ્ર ત્રિવેદી, મનુભાઈ જોધાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, ધીરુભાઈ ઠાકર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની બંધુબેલડી ગોવિંદભાઈ અને શંભુભાઈ હોય. અમદાવાદના ગાંધીરોડ પર જુમ્મા મસ્જિદ સામે આવેલા શારદા મુદ્રણાલયમાં બધા ભેગા થાય. મિત્રો સાથે મોજમસ્તી થાય. પ્રવાસ કરે તો તેમાં પણ આનંદ જ હોય. જયભિખુનો સ્વભાવ થોડો કડક. તેઓ લેખનકાર્ય કરતા હોય ત્યારે અવાજ ન કરાય. જયાબહેન એ સઘળી બાબતનું ચીવટપૂર્વક ધ્યાન રાખે. જયભિખનુને મોટા મોટા સર્જકો સાથે મૈત્રી. પરિણામે કુમારપાળ દેસાઈને પણ એ બધા સાથે મેળાપ થયો. ‘શૈશવનાં સ્મરણો” નામે આપેલા વાર્તાલાપમાં એમણે કહ્યું છે - સ્મૃતિને સજીવન કરીને બાળપણનાં સ્મરણોને યાદ કરીએ ત્યારે અતીતની રન મ ર વાગી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88