Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 70
________________ શ્રી સમક્ષ્ય ટ્રસ્ટ છે જ્યભિખુ ઍવૉર્ડ ઝર્પણ સમારોહ ઝળકતી. મૅચ જાણે એમની સમક્ષ રમાતી હોય એટલી સ્વાભાવિકતાથી, સ્વસ્થતાથી અને મૅચની પરિસ્થિતિને અનુકૂળ એનું વર્ણન કરતા. જરૂર પડે નિષ્ણાત તરીકે બૉલિંગ અને બૅટિંગની ખૂબીઓ સમજાવતા અને પ્રેક્ષકોને રસતરબોળ કરતા. ક્રિકેટના કસબ વિશેનો એમનો અભ્યાસ અને એમના અવાજમાં રહેલી સ્કૂર્તિ અને હકારાત્મક ભાવ સૌને સ્પર્શી ગયાં. આવી જ રીતે એમણે વર્લ્ડ કપ ફૂટબૉલની મૅચોની પણ રજૂઆત કરી હતી.” કુમારપાળ દેસાઈ ક્રિકેટનાં લખાણોમાં • યારેય કોઈ ગૉસિપને સ્થાન આપતા નહીં. એક વાર જાણીતા ઓલરાઉન્ડર કપિલદેવ અને અભિનેત્રી સારિકા વિશે અખબારોએ ઘણી વાતો ચગાવી હતી. ત્યારે કપિલદેવ પાસેથી સાચી હકીકતો મેળવીને એમણે જણાવ્યું હતું કે આમાં કશું તથ્ય નથી. એમના આ રચનાત્મક આલેખન વિશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૉમેન્ટેટર અને સમીક્ષ કે સુરેશ સરૈયા નોંધે છે, બરમતગમતનાં લખાણોમાં કુમારપાળ દેસાઈ આપણા રમતવીરોમાં હંમેશાં અગાધ આસ્થા ધરાવતા. ભારતના વિજયોને પ્રશંસાનાં પુષ્પોથી નવાજતા. ખેલાડીઓની પ્રતિભાનું દર્શન કરાવતાં તેઓ • યારેય થાકતા નહીં. પરાજિત ટીમને કે અસફળ રમતવીરોમે ઉતારી પાડવાનો કુમારપાળભાઈએ અજાણે પણ • યારેય પ્રયાસ કર્યો નથી.” ત્રણેક દાયકા સુધી ગુજરાતમાં રમતસમીક્ષાના ક્ષેત્રે એમને અપાર લોકચાહના સાંપડી. કૉલેજો અને સંસ્થાઓ એમનાં સાહિત્ય કે જીવનલક્ષી પ્રવચનો યોજવાની. સાથે આગ્રહપૂર્વક ક્રિકેટ પર પણ એમનું એક વ• તવ્ય રાખતાં. શ્રેષ્ઠ રમતસમીક્ષક તરીકે ચંદ્રકો પણ પ્રાપ્ત થયા. આવાં એકસોથી વધુ વ• તવ્યો એમણે રમતગમત વિશે આપ્યાં છે. આકાશવાણી અને ટેલિવિઝન પરથી એમણે રમત-સમીક્ષા કરી છે. વળી ભારતના પ્રવાસે કોઈ વિદેશી ટીમ આવે ત્યારે ‘ક્રિકેટ જંગ’ નામે વિશેષાંક પ્રગટ કરતા, જે એ પ્રવાસી ટીમ વિશે અને અન્ય પાસાંઓ પર સર્વાગી માહિતી આપતો. આવા પાંચ વિશેષાંકો પણ કુમારપાળ દેસાઈએ પ્રગટ કર્યા છે. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સામયિક “કુમાર”માં એમની “ક્રિકેટની કલા” વિષયક લેખમાળા પ્રગટ થઈ છે. હાલ ક્રિકેટની રમતની ટેક્નિક વિશે તેમજ રમતગમતમાં મૃત્યુના ભયની પરવા કર્યા વિના કામયાબી મેળવનારા ખેલાડીઓના વિશે “મુઠ્ઠીમાં લીધું મોત પુસ્તક તેઓ લખી રહ્યા છે. ૧૫ સંસ્થાઓ 1 અક્ષરના વા ૩૪

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88