Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ શ્રીમદ્ રાજચંદ્ર સેવાકેન્દ્ર દ્વારા ઉમંગ’ નામની મૂક-બધિરોની સેવા કરતી સંસ્થા છે. તો હૃદયરોગના દર્દીઓને સારવાર માટે આર્થિક મદદ કરતી સુલભ હાર્ટ ઍન્ડ હેલ્થ કેર નામની સંસ્થા પણ છે. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી અને સલાહકારની ફરજ બજાવે છે. અનેકવિધ ક્ષેત્રોમાં પોતાના શબ્દથી યશસ્વી પ્રદાન કરનારા ડૉ. કુમારપાળ દેસાઈ પોતાના વિચારોને શબ્દ સુધી જ સીમિત રાખતા નથી. બલ્કે એ વિચારોનું કર્મમાં રૂપાંતર પણ કરે છે. અક્ષરના યાત્રી ૧૩૨ માંડવીમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનું વજ્ર તવ્ય સંવેદના, સહૃદયતા અને સજ્જતા वन्देम देवतां वाचम् ।। સાહિત્યપ્રિય સ્વજનો, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યની ભવ્યોજ્જ્વલ પરંપરા ધરાવતી સંસ્થાના પ્રમુખ થવું તેનો આનંદ જરૂર હોય, પણ એ સાથે વિનમ્રતાથી મારા પૂર્વસૂરિ સારસ્વત પ્રમુખોની હરોળમાં મારું નામ મૂકું છું ત્યારે સ્વાભાવિક રીતે જ સંકોચ થાય છે. મુખ્યત્વે હું ગુજરાતી ભાષા સાથેની મારી નિસબતના પરિણામ રૂપે આ પદને જોઉં છું. આ પદ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વથી હું અભિન્ન છું, પણ આપ સહુની ઉષ્મા અને સાથ મારા એ ઉત્તરદાયિત્વને અદા કરવામાં મદદરૂપ થશે, એવી શ્રદ્ધા છે. હું અહીં છું એ એક વ્યવસ્થા છે. આપણે સહુ અહીં છીએ એ પરિષદ અને એનો આત્મા છે. સંવેદનશૂન્યતા તરફ ગતિ Your science will be valueless, you'll find And learning will be sterile, if inviting Unless you pledge your intellect to fighting Against all enemies of mankind. પરિશિષ્ટ : ૧ [Brecht : Collected Poems, Methuen Edition, p. 450] માનવજાતના શત્રુ સામે તમારી બુદ્ધિનો અને શક્તિનો ઉપયોગ કરો તો જ વિજ્ઞાનનું મૂલ્ય છે અને તો જ વિદ્યા વાંઝણી થતી અટકશે. સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૩૩

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88