Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ હું પોતે GTL Fાની જ વત સંપાદન night" પરથી લીધું છે. નાટકમાં આવતાં પાત્રોનાં નામો આફ્રિકાની અમુક જાતિ, પ્રદેશ કે સંસ્થાનો સંકેત કરે છે. નાટ્યકાર બુકેન્યાનો હેતુ સમગ્ર આફ્રિકાની વાસ્તવિકતા, વિચારધારા, સુન્નત દ્વારા યોગ્યતા મેળવવી, દૈવી માર્ગદર્શનની ખોજ, બાળકોનાં લગ્નમાં માતા-પિતાની હાજરી વગેરે ઘટનાઓ દ્વારા એકાદ આફ્રિકન જાતિની જીવનપદ્ધતિએ દર્શાવવાનો નથી. પણ આફ્રિકન પ્રજાજીવનને દર્શાવવાનો ઉદ્દેશ રાખ્યો છે. નાટકના પ્રથમ દૃશ્યમાં નવયુવાનોનું નૃત્ય આલેખાયું છે. એમાં નૃત્યની ચંદારાણી કોણ બનશે તેનો સંઘર્ષ ચાલે છે. અહીં જૂની અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ ચાલે છે. વળી નૃત્ય કરતાં યુવાનો સામાજિક ઉત્કર્ષ માટે લડી રહ્યા છે. બીજું દૃશ્ય વાંગાના મંદિરમાં ભજવાય છે. આ દૃશ્યમાં લેરેમાનું પાત્ર આવે છે. તે વાંગા મંદિરનો પૂજારી છે. લેસીજોરેના જીવનમાં જે આફતો સર્જાઈ અને જે સંઘર્ષોનો તેણે સામનો કર્યો તે પ્રસંગો અહીં વર્ણવાયા છે. આફ્રિકન સમાજનું ચિત્રણે આ દૃશ્યમાં આલેખાયું છે. પછીનું દૃશ્ય મેરીઓના આંગણાનું છે. અહીં નાડુઆનાં લગ્નની વાત છે તેનો સંઘર્ષ છે. જૂની અને નવી પેઢી વચ્ચે ચાલતું યુદ્ધ છે. ચોથું દૃશ્ય વાંગાના મંદિરનું છે. સમગ્ર નાટકના ચોથા દૃશ્યમાં લેકિન્ડો અને નાડુઆનાં લગ્નને માટે સંમતિની મહોર વાગે છે તે મહત્ત્વનું છે. આમ, સમગ્ર નાટકમાં સંઘર્ષનું આલેખન કરીને તેનો અંત સુખદ આપ્યો છે. નાટકમાં વપરાયેલી ભાષા અને શૈલી ધ્યાન ખેંચે છે. • યાંક પ્રતીકાત્મક ભાષા છે તો યાંક ભંગની ભાષા છે. કાજીરૂ કિકોનો છોડ ગમે ત્યાં વાવો પણ તેને ફૂલતો લાલ જ આવવાનાં, પરદેશી 'જંગલીપણાનો કોઈ ઇલાજ જ નથી. કુયે : રાતના વાસી દૂધ જેવી એની આંખો. તાડનાં નવાં પાંદડાં સરખી લોચા જેવી આંગળીઓ. અહીં તળપદી ભાષાના શબ્દો ધ્યાન ખેંચે છે. લાડલી, પુજારણે, ખખડધજ, જીભડી, ઓસડિયાં જેવા શબ્દો અહીં મળે. આફ્રિકન પરિવેશનો પરિચય પણ મળે. રિકા (સમવયસ્કોની મંડળી), વાંગાદેવ (મંત્રતંત્રની શક્તિ ધરાવતા દેવ), વુલે (આફ્રિકામાં થતું સાગ જેવું વૃક્ષ, જેનું લાકડું ફર્નિચરમાં વપરાય છે.), વાઝિમુ ભૂત, વળગાડ) – આમ લેખકે ત્યાંના પ્રચલિત શબ્દનો ઉપયોગ કર્યો પણ સાથે તેનો અર્થ સમજાવ્યો છે. નૃત્યથી શરૂ થતા નાટકનો અંત પણ નૃત્યથી જ આવે છે. કુમારપાળ દેસાઈએ ‘નવવધૂ નામે નાટક અનૂદિત કરી આપીને નાટ્યરસિકોને આફ્રિકન પરિવેશથી પરિચિત કરી આપ્યા છે. આફ્રિકાના જનજીવનનાં દેવી-દેવતાઓ અને એની માન્યતાઓને દર્શાવ્યાં છે. તેઓ હજી પણ આવા ઉત્તમ નાટકના અનુવાદો આપે તેવી અપેક્ષા અસ્થાને નથી. हम स्मृति ૨૧મી સદીનું બાળસાહિત્યમાં & Fકી . trulu 2 ચાળ પક્ષ Taarahક LIP in જોનારના યાત્રી

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88