Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્ય. ૭ ભૂમિકા
૧૯
છે. અહીં એવું કહેવા માંગે છે કે - જે વર્તમાનને જ જોનારો છે, તે વિષયાદિ અર્થે તે-તે આરંભ કરે છે. તે આરંભ વડે ઉપચિત કર્મો વડે કાલશોકરિકાદિવત્ અહીં જ દુઃખો પામીને નરકાદિ કુગતિને પામે છે, તેથી ઘેટાના ઉદાહરણથી અહીં કહેશે.
કાકિણી આદિ સાધર્મ્સ દૃષ્ટાંત ઉપલક્ષણ છે. * * *
નામ નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર આલાપક નિક્ષેપ અવસર છે. તે સૂત્ર હોય તો થાય. તેથી હવે સૂત્રને કહે છે -
• સૂત્ર
૧૭૯ -
જેમ કોઈ સંભાવિત અતિથિના ઉદ્દેશથી ઘેટાનું પોષણ કરે, તેને ચોખા, જવ, આદિ આપે. તેને પોતાના આંગણામાં જ પોષે છે.
♦ વિવેચન - ૧૭૯ -
યથા - ઉદાહરણના ઉપન્યાસમાં છે “અહીં પરિજનો આવશે’’ એ આદેશ છે.
=
આવનાર મહેમાનને આશ્રીને, જ્યારે આ આવશે તેની સાથે ખાઈશું. એમ વિચારી પરલોકમાં અપાયથી નિરપેક્ષ થઈ ઘેટાને પોષે છે. કઈ રીતે ? ભોજન, મગ-અડદ આદિ તેની પાસે મૂકે છે, સંભવ છે કે આવો કોઈ ભારે કર્મી પોતાના આંગણામાં પોષે - x - અથવા જેમાં બેસાય તે વિષય - ગૃહ, તેના આંગણામાં અથવા વિષય - રસ રૂપ અથવા વિષયોને ધારીને, ધર્મ નિરપેક્ષ થઈને પોષે.
છે
જેમ એક ઘેટો - મહેમાનો નિમિત્તે પોષાય છે. તે સ્થૂળ શરીર, સારી રીતે સ્નાન કરાવેલ, હળદાર આદિથી અંગરાગ કરેલો, કુમાર હોય. તે વિવિધ ક્રીડા વિશેષથી રમતો હોય. તેને પુત્રની જેમ લાલન કરતો જોઈને માતા વડે સ્નેહથી ગોપવેલ દોહક વડે તેની અનુકંપાથી મૂકેલ દૂધને રોષથી પીતો નથી. તેણી એ પૂછતા તે કહે છે - હે માતા! આ નંદિતકનું કેવું લાલન પાલન કરાય છે ? હું મંદ ભાગ્ય હું સુકું ઘાસ પણ પુરું મળતું નથી. માતા બોલી - હે પુત્ર ! આ તેના મરવાના લક્ષણ છે, તેથી તે જે કંઈ માંગે તે અપાય છે. જ્યારે તે નંદિતકને મારશે ત્યારે તું જોજે. આ વાત નિર્યુક્તિકાર કહે છેનિર્યુક્તિ - ૨૪૯ - વિવેચન
•
રોગીને મરવાનો થાય ત્યારે જે માંગે તે અપાય છે, તેમ આને પણ અપાય છે. ત્યાર પછી તે ઘેટો કેવો થયો ? શું કરે છે ?
સૂત્ર - ૧૮૦ -
ત્યાર પછી તે ઘેટું પુષ્ટ, પરિવૃદ્ધ, મોટા પેટવાળું થઈ જાય છે. તે સ્થૂલ અને વિપુલ દેહવાળો અતિથિની પ્રતિક્ષા કરે છે.
• વિવેચન - ૧૮૦ -
ઓદનાદિ ખવડાવ્યા પછી તે ઘેટો ઉપચિત માંસપણાથી પુષ્ટ અને સમર્થ થાય છે. ચતુર્થ ધાતુથી ઉપચિત થવાથી મોટા જઠરવાળો થઈ, પ્રીણિત એવો તે યથા સમયે અપાયેલા આહારપણાથી વિશાળ શરીરી થઈ, આદેશ - આવનારની પરિકાંક્ષા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org