Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
વિડંબિત છે, જેમ યક્ષાવિષ્ટ કે મધપાન કરેલો આમ-તેમ હાથપગને પછાડે છે એ પ્રમાણે નૃત્ય કરનારને પણ જાણવા. તથા બધાં આભરણો મુગટ આદિ પણ તત્ત્વથી તેમને ભારરૂપ જ છે. - x - x - તથા બધાં કામ - શબ્દાદિ, મૃગાદિની માફક દુઃખની પ્રાપ્તિના હેતુપણાથી છે, મત્સર, ઇર્ષ્યા, વિષાદ આદિથી ચિત્ત વ્યાકુળતા ઉત્પાદકપણાથી નરકાદિના હેતુપણે છે.
૧૨૪
તથા બાલ - વિવેકરહિતોને અભિરામ - ચિત્તને અભિરતિ હેતુક છે. તે દુઃખ પ્રાપક રૂપ છે, તેમાં કોઈ સુખ નથી. શેમાં? મનોજ્ઞ શબ્દાદિ કામગુણો સેવનારાઓમાં. હે રાજન! પૃથ્વીપતિ! કામ વિરક્તને એટલે વિષય પરાંગ્ મુખોને તપ એ જ ધન છે, તે તપોધના, તેમને જે સુખ છે અથવા યતીના શીલ અને ગુણોમાં આસક્તોને છે, (તે કામાસક્તને ક્યાંથી હોય?)
હવે ધર્મફળના ઉપદર્શન સહ ઉપદેશ કહે છે -
• સૂત્ર
૪૨૪ થી ૪૨૬
હે નરેન્દ્ર! મનુષ્યોમાં જે ચંડાલ જાતિ, અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છી, ચાંડાલોની વસ્તીમાં આપણે બંને રહીએ છીએ, જ્યાં બધાં લોકો આપણાથી ઘૃણા કરતા હતા.
તે જાતિમાં આપણે જન્મ લીધો હતો અને તે જ વસ્તીમાં આપણે બંને રહેલા હતા. ત્યારે બધાં આપાથી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, તે પૂર્વજન્મના શુભ કર્મોનું ફળ છે.
પૂર્વ શુભકર્મોના ફળ સ્વરૂપ આ સમય તે તુ હવે મહાનુભાગ, મહધ્ધિક રાજા બનેલ છો. તેથી તું ક્ષણિક ભોગોને છોડીને ચારિત્ર ધર્મની આરાધનાને માટે અભિનિષ્ક્રમણ કર.
.
૭ વિવેચન - ૪૨૪ થી ૪૨૬
હે નરેન્દ્ર! ચક્રવર્તી! જેમાં જન્માય તે જાતિ, અઘમ નિકૃષ્ટ, મનુષ્યો મધ્યે ચાંડાળ જાતિ છે. જે આપણને બંનેને પ્રાપ્ત થયેલી હતી. અહીં શું કહેવા માંગે છે? જ્યારે આપણે ચાંડાળ જાતિમાં ઉત્પન્ન થયા ત્યારે બધાં લોકો વડે ગર્દિતા જાતિ હતી. કદાચિત તેને પામીને પણ બીજે આપણે વસી શક્યા હોત, તેથી કહે છે - જ્યાં જતાં ત્યાં પણ બધાં લોકોને અપ્રીતિ કર થઈને રહ્યા. ક્યાં? શ્વપાકના નિવેશો - ઘરોમાં. કદાચિત ત્યાં પણ વિજ્ઞાન વિશેષ આદિથી હીલનીય જ થયા હોત.
Jain Education International
-
પછી બીજી જાતિમાં પણ કુત્સિતત્વને વિશેષિત કરે છે. પાપ જ પાપિકા, તે કુત્સિતામાં પાપ હેતુ ભૂતત્વથી તે પાપિકા અથવા પ્રાપિકા - નરકાદિ કુગતિને પ્રાપ્ત કરાવનાર. તેમાં આપણે વસ્યા. વળી તે ચાંડાલોના નિવેશો પણ કેવા હતા? બધાં લોકોને જુગુપ્સા કરાવનાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org