Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩/૪૨૪, ૪૨૬
૧૨૫
આ જન્મમાં વળી શુભ અનુષ્ઠાન કે જે પૂર્વ જન્મમાં ઉપાર્જિત હતા. તે કર્મોથી - વિશિષ્ટ જાતિ નિબંધન કર્મોથી, ઉત્પન્ન પ્રત્યયોથી ફરી તેનું ઉપાર્જન કરવામાં યત્ન કરવો જોઈએ, પરંતુ વિષયાસક્ત વ્યાકુલિત માનસ વડે એ પ્રમાણે ન રહેવું જોઈએ.
જે પૂર્વે સંભૂત નામે અણગાર હતા, તે આ કાળમાં અથવા હાલ રાજા મહાનુભાગ. મહધ્ધિક, પુન્ય ફળયુક્ત થઈ દૃષ્ટ ધર્મફળથી અભિનિષ્ક્રમણ કરે. અથવા તે જ અહીં રાજા મહાનુભાગતાદિ યુક્ત અહીં જન્મ્યો છે, તે પૂર્વકૃત કર્મોનું ફળ છે. અન્યથા તેવા પ્રકારની આવી સમૃદ્ધિ ક્યાંથી પામ્યો? જો એમ છે તો હવે અભિનિષ્ક્રમણ કર. શું કરીને? તે કહે છે - ત્યાગ કરીને, જે ભોગવાય તે ભોગ - દ્રવ્ય નિચય કામ, તેને અનિત્ય જાણીને. સદ્વિવેક વડે ગ્રહણ કરાય તે આદાન - ચાસ્ત્રિ ધર્મ, તે હેતુથી આભિમુખ્યતાથી પ્રવ્રુજિત થા. ગૃહસ્થ પણામાં સર્વ વિરતિ ચાસ્ત્રિનો સંભવ નથી, તે ભાવ છે.
એમ ન કરવામાં શો દોષ છે? તે કહે છે -
• સૂત્ર - ૪૨૭ -
રાજન્ ! આ આશાશ્વત માનવજીવનમાં જે વિપુલ પુન્યકર્મ કરતો નથી. તે મૃત્યુ આવતા પશ્ચાતાપ કરે છે, અને ધર્મ ન કરવાના કારણે પરલોકમાં પણ પશ્ચાતાપ કરે છે.
♦ વિવેચન - ૪૨૭ -
આ મનુષ્ય સંબંધી અસ્થિર આયુષ્યમાં હે રાજન ! જે અતિશય પુન્ય હેતુભૂત શુભ અનુષ્ઠાનો ન કરીને પુન્યનો અનુપાર્જક થાય, તે દુઃખથી આર્ત્ત થઈને પશ્ચાતાપ કરે છે. મૃત્યુ - આયુનો પરિક્ષય, તેના મુખ સમાન મુખ તે મૃત્યુ મુખ - શિથિલી થયેલ બંધનાદિ અવસ્થા, તેનાથી ઉપનીત, તથાવિધ કર્મોથી ઉપોક્તિ તે મૃત્યુમુખ ઉપનીત થઈને શુભાનુષ્ઠાન રૂપ ધર્મ ન કરીને, અનુષ્ઠાન રહિત પણે જન્માંતરમાં પણ જઈને નરકાદિમાં અસહ્ય અસાતા વેદનાથી પીડિત શરીર થાય છે. તે અધર્મકારી મેં ત્યારે જ સદનુષ્ઠાન કેમ ન કર્યા?’’ એવો ખેદ પામે છે.
જ્યારે તે મૃત્યુના મુખમાં ધકેલાય છે કે બીજા દુઃખોથી હણાય છે, ત્યારે સ્વજનાદિ રક્ષણને માટે થશે, તેથી પસ્તાવું નહીં. એવી આશંકામાં કહે છે -
♦ સૂત્ર - ૪૨૮, ૪૨૯ -
જેમ અહીં સીંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ જ અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા-પિતા અને ભાઈ આદિ કોઈ પણ મૃત્યુ દુઃખમાં ભાગીદાર થતાં નથી.
તેના દુઃખને જાતિના લોકો વહેંચી શક્તા નથી કે મિત્ર, પુત્ર, બંધુ લઈ શક્તા નથી. તે સ્વયં એકલો જ પ્રાપ્ત દુઃખોને ભોગવે છે, કેમકે કર્મો કર્તાની પાછળ જ ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org