Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦/૨૯૫ થી ૩૦૪
૭ ૩ (૨૯૯) વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અનંતકાળ રહે છે, તેથી હે ગૌતમ / ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
(૩૦૦) બેઇંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રાનો પ્રસાદ કરીશ નહીં.
(૩૧) તેઇંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
(૩૦૨) ચઉરિંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં.
(૩૦૩) પંચેન્દ્રિય કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ તેમાં રહે છે, તેથી હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં.
(૩૦૪) દેવ અને નરક યોનિમાં ગયેલ જીવ ઉત્કૃષ્ટથી એક-એક ભવ ગ્રહણ કરે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં.
૦ વિવેચન - ૨૫ થી ૩૦૪ -
પૃથ્વી – કઠિનરૂપ, તે જ કાચ - શરીર, પૃથ્વીકાય - તે અતિશયથી મરીને. તેના ઉત્પતિલક્ષણથી પ્રાપ્ત તે અતિગત. ઉત્કૃષ્ટથી જીવ, તે જ રૂપે ત્યાં રહે. કાલ - સંખ્યાતીત અર્થાત અસંખ્ય. જો એમ છે, તેથી હે ગૌતમ ! ક્ષણવાર પણ પ્રમાદી થતો નહીં. આ પ્રમાણ અટકાયાદિ ત્રણે સૂત્રો જાણવા. વનસ્પતિ સૂત્ર તેમજ જાણવું. વિશેષ એ કે - કાળ અનંત કહેવો. અનંતકાયિકની અપેક્ષાથી આ વિધાન છે. પ્રત્યેક વનસ્પતીની કાયસ્થિતિ અસંખ્યાત કાળ છે તથા દુષ્ટ અંત જેનો છે તે દુરંત, એ પણ સાધારણ અપેક્ષાથી જ છે. તે જ અત્યંત અયુબોધપણાથી ત્યાંથી ઉદ્ભૂત થઈને પણ પ્રાયઃ વિશિષ્ટ માનુષાદિ ભવને પ્રાપ્ત કરતા નથી.
અહીં કાળમાં સંખ્યાતીત એવું વિશેષ અભિધાન છતાં પણ અસંખ્ય ઉત્સર્પિણ - અવસર્પિણી પ્રમાણ છે, અનંત વિશેષણથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી પ્રમાણ છે તેમ જાણવું. કેમકે આગમ માં કહેલ છે કે અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી એકેન્દ્રિય ચારની અને અનંત વનસ્પતિની જાણવી.
હે - બે સંખ્યા ઇંદ્રિયની તે સ્પર્શન અને રસના જેમાં છે તે બેઇંદ્રિયકૃમિ આદિ, તેની કાયા ઉત્કૃષ્ટથી - જીવ તેમાં સંખ્યાત હજાર વર્ષ રહે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદી ન થા. એ પ્રમાણે તેઇંદ્રિય, ચઉરિન્દ્રિય જાણવા.
- પાંચ ઇંદ્રિયો - સ્પર્શનાદિ જેમને છે તે. તેમાં આગળ દેવ અને નારકને કહ્યા હોવાથી મનુષ્યત્વના દુર્લભપણાથી પ્રક્રમથી તિર્યંચ જ લેવા. અર્થાત્ તે કાયમાં ઉત્પત્તિ કહેવી. ઉત્કૃષ્ટથી જીવ સાત કે આઠ ભય તેમાં રહે. તેને જ તે ભવોનું ગ્રહણ - જન્મોપાદાન સાત, આઠ ભવ કહ્યું.
દેવો અને નારકમાં રહેલ જીવ ઉત્કૃષ્ટથી એક - એક ભવગ્રહણ વડે જ રહે. ત્યાર પછી અવશ્ય મનુષ્ય કે નિર્ચચમાં ઉત્પાદ થાય. તેનો ઉત્કૃષ્ટ કાળ તેત્રીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org