Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૧૩
ભાવનાને પમરાટ ત્યારે જ ફેલાયઃ વિષયની ગંદી ગટર તરફ મન ન ખેંચાય તે. વિષયની ગંદકી જેના મનમાં ફેલાય તેના મનમાં ભાવનાને પમરાટ
વિષયની આકાંક્ષા સ્ત્રીમાં જન્મે કે પુરુષમાં જન્મે પણ તે કતવ્યથી ભ્રષ્ટ થઈ જાય. બ્રહ્મદત્ત ચક્રવતી ની માતા ચુલનીમાં વિષયની ભાવના પેદા થઈ તે પિતાના સગા પુત્રના નાશ માટે માતા જ ખૂની બની. માતાએ જ પુત્રના નાશનું કાવત્રુ રચ્યું. પ્રદેશ રાજા અને સૂર્યકાંતા રાણી દંપતી હતા. સુખ અને દુઃખ બંનેમાં સરખા ભાગ પાડે તે
પતો. પણ સૂર્યકાંતાની વિષયની ઝંખના એ માઝા મૂકી ત્યારે સૂર્યકાંતા પતિને વિષપાન કરાવીને પણ થાકી નહીં. અને ગળાને ટોટે ક્ષણવારમાં નખ મારી પીસી નાંખે. આમ કેમ? જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે વ્યક્તિને ગૌણ ગણવી જોઈએ. પણ વ્યક્તિ આવું હીણપતભર્યું–હલકી નીચ વૃતિનું કાર્ય કેમ કરી શકે તેને વિચાર કરે જોઈએ.
મહાકાળના ખપ્પરમાં સંશોધન કરીએ તો આવા એક નહિ અનેક પાત્ર મળે. અંધ બ્રહ્મદત્ત ચક્રવતીને શું નિયમ હતો? રેજ એક થાળભરી માનવની આંખોને બે હાથથી દબાવવી– મસળવી અને બેલવું, બસ, હું એકલે અંધ નહિ, કેટલા બધા અધ. આમ જગતને પીડવાનું મન કેમ થયું? આંખે ગઈ છે પણ વાસના ગઈ નથી, એટલે વાસના ગઈ નથી એટલે પિતે વાસનાથી સંતપ્ત છે, દુઃખી છે–પીડાયેલ છે. દુઃખી છે એટલે ભયંકર આતંક ફેલાવે છે. મંત્રીઓને હુકમ ક છે – પ્રાતઃકાળ થતાં મારી પાસે થાળ ભરી માનવીના. આંખના ડોળા લાવે. હું અધ અને દુનિયા દેખતી કેમ? - દુનિયાને અંધ કરવાથી પોતે દેખતે થઈ જશે? ના...