Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
રક અણગ ચિત્તે ખલુ અયં પુરિસે,
સે કેયણું અરિહએ પૂરિણણુએ
લોકોક્તિ કહે છે કૂવે કૂવે જુદા પાણી અને મુખે મુખે જુદી વાણી.” જેટલાં કૂવા હોય તેટલાં પાણીના સ્વાદ હાય. કેઈપણ બે કૂવાનું પાણી રંગમાં સમાન હેય પણ સ્વાદમાં સમાન ન હોય. સ્વાદ અલગ હોય તેમ વ્યક્તિવ્યક્તિની વાત અભિપ્રાય અલગ હોય. કારણ દરેક વ્યક્તિ પિતાની સામે ઉપસ્થિત પરિસ્થિતિને અલગ રીતે વિચાર કરે છે. સૌની વિચારસરણી વિભિન્ન હોય અને તેથી અભિપ્રાય-રજુઆત પણ સૌની અલગ હેય. આવી વિચારધારા જન સામાન્યમાં પ્રચલિત છે. પણ મારા સુશિષ્ય ! શ્રી આચારાંગ સૂત્રનું ૧૧૪મું સૂત્ર તને એક નવે પાઠ ભણાવે છે. ખાસ ખ્યાલમાં રાખવા જેવે છે. “અખેગ ચિત્તે ખલુ અય પુરિસે, સે કેયનું અરિહએ પૂરિણએ.”
સંસારીને અનેક ચિત્ત હોય છે. શાસ્ત્રીય વાત તે સદા અલૌકિક જ હોય. જેની દૃષ્ટિ જેટલી વ્યાપક તેટલું તેનું નિરીક્ષણ સુંદર. આપણું દષ્ટિ ચર્મચક્ષુની એટલે આપણને બાનું દર્શન થાય.
કેવલજ્ઞાનીની દૃષ્ટિ વિશ્વવ્યાપી. ત્રિકાલવિદ્ સવ પદાર્થન સંપૂર્ણ જ્ઞાન કરનાર. દૃષ્ટિ જ અનંતને માપનાર તે પછી દર્શન પણ અનંતનું જ હેય. આવી અનંત દષ્ટિથી શુભતા તીર્થકર પરમાત્મા ફરમાવે છે. આ માનવને અનેક ચિત્ત છે એટલે વ્યક્તિને એક નહિ અનેક અભિલાષા–ઝંખના છે. અભિલાષા પૂર્ણાહુતિમાં સમય લાગે છે. એકાએક ઈચ્છિત પદાર્થ બળે નહિ અને ત્યાં તે આંખ સામે સુષ્ટિને બીજે