________________
५१६
षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
(૧) શબ્દ આકાશનો ગુણ નથી. કારણકે તેમાં સંહરણ (ફેલાવા)નું સામર્થ્ય છે. જેમકે અગરૂધૂપ. (૨) શબ્દ આકાશનો ગુણ નથી. કારણ કે વાયુથી પ્રેરણા પામે છે. અર્થાત્ વાયુ દ્વારા ગમે ત્યાં ફેંકી શકાય છે. જેમકે - તૃણ, પાંદડા વગેરે.
(૩) શબ્દ આકાશનો ગુણ નથી. કારણકે સર્વદિશાઓથી (સર્વદિશામાં રહેનારા લોકોથી) ગ્રાહ્ય છે. જેમકે પ્રદીપ.
(૪) શબ્દ આકાશનો ગુણ નથી. કારણ કે શબ્દોનો અભિભવ થાય છે. જેમકે સૂર્યના પ્રકાશથી અભિભૂત થતા તારાદિનો સમૂહ.
(૫) શબ્દ આકાશનો ગુણ નથી. કારણ કે શબ્દો (બીજાનો) અભિભવ કરે છે. જેમકે સૂર્ય મંડલનો પ્રકાશ.
ખૂબ મોટેથી બોલાયેલા શબ્દ અલ્પઅવાજની માત્રાવાળા શબ્દનો અભિભવ કરે છે, તે પ્રસિદ્ધ જ છે. તેથી શબ્દ પુદ્ગલનો પરિણામ જ છે તથા તાદશધર્મો અમૂર્ત દ્રવ્યમાં જોવા મળતા નથી. તેથી શબ્દ મૂર્ત પણ છે.
શંકા : શંખ અને શંખનાટૂકડા પૌદ્ગલિક હોવાથી તેનું રૂપ પણ આંખથી ઉપલબ્ધ થાય છે. તો શબ્દ પણ પૌદ્ગલિક હોય તો તે આંખથી ઉપલબ્ધ કેમ થતો નથી ?
સમાધાન શબ્દ પૌગલિક હોવાથી તેમાં રૂપ વગેરે હોવા છતાં પણ સૂક્ષ્મપરિણમનના કારણે આંખથી પ્રત્યક્ષ થતા નથી. જેમ બૂઝાઈ ગયેલા દીપકની શિખામાં રૂપાદિ હોવા છતાં સૂક્ષ્મપરિણામના કારણે આંખોથી પ્રત્યક્ષ થતું નથી. તથા (ગુલાબની અંદર રહેલી) ગંધના પરમાણુઓમાં પણ રૂપાદિ છે. પરંતુ તે અનુભૂત હોવાના કારણે દૃષ્ટિગોચર બનતા નથી. આ રીતે શબ્દના રૂપાદિ સૂક્ષ્મ તથા અનુભૂત હોવાના કારણે દષ્ટિગોચર થતા નથી.
ગંધાદિની પુગલ પરિણામતા પ્રસિદ્ધ જ છે. અર્થાત્ ગંધ વગેરે પુદ્ગલના પરિણામવિશેષ છે, એટલે કે પૌગલિક છે તે પ્રસિદ્ધ જ છે.
तम छायादीनां त्वेवम्-तमः पुद्गलपरिणामो दृष्टिप्रतिबन्धकारित्वात् कुड्यादिवत्, आवरकत्वात् पटादिवत् । छायापि शिशिरत्वात् आप्यायकत्वात् जलवातादिवत् । Bछायाकारेण परिणममानं प्रतिबिम्बमपि पौगलिकं, साकारत्वात् । अथ कथं कठिनमादर्श प्रतिभिद्य मुखतो निर्गताः पुद्गलाः प्रतिबिम्बमाजिहत इति चेत् ? उच्यते, A. “तमस्तावत्पुद्गलपरिणामः दृष्टिप्रतिवन्धकारित्वात् कुड्यादिवत्, आवरकत्वात् पटादिवत् ।” - तत्वार्थ० भा. व्या० ।। B. “द्रव्यं छायाद्यन्धकारः घटाद्यावरकत्वात् काण्डपटादिवत् । गतिमत्त्वाचासौ वाणादिमद्रव्यम् ।।" न्यायकुमु० ।।