________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक-५७, जैनदर्शन
६५३
તેથી સત્ત્વમાં સત્તાન્તરની કલ્પનામાં સત્ત્વ ધર્મી બને છે અને સત્તાન્તર ધર્મ બને છે. આ પ્રમાણે ધર્મીને જ ધર્મપણે અને ધર્મને જ ધર્મપણે સ્વીકારવાથી પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ રહેતો નથી.
આ પ્રમાણે ધર્મને પણ ધર્માન્તરની અપેક્ષાએ ધર્મ માનવામાં અનવસ્થા દોષ નથી. કારણકે જેમ દિવસ અને રાત્રિનો પ્રવાહ અનાદિ-અનંત છે. બીજથી અક્રો-અકુરાથી બીજ-પુન: બીજથી અંકરો આ રીતેનો પ્રવાહ પણ અનાદિ-અનંત છે. અભવ્યનું સંસાર પરિભ્રમણ અનાદિ અનંત છે, તેમ ધર્મ અને ધર્મના વ્યવહારની પરંપરા પણ ચાલે છે. (જે જ્ઞાન જીવનો ધર્મ છે, તે જ્ઞાન પોતાનામાં રહેલા સત્ત્વની અપેક્ષાએ ધર્મી છે. તેમ સત્ત્વ જ્ઞાનની અપેક્ષાએ ધર્મ હોવા છતાં પણ પોતાનામાં રહેલા પ્રમેયત્વની અપેક્ષાએ ધર્મી છે. આ રીતે ધર્મ-ધર્મવ્યવહાર અનાદિઅનંત છે.) આ રીતે નિત્ય-અનિત્ય, ભેદ-અભેદ આદિ ધર્મોની વ્યવસ્થામાં પણ વિચાર કરવો.
ભિન્ન અધિકરણોમાં રહેવાના કારણે - ઇત્યાદિ કહી “વૈયધિકરણ્ય' દોષ આપ્યો હતો, તે પણ અસત્ય છે. કારણકે નિબંધ પ્રત્યક્ષબુદ્ધિમાં સત્ત્વ અને અસત્ત્વનું એક અધિકરણ (સમાનાધિકરણ) પ્રતિભાસ થાય છે.
તેવા પ્રકારના એકત્ર ઉભયના પ્રતિભાસમાં પણ વૈયધિકરણ્યની કલ્પના કરવી ઉચિત નથી. કારણ કે તેમ તો એક કેરીના ફળમાં રૂપ અને રસ સાથે હોવાછતાં પણ રૂપ અને રસનું વૈયધિકરણ્ય માનવું પડશે. અર્થાત્ સત્ત્વ અને અસત્ત્વ ધર્મો એક જ ઠેકાણે પ્રતીત થતા હોવા છતાં પણ બંનેમાં વૈયધિકરણ્ય માનશો તો, એક જ ફળમાં રહેલા રૂપ અને રસમાં પણ વૈયધિકરણ્ય માનવું પડશે. (કે જે કોઈને માન્ય નથી.)
પૂર્વે આપેલા સંકર અને વ્યતિકર દોષો પણ મેચકજ્ઞાનના દૃષ્ટાંતવડે દૂર કરવા જોઈએ. જેમ અનેક રંગોનો મિશ્રિત પ્રતિભાસ કરાવનાર મેચકરત્નનું જ્ઞાન એક હોવા છતાં પણ અનેક પ્રકારનું કે અનેકસ્વભાવવાળું છે. તે મેચકરત્નના જ્ઞાનમાં સંકર કે વ્યતિકર દોષો મનાયેલા નથી. તેમ વસ્તુને સત્ત્વ-અસત્ત્વ આદિ અનેક ધર્મોવાળી માનવામાં પણ સંકર કે વ્યતિકર દોષો નથી.
વળી જેમ મધ્યમાં અને કનિષ્ઠ આંગળીના સંયોગમાં (તે બંનેની અપેક્ષાએ વિચારતાં) એક અનામિકા આંગળીમાં એક સાથે હ્રસ્વત્વ અને દીર્ઘત્વ ધર્મ આવે છે. છતાં પણ તેમાં સંકરાદિ દોષો મનાતા નથી. તેમ વસ્તુની અનેકાંતાત્મકતામાં પણ સંકરાદિ દોષો નથી.
તથા તમે જે જલમાં પણ અગ્નિરૂપતાનો પ્રસંગ' ઇત્યાદિ કહ્યું હતું, તે પણ મહામોહરૂપી પ્રમાદમાં મસ્ત વ્યક્તિનો પ્રલાપ માત્ર જ છે. કારણકે... જલાદિની સ્વરૂપની અપેક્ષાએ જ જલરૂપતા છે. પરંતુ પરરૂપની અપેક્ષાએ જલરૂપતા નથી. કે જેથી જલાર્થિઓની અગ્નિ આદિમાં પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ આવે.