Book Title: Yogshatak Granth Ek Aadhyayan Author(s): Jagruti Nalin Gheewala Publisher: Antarrashtriya Jainvidya Adhyayan Kendra View full book textPage 8
________________ છે. તદુપરાંત યોગશતક ગ્રંથમાં વર્ણિત યોગનાં અધિકારી એવા શ્રાવક અને શ્રમણ ધર્મનાં અણુવ્રતો - મહાવ્રતોનો ટૂંકો પરિચય આપેલ છે. દ્વિતીય પ્રકરણમાં ‘યોગ’ શબ્દને અનુસરી યોગનો અર્થ અને તેનું લક્ષણ. યોગ અને યોગીનાં પ્રકારો તેમજ આગમયુગ, મધ્યયુગ અને વર્તમાન યુગમાં યોગનું સ્વરૂપ અને યોગવિષયક સાહિત્ય રચનાઓની શુદ્ધિ આપવામાં આવેલ છે. તૃતીય પ્રકરણમાં ‘જૈનયોગ અને ધ્યાન' નાં સ્વરૂપનું વર્ણન છે. આગમયુગમાં ‘તપ’ અને ‘ધ્યાન’ એ જ યોગનું સ્વરૂપ ગણાતું. તેથી ધ્યાનનો અર્થ અને પરિભાષા, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનના ચાર પ્રકારો, ધ્યાનની સફળતાનાં સાધનો, ધ્યાતા - ધ્યેય - ધ્યાનની ત્રિપુટી સાથે વર્તમાન સમયની એક ધ્યાન પદ્ધતિ - પ્રેક્ષાધ્યાનનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ચતુર્થ પ્રકરણમાં જે ગ્રંથનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરેલ છે. તે ‘યોગશતક ગ્રંથ'ના કર્તા ‘યાકિની મહત્તરાસૂનું આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી'નું જીવન અને કવનનું વર્ણન છે. તેમનું જીવન મોક્ષમાર્ગે આગળ વધવા રૂપે યોગના અધિકારી બનવા માટે ખૂબજ પ્રેરણા રૂપ છે. પાંચમું પ્રકરણ બે વિભાગમાં વિભાજિત કરેલ છે. ભાગ-૧ અને ભાગ-૨ જેમા ભાગ-૧માં યોગશતક ગ્રંથના સંક્ષિપ્ત પરિચય સાથે યોગના અધિકારી જીવો, દરેકની ભૂમિકાને અનુરૂપ યોગ્ય ઉપદેશ, યોગસાધના દ્વારા ગુણસ્થાકની વિધિ વગેરેનું વિગતવાર વર્ણન કરેલ છે. પ્રકરણ-૫ ભા-૨માં જીવ અને કર્મનો સંબંધ રાગ-દ્વેષ-મોહનું સ્વરૂપ, મૈત્ર્યાદિ ચાર યોગભાવના, યોગીમહાત્માની આહાર વિધિ, યોગનાં બળે પ્રાપ્ત થતી લબ્ધિઓ વગેરેનું વિસ્તૃત વર્ણન છે. ઉપસંહારમાં યોગોનો સાર-નિષ્કર્ષ તારવવામાં આવેલ છે. શોધનિબંધ અધ્યયન એક નવી જ દ્રષ્ટિ આપે છે દિન પ્રતિદિન સતત સમભાવ કેળવતા યોગમાર્ગના પથિક બનીએ એજ અભિલાષા.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 150