Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વાત્સલ્યવારિય
સુરદેવ
ગણરCIIII
સ્વામી
- પ.પૂ.સા. પુયરેખાશ્રીજી તપસ્વસમ્રાટ પૂજ્યપાદશ્રીના સાંનિધ્યમાં રહેવાનો લાભ તો ખૂબ ઓછો મલ્યો છે.... પરંતુ પૂજ્યપાદશ્રીના રોમ-રોમે વ્યાપેલી ગુણગરિમા ઘણાના મુખે સાંભળી.. વળી પુણ્યના યોગે એઓશ્રીના કલિકુંડમાં પ્રત્યક્ષ દર્શન થયા.... ત્યારે મન એ વિરલ-વિભૂતિ ઉપર ઓવારી ગયું અહો ! આટલી મોટી વય, વિકૃષ્ટ તપથી સાવ કૃશ બનેલી કાયા સૂર્યોદય બાદ જ પગપાળા વિહાર, ઉનાળામાં ૧૧-૧૨ વાગે સ્થાન ઉપર પધારવું, શાંતિથી ભગવાનની ભક્તિ કર્યા બાદ પુરિમુ પચ્ચખાણે ગામમાંથી આવેલ નિર્દોષ ગોચરી દ્વારા આયંબિલ કરી આરાધનામાં મસ્ત બની જતા... આ સર્વ પ્રત્યક્ષ નિહાળતા અમારા નયનો અશ્રુભીના બની ગયા .... ખરેખર ! પૂજ્યપાશ્રીજીની સાધના ચતુર્થ આરાના સાધકોને યાદ કરાવે એવી | હતી.... તપસ્વીસમ્રાટ ગુરુદેવશ્રીની નિશ્રામાં પુણ્યોદયે જુનાગઢમાં ૧૫ દિવસ રહેવાનો લાભ મળ્યો.... એ વખતે પણ પૂજ્યયાદશ્રીએ અમ હિત ખાતર જીવ માત્રની કલ્યાણની ભાવનાથી અનેકવાર સંવેગરસને વધારનારી, અપ્રમત્તભાવમાં ઓતપ્રોત બનાવનારી હિતશિક્ષા વાંચનાઓ દ્વારા અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજે પણ તે તે દૃશ્ય સ્મૃતિપટ ઉપર આવતાં મસ્તક અહોભાવથી ઝૂકી જાય
- પ.પૂ. સા. ઉજ્જવલદ્યમશ્રીજ જેણે ઉગાર્યું વિષ્ણજે, સંસારના મોહપાશથી જેણે સાચું જગતને, સંસ્કારના શણગારથી; જેણે બચાવ્યું જીલજજે, વિષયના વિષપાનથી,
તે હિમાંશુસૂરિટેજના, ચરણમાં પ્રેમે નમું.....? પ.પુ. વાત્સલ્યવારિધિ તપસ્વીસમ્રાટ આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું જીવન અનેક ગુણરૂપી પુષ્પોથી મઘમઘાયમાન હતું. મને વિમાસાણ થાય છે કે પૂજ્યશ્રીના કયા અને કેટલા ગુણોનું વર્ણન કરે ?
I
!! છે કે છે ?
- પૂજ્યપાદશ્રીજીના અણુએ-અણુએ શુભભાવથી ભાવિત થયેલ તપ તથા શાસનનો અવિહડરાગ અવિસ્મરણીય રહેશે... સંઘ એકતા માટે ભીષ્મ પ્રતિજ્ઞા કરી શાસનની મહાન સેવા કરી છે.... ! આટલા મોટા પદ ઉપર બિરાજમાન થયા બાદ પાણ સાદગી શુદ્ધાચાર એઓશ્રીના જીવનનો મૂલમંત્ર હતો. પૂજ્યપાદશ્રીજી માત્ર તપસ્વસમ્રાટ નહોતા પણ અભ્યન્તર જગતના ય સમ્રાટ હતા.
પૂજ્યપાદશ્રીજીના સિદ્ધમત્રે સમાન વાસક્ષેપથી અમારા એક સાધ્વીજી મહારાજને ૧૪૪૪ આયંબિલની તપસ્યામાં આગેકૂચ આદરી, પૂજ્યપાદશ્રીજીના પ્રભાવે પૂર્ણતાની સફળતાને પામ્યા...! પૂજ્યપાદશ્રીજી અમારી આસ્થા-શ્રદ્ધાનું પરમ સ્થાન હતા... ! પૂજ્યપાદશ્રીજીના સ્વર્ગગમનથી શાસનને મોટી ખોટ પડી
ઓ સ્વર્ગસ્થગુરુદેવશ્રી ! આપશ્રી જ્યાં હો ત્યાંથી આશિષની વર્ષા વરસાવો... જેથી અમે પણ અભ્યન્તર આરાધનાને પ્રાપ્ત કરી તપધર્મ દ્વારા આત્મ કલ્યાણ સાધીએ એ જ શુભેચ્છા ..!
IVE & Personal
org
૮૬.