Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ખમાસમણા કઇ રીતે આપ્યા ? તે કંઇ સમજણ ન પડી. કદાચ, કુદરતનો આ સંકેત હશે. વળી ત્રણ ચાર દિવસ પછી દાદાના ચશ્મા બનાવવા માટે ઉપાશ્રય જવાનું થયું અને પછી તો એવું બન્યું કે આ વિરલવિભૂતિના દર્શન એ મારો નિત્યક્રમબની ગયો. જ્યાં સુધી તેમના દર્શન ન થાય ત્યાં સુધી મારું મન આકુળ વ્યાકુળ થઈ જતું. સવારે દુકાને જતા પહેલાં અને રાત્રે દુકાનેથી આવી ઉપાશ્રય જતો. રાત્રે ૧૦ થી ૧ તેમની સાથે ધાર્મિક ચર્ચાઓ થતી. જેના પરિણામે મેં ડુંગળી, લસણ, બટેટાનો સદંતર ત્યાગ કર્યો તથા જિનપૂજાની શરૂઆત કરી. તેમજ દરેક સાધુ-સાધ્વીજી ભગવંતોના દર્શન-વંદનનો લાભ લેવા લાગ્યો.
આમ, મારા જીવનમાં દાદાનું સ્થાન ફક્ત આચાર્યમહારાજ જ નહીં પરંતુ મને ધર્મ પમાડનાર એક ધર્મગુરુ તરીકે છે. મારા હૃદયમાં તેઓ બિરાજમાન છે અને હરહંમેશ રહેશે. તેઓના સંપર્કથી જ હું ધર્મ તરફ વળ્યો.
૯૬ વર્ષની ઉંમર હોવા છતાંય ક્યારેય કોઈ દર્શનાર્થીઓને તેમણે નિરાશ કર્યા નથી. દરેકને વાસક્ષેપ નાખી આપતા. દાદા તેમના અંતિમદિવસોમાં ઘણા બિમાર રહ્યા. હાથમાં ગાંઠ હોવાથી ખૂબજ દુઃખાવો થતો છતાં દર્શનાર્થીઓને વાસક્ષેપ નાંખવામાં કોઇ ખચકાટ ન કરતાં. અરે ! પૂજ્યશ્રીને ખોટો શ્રમન પડે તેથી અમારે તેમનો વાસક્ષેપનો વાટવો સંતાડી દેવો પડતો હતો.
આમ, દાદાના સંપર્કમાં આવનાર અનેકોના જીવનનું પરિવર્તન થયું છે ફક્ત જૈન જ નહીં જૈનેતરો પણ તેમના સંપર્કમાં આવી જૈનધર્મના માર્ગે આગળ વધ્યા. કેટલાય યુવાનોએ જિનદર્શન, પૂજા, કંદમૂળ ત્યાગ, સામાયિક, રાત્રિભોજન ત્યાગ, જેવા અનેક નિયમો દાદાના સંપર્કમાં આવી લીધા. આવા મહાન દાદા માગસર સુદ ચૌદસના દિવસે આપણને બધાને છોડી ચાલ્યા ગયા.
પૂ. આચાર્યદેવના ચરણોમાં મારા હાર્દિક કોટિ કોટિ વંદન
Jan Education international
તપસ્વી સમ્રાટને શત શત વંદન સંઘવી રસિલાબેન કાન્તિલાલ (જુનાગઢ) પૂજ્યશ્રીની રાત-દિવસ જોયા વિના વૈયાવચ્ચ કરનાર પૂ. મુનિ શ્રી હેમવલ્લભ વિ. મ. સા.ની પ્રેરણાથી સં. ૨૦૫૮ની સાલમાં શ્રી ગિરનારજીની તળેટીમાં ચાતુર્માસ કરવાનો અવસર પ્રાપ્ત થતાં ચાતુર્માસ કરેલ હતું. તપ, જપ, વ્રતનો યજ્ઞ મંડાયો !
શ્રી ખીરના એકાસણા, આયંબિલ તપ, વર્ધમાન તપનો પાયો, ઉપવાસ, અક્રમવગેરે જપ, તપ, વ્રત વગેરે પૂજ્યશ્રીના આશીર્વાદથી આરાધના સાધના કરેલ હતી. પૂ. આચાર્ય મ. સા. નું સ્વાસ્થ્ય કથળતું જતું હતું.
પૂ. મુનિ શ્રી હેમવલ્લભ વિ. મ.સા.પણ આરાધના વિધિમાં ચુસ્ત હતા. અપ્રમતભાવે અમોને ખૂબ સુંદર વિધિપૂર્વક આરાધના કરાવતા હતા ! પૂજ્યશ્રીના આશીર્વાદથી અમારા જીવનમાં ધર્મ પ્રત્યે રુચી જાગી. મારા જીવનમાં માંડ માંડ નવકારશી સુધી તપ થતો, પણ પૂજ્યશ્રીની નિશ્રા-વ્યાખ્યાન શ્રવણ આરાધનાથી અમો આગળ વધ્યા. પૂ. ગુરુદેવની સંયમની કઠોરતા-વાત્સલ્યભાવ, ઘોર તપ, તેમાંય શ્રી નેમિનાથદાદાની ભક્તિ-પ્રસન્નમુખ જોતાં શિર ઝૂકી જાય છે.
ગિરનાર તળેટીમાં ચાતુર્માસનો આનંદોદધિ સમાતો નથી.
પૂજ્ય ગુરુદેવના અંતિમદર્શન માટે દોડાદોડમાં – ધક્કામૂકકીમાં-માંડ માંડ દર્શન – વંદન થયાં. મુખપરની આભા આશિષ આપી રહી હતી.
એક જ નતમસ્તકે પ્રાર્થના ! ગુરુદેવ જ્યાં બિરાજતા હો ત્યાંથી અમપર આશીર્વાદ વરસાવશો !
તપસ્વીસમ્રાટને વંદન....!
पूण्यश्री गुगोना
For Private & Personal Use Only
ecalls? Edll...
૧૫૦
www.hitellbrary