Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
મહારાજશ્રીની યાત્રા
ચૌધરી મોહનભાઇ કરસનભાઇ (માણેકપુર) માણેકપુરના પટેલભાઇ પૂજયશ્રીના સંપર્કમાં આવતા પૂજ્યશ્રીની કૃપા પ્રાપ્ત કરી ધર્મનાં રંગે રંગાઇ ગયા. તેઓએ તેમનાં ભાવુક ભાવો અહીં વ્યક્ત કર્યા છે.
પ.પૂ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબે જ્યારે માણેકપુર ગામે ચાતુર્માસ કર્યું હતું ત્યારે અમો મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવા દરરોજ સવારે જતા. અમને તેમના વ્યાખ્યાનમાં એટલો બધો રસ પડેલો કે એક દિવસ પણ ચૂકતા નહીં. મહારાજશ્રી જે બોલતા તે હું ચોપડીમાં લખી લેતો અને ઘરે આવીને તેનો અભ્યાસ કરતો. તેઓ દૃષ્ટાંત સાથે વ્યાખ્યાન કરતા, આ બધુ જ હું લખી લેતો.
મહારાજશ્રીએ અમને કહ્યું કે હું તમને નવકારમંત્ર આપું છું તે તમો મોંઢે કરી લાવો, અમે નવકાર મંત્ર મોંઢે કર્યો. મહારાજશ્રીએ સુવર્ણ ગુફામાં બેસીને ૨ કલાકના સમયમાં જેટલી થાય તેટલી માળા ગણવાનું અમને કહ્યું, અમે ગુફામાં બેસીને તે પ્રમાણે દરરોજ માળા ગણતા.
એક વખત મહારાજશ્રીએ કહ્યું કે તમારે કાલથી અટ્ટમ - ત્રણ દિવસના ઉપવાસ કરવાના છે, આવા ઉપવાસ મેં કદી કરેલા નહોતા. પણ મહારાજશ્રીના કહેવાથી કર્યા. રાત્રે શરીરમાં ધબકારા વધી ગયા, હિંમત રાખીને રાત તો પસાર કરી, અમારા ધર્મમાં ઉપવાસમાં દૂધ પિવાય એટલે સવારે મેં દૂધ પી લીધું. આ વાતની મહારાજશ્રીને ખબર પડતાં એમણે મને કહ્યું કે ‘તમે ઉપવાસ ભાંગ્યો તેનું તમને પાપ લાગશે.' મેં કહ્યું ‘મહારાજ મને આ પાપમાંથી બચાવો.' મહારાજશ્રીએ આયંબિલ કરી પ્રાયશ્ચિત કરવાનું કહ્યું.
| ચાતુર્માસ પુરું થયું એટલે મહારાજશ્રી એ અમને કહ્યું કે ‘મારી ઇચ્છા હવે યાત્રા કરવાની છે. અહીંથી મહુડીના દર્શન કરીને આગલોડ થઇને વડનગર થઇને તારંગા પહોંચવાનું છે. તમારે મારી સાથે રહેવાનું છે. અને પછી શંખેશ્વર જઇ ત્યાંથી પાલીતાણાની યાત્રા કરીને જૂનાગઢ યાત્રા પુરી કરવાની છે માટે તમારે મારી સાથે
ચાલવાનું છે.' મહારાજશ્રીના કહ્યા મુજબ એ રીતે બધે યાત્રા થઇ. શંખેશ્વરમાં સાહેબે મને અકૅમકરવાનું કહ્યું. મેં સાહેબને કહ્યું કે મારાથી ઉપવાસ નહી થાય તો ? સાહેબે કહ્યું કે ચિંતા ન કરો તમારે મારી પાસે સવારે ને સાંજે બે વખત વાસક્ષેપ નંખાવવો જેથી તમને કશું જ નહીં થાય. સાહેબના કહેવાથી અમે ઉપવાસ કર્યા અને ખરેખર, બહુ જ સરસ ઉપવાસ થયા.
શંખેશ્વરના વિહારમાં મહારાજશ્રી થોડાં ચાલે ને શ્વાસ ચઢે એટલે તે બેસતા. અમો પણ તેમની સાથે જ રહેતા અને તેઓ જ્યાં જ્યાં બેસતા ત્યાં થોડો સત્સંગ કરતાં. તેઓ કહેતા કે “મોટાભાગની દુનિયા સંસારના સુખ માટે ધર્મ કરી રહી છે. મોક્ષ માટે પ્રયત્ન કરનારા તો ગણત્રીના છે. જેને પાપનો ડર છે તે જ સાચો ધર્મ કરી. શકે. આપણે ક્યારેય પાપ થાય તેવી સલાહ આપવી નહીં. આપણાથી કોઇ અપરાધ થયો હોય તો ગુરુ આગળ આલોચના કરવી અને માફી માંગવી. ગુરુના દર્શન પણ ગુરુ જેવા થવા માટે કરવાના.’ આ રીતે સત્સંગ કરતા કરતા અમે શંખેશ્વર પહોંચ્યા. અમે મહારાજશ્રીને વંદન કરીને માણેકપુર આવ્યા. મહારાજશ્રીનું ચાતુર્માસ અમદાવાદ થયું. ચાતુર્માસ પછી અમદાવાદથી પાલીતાણાના સંઘમાં જવા માટે મહારાજશ્રીએ અમને માણેકપુરથી બોલાવ્યા. મહારાજ સાહેબે જણાવ્યું કે “આ સંઘમાં આયંબિલ કરે તે જ આવી શકશે.' અમને તો આયંબિલ કરવાનું તો બહુ જ ગમતું હતું તેથી આયંબિલ કરીને સંઘમાં જોડાયા, અને આ સંઘ પાલીતાણા પહોંચ્યો. અમે દાદાના દર્શન-પૂજા કરી માણેકપુર પાછા વળ્યા.
મહારાજ સાહેબ ઘેટી ચાતુર્માસ કરવા ગયા અને અમને ચોમાસામાં અઠ્ઠાઇ કરવા ઘેટી બોલાવ્યા, અમો ઘેટી પહોંચી ગયા. અમારામાંથી એક ભાઇએ અટ્ટાઇ કરીને બીજા ભાઇઓએ ઉપવાસ, એકાસણા કર્યા. દસ દિવસ મહારાજજી સાથે રહ્યા. ચાતુર્માસ પછી પાલીતાણાથી ગિરનારનો સંઘ હતો, અમો સંઘમાં જોડાયા અને જુનાગઢ પહોંચ્યા. આ રીતે મહારાજ સાહેબ સાથેનો જૂનાગઢનો અમારો સંઘ પૂરો થયો. ત્યારબાદ મહારાજશ્રીના અંતિમદર્શન કરવાના સમાચાર આવ્યા ને અમો તુરત
૧૫૨
Jain Education Internationa