________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૧૫ બીજા વચ્ચે યુદ્ધ ખેલવાનું નક્કી કરે છે. ઈતિહાસનું આ વર્ષ ઈ. સ. પૂર્વે ૪૩૧ ની સાલનું છે. ત્યારે એથેન્સ સાગરનું સૌથી મોટું મથક હતું અને સ્માર્ટ પાસે સૌથી મોટું જમીન લશ્કર હતું. આ બન્ને વચ્ચેના આંતરવિગ્રહનું વર્ણન કરતાં ઘુસીડાઈડિસ કહેતે હતો કે ઈતિહાસનું એ જ્ઞાન માનવસમુદાયના જીવન વ્યહવારોનું જ્ઞાન છે. જીવન વ્યવહાર બનતા ઈતિહાસના વિશાળ અનુભવ અથવા હકીકતમાંથી માનવજાત ધારે તો ઘણું શીખી શકે તેમ છે. હું ઈતિહાસ એટલા માટે લખું છું, કે જેથી અમારે આંતરવિગ્રહને રાષ્ટ્રિય અનુભવ જગતના માનવસમુદાયને કામ આવે. યુસીડાઈડિસ આ આંતરવિગ્રહને નજર સામે દેખતે હતે. એ પિતે આ વિગ્રહની શરૂઆતનાં થોડાં વર્ષ સુધી એથેન્સના લશ્કરી સરદારોમાંને એક હતે. પછી એલરશ નામના ગ્રીક નાગરિકનો દીકરો યુસીડાઈડિસ પિતાની લશ્કરી ફરજ ઉપર એમ્ફીલિસ પહોંચતાં મોડો પડે અને લશ્કરી અદાલતે એને દેશનિકાલ કર્યો.
એટલે ગ્રાસના આંતરવિગ્રહના દશમા વર્ષે યુસીડાઈડિસ આ વિગ્રહને બનાવને દેખતે ઈતિહાસ લખવા બેઠો. આ લેખનમાં એના ઈતિહાસના આરંભથી તે અંત સુધી એને આખે ઈતિહાસ યુદ્ધનું વર્ણન બન્યો. એણે ઇતિહાસ લખતાં યુદ્ધ નામની સંસ્થા પર જાણે એક મેટે નિબંધ લખી નાખે. એણે યુદ્ધનાં કારણો અને પરિણામોની છણાવટ કરી. યુદ્ધનાં કારણોની છણાવટ કરતાં એણે સાબિત કર્યું કે “સત્તા અથવા અધિકારના માલિકનું જે કઈ તંત્ર હોય છે તે તંત્ર પોતાના ક્ષુક લેભને જ હંમેશાં યુદ્ધનું કારણ બનાવતું હોય છે. શુદ્ધ લેભનું આ સ્વરૂપ વધારે અને વધારે અધિકાર માગીને માનવજાતને કચડવા માગતું હોય છે. ગ્રીક ધરતી પર સર્વસંહાર કરતા આ આંતરવિગ્રહના કારણમાં. એથેન્સ લેકશાહી સત્તાવાળું છે તથા પાર્ટીના રાજ્યવહિવટનું સ્વરૂપ તેના કરતાં જુદુ છે, તે નથી પરંતુ એ બન્નેના વહિવટ શુકલેભની રીતે સમાન છે તે છે.”
યુસીડાઈડિસે ઈતિહાસના અંતમાં જણાવ્યું કે ગ્રીસ ધરતી પર માનવજાતની જીવનઘટના પરાજય પામી. આ આંતરવિગ્રહથી ગ્રીસ, જગતની આગેકૂચને મદદ કરી શકયું નથી. યાદવાસ્થળી કરીને ગ્રીસ દેશ પોતે પરાજ્ય પામીને
જ્યાં શમી જાય છે ત્યાંથી આગળ ડગ ભરતાં હવે એને અનેક સૈકાઓ વહી જશે. આ રીતે ગ્રીસના પ્રાચીન જમાનાએ જન્માવેલાં સંસ્કૃતિનાં સ્વરૂપમાં ઈતિહાસકારે પણ પાછળ રહ્યા નથી તથા ગ્રીક જીવનના બે મુખ્ય તબક્કાના આ બે મૂખ્ય ઈતિહાસકારોએ વિશ્વ ઈતિહાસના એક સળંગ પ્રકરણ તરીકે પિતાના ઈતિહાસની નિષ્પક્ષ રજુઆત કરી છે.