Book Title: Vishva Itihasni Ruprekha
Author(s): Chandrabhai Bhatt
Publisher: Chandrabhai Bhatt

View full book text
Previous | Next

Page 834
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા ધારણ કરીને ઈ. સ. ૧૯૨૯થી શરૂ કર્યું. હિંદ વિમુકિતના દાદા દાદાભાઈ નવરજીએ જયાં સુધી આ કાર્યને ઈગ્લેંડમાં આગળ વધાર્યું હતું ત્યાંથી આગળનું કામ, ક્રષ્ણ મેનને આરંખ્યું. અહીં લેબર પાટીને પણ સભાસદ બનીને, ઈન્ડીયાલીગ તથા, પેલીકન ગ્રંથમાળાના તંત્રી પદેથી, ઉપરાંત ત્યાંજ બેરીસ્ટરની કારકીદી શરૂ કરીને, મેનને વિમુકિનું પ્રચારકાર્ય ચાલુ રાખ્યું. ઇગ્લેડે નહીં દીઠેલા એવા, આ મહાન બની ગએલા વકીલને માટે, રાષ્ટ્રવિમુકિતની વકીલાત શિવાયનાં બધાં ક્ષેત્રો ટુંકાં બન્યાં. આ વકીલાતજ મુદો લઈને રસ્તાઓ પરથી, ઉભારહીને અને હાઇડ પાર્કના ખુણાપરની સાબુની પેટી પર પગ ગોઠવીને એણે પિતાના રાષ્ટ્રની વિમુકિતને કેસ રજુ કર્યા કર્યો, તથા ત્યાંની કેબીયન સમાજવાદી સંસ્થામાં પ્રવેશ કર્યો. લંડનમાં જ એની પહેલી મુલાકાત જવાહરલાલ સાથે થઈ. પહેલી મુલાકાતમાં જ મિત્ર બનેલા બનેએ, ઈ. સ. ૧૯૩૬માં સ્પેનીશ ધરતી પર ખૂલ્લી મૂકાયેલી, વિમુકિતની અગ્નિ પરિક્ષાની હૃદયદ્રાવક તસ્વીર સાથે નિહાળી. ત્યાં જ તેમણે શાહીવાદે, ખુશીખુશામત કરીને, ફાસીવાદને દીધેલા છૂટાદોરનું સંહારક સ્વરૂપ નિહાળ્યું, અને વિશ્વવિજય કરવા નીકળતા, હિટલરમુસોલિનીએ શરૂ કરેલા, સ્પેનીશ, માનવે સમુદાયને સંહાર નજરોનજર દીઠે. આ ભયાનક દર્શન દેખવાની તક, મેનન માટે ચાલુ રહી. બીજા વિશ્વયુદ્ધમાં થએલી લંડનનગરની તારાજી એણે ત્યાં રહીને જ દેખી, તથા કાન્સના પતનને અને, સોવિયેટ ભૂમિપરના, ભવ્ય એવા માનવ પ્રાણના વિજયને એણે નિહાળ્યો. યુરેપની ભૂમિ પરથી જ એણે સંયુકત રાષ્ટ્ર સંઘને જન્મ પામતે દીઠે. આવી વિશ્વ ઈતિહાસની રંગભૂમિપર ઉભા રહીને જ એણે વિશ્વરાજકારણને અભ્યાસ અંતરમાં ઉતાર્યો. નૂતન જગતને એણે જન્મ પામતું દીઠું. આ નૂતન જન્મમાં જ, પૃથ્વીના નકશાપર એક બાળ અંકુર ફૂટ હોય તેમ, ભારતની આઝાદીને એણે દેખી. આ દર્શનમાં જ જગતના રાજકારણમાં, વિમુકિતની તસ્વીરમાં સેળભેળ થઈ જતા, શાહીવાદની મરણ પામતી ઘટનાની ભેદનીતિના પણ તંતુઓ એણે દીઠા. નૂતન ભારતવતી સંયુકત રાષ્ટ્ર સંધમાં, રજુ કરવાની કાર્યવાહી લઈને એણે આંતરરાષ્ટ્રિય સંસ્થામાં પ્રવેશ કર્યો તે સાથે જવિમુકિતના રાજકારણની સત્ર સંશુદ્ધિ પામીને, અભય બનેલે એને પ્રાણ શાહીવાદી ઘટનાના પડકાર સમે, સાબીત થશે. આ શાહીવાદી ઘટનાના આગેવાન એવા, અમેરિકન શાહીવાદના એક સાગરીત ભારતમાંથી નવા આવેલા, સુકલકડી, કલેવરને લાકડીના ટેકા પરથી મક્કમ પગલાં માંડતા, મેનનને પૂછયું, “તમારા રાષ્ટ્રની સરકારે, સામ્યવાદી ચીનની સરકારને સ્વીકાર શા માટે કર્યો છે?”

Loading...

Page Navigation
1 ... 832 833 834 835 836 837 838