________________
ગુજરાતી પ્રશ્નોત્તર
યથોક્ત ભાવસૃતથી જે અન્ય છે તે મતિ જાણવી - જે અભિલાપ્ય છતાં વિદ્યમાન એવા ઘટાદિ ભાવો શ્રુતાનુસારિત્વ ભાવે શ્રુતપયુક્તવાળા વિકલ્પતા નથી અને જે અર્થપર્યાયપણે વાચકશબ્દના અભાવે મૂળથી જ બોલવા અશક્ય-અનભિલાપ્ય છે તે જે વિજ્ઞપ્તિમાં પ્રતિભાસ થાય છે તે મતિ જાણવી શ્રુત નહિ. અભિલાપ્ય વસ્તુ વિષયવાળી મતિમાં શ્રુતાનુસારીત્વ હોતું નથી. અને અનભિલાપ્ય વસ્તુવિષયવાળી મતિમાં તો ભાષણની યોગ્યતા જ નથી.
અવધારણ વિધિ -
કદાચિત સંભવમાત્રથીજ જે ભાવોને વક્તા બોલે તે શ્રત છે એમ અવધારણા કરવી નહિ કે બોલનારનું શ્રુત, એમ જે બોલે તે શ્રુત જ છે એવી અવધારણા પણ ન કરાય. કેમકે, કેટલાક અભિલાપ્ય પદાર્થો મતિથી જોયેલા, અવગ્રહથી અવગૃહીત કરેલા ઈહાથી ઈહિત કરેલા અને અપાયથી નિશ્ચિત થયેલા હોય છે તે દ્રવ્યશ્રુતત્વને પ્રાપ્ત કરે છે અને જો બોલનારનું શ્રુત જ છે એવી અવધારણા કરીએ તો આવા પદાર્થો પણ શ્રુત થઈ જાય એ ઈષ્ટ નથી. કારણકે તેમાં શ્રુતાનુસારીત્વના અભાવે શ્રુતનો ઉપયોગ નથી.
ઉપસંહાર
આમ, કેવલ અભિલાખાર્થ વિષયત્વથી સર્વ શ્રુતજ્ઞાન એ શબ્દપરિણામ જ છે અને તે શ્રતાનુસારિત્વથી ઉત્પન્ન થતું જ ઈષ્ટ છે અને શ્રત ૨ પ્રકારનું છે (૧) સંકેતકાલભાવિ પરોપદેશરૂપ શબ્દ, (૨) શ્રુતગ્રન્થ રુપ. અને મતિજ્ઞાન તો બંને રીતે હોય છે – શબ્દપરિણામ અને અશબ્દપરિણામ - અભિલાપ્ય-અનભિલાપ્યપદાર્થ વિષયક અને તેથી શ્રુતાનપેક્ષ સ્વમતિ થી જ વિકલ્પાતા અભિલાપ્ય શબ્દ પરિણામ એમાં પણ પ્રાપ્ત થાય છે. અનિભિલાપ્ય શબ્દ પરિણામ વિષયતામાં ન મળતે છતે અને અનભિલાપ્ય પદાર્થો સ્વયં જણાતા છતા વાચકધ્વનિના અભાવે વિકલ્પવા કે અન્યને બતાવવા શક્ય નથી, જેમકે નાળિયેર દ્વીપથી આવેલો અગ્નિ આદિ અથવા દુધ-શેરડી-ગોળ-સાકર-આદિની માધુર્યતરતમતા વગેરે બતાવી શકતો નથી. અભિલાપ્ય પદાર્થોથી અનંતગુણ અનભિલાપ્ય છે તેથી અભિલાપ્ય-અનભિલાપ્ય વસ્તુવિષયિત્વાત્ શબ્દ-અશબ્દ પરિણામવાળું મતિજ્ઞાન નિશ્ચિત થાય છે. એ રીતે - મતિશ્રુત સ્વામિ-કાલ-આદિથી અવિશેષ હોવા છતાં ભિન્નરૂપવાળા માનવા. કારણ કે ઉક્ત ન્યાયથી એક ધ્વનિપરિણામ છે અને બીજો ઉભય પરિણામ છે.
આ રીતે ૧૨૮મી લખેલી મૂળગાથાના પૂર્વાર્ધની વ્યાખ્યા કરી હવે તેના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતા કહે છે “રૂયરત્ન વિ ટો' ઇત્યાદિ -