Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 369
________________ ૩૫૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૮૮ – રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણ તરીકે કેમ નથી કહેતા? ઉત્તર-૬૮૮ – વ્રતધારી સંયતને જ તે રાત્રિભોજનવિરમણ મૂળ ગુણ છે. શેષ-શ્રાવકોદેશવિરતોને તો એ ઉત્તર ગુણ છે. કેમકે, તે તપની જેમ આહારવિરમણ રૂપ છે. અથવા તનિશિમોનનવિરમાં તપ પવ, ગણનત્યારુપૂત્વા, વતુથતિવ, તપ એ ઉતરગુણ જ છે એટલે એ પણ ઉત્તરગુણ છે મહાવ્રતસંરક્ષણાત્મત્વાન્ સમિતિવત્ પ્રશ્ન-૬૮૯- તો એ ઉક્તિથી સંયતને પણ તે મૂળગુણ ન થાય? ઉત્તર-૬૮૯ – છતાં પણ સંયતને સમસ્તવ્રતાનુપાલનના લીધે તે મૂળગુણ કહેવાય છે. મૂળગુણના ગ્રહણથી સાક્ષાત્ અનુપાત છતાં તે ગ્રહણ કરેલું જ જાણવું. પ્રશ્ન-૬૯૦ – મૂળગુણગ્રહણમાં તેનું ગ્રહણ કઈ રીતે થાય? ઉત્તર-૯૯૦ – કારણ કે રાત્રિભોજન વિરમણવિનાના-મહાવ્રતાદિ મૂળગુણો પરિપૂર્ણ થતા જ નથી. એટલે, મૂળગુણ ગ્રહણમાં તેનું ગ્રહણ અર્થથી જાણવું. જેમકે રાત્રિમાં ભોજન કરવામાં રાત્રિમાં અચક્ષુ વિષયમાં ભિક્ષામાટે ફરવાથી, અગ્નિ આદિના સ્પર્શથી, પૂર્વપશ્ચાત્કર્માદિ અનૈષણાદોષ દુષ્ટ આહાર ગ્રહણથી પ્રાણિપાતવ્રતનો ઘાત. અંધકારના લીધે પડેલા સુવર્ણાદિ દ્રવ્યના ગ્રહણથી અને રાત્રિના પરિભોગના સંભવથી શેષવ્રતોનો વિલોપ. એ રીતે રાત્રિભોજન વિરમણવિના પ્રાણાતિપાતવિરતિ આદિ મૂળગુણો સંભવતા જ નથી એટલે તેના ગ્રહણમાં અત્યંત ઉપકારી હોવાથી અર્થથી તે ગૃહીત જ છે. પ્રશ્ન-૬૯૧– જો તે રાત્રિભોજન વિરમણવ્રત મૂલગુણોપકારી હોવાથી મૂળગુણ કહેવાય તો તપ વગેરે બધાય મૂલગુણો થઈ જાય તે પણ ઉપકારી છે. એટલે ઉત્તરગુણની કથા પૂરી. જો તે તપ વગેરે મૂળગુણો ન થાય તો તે રાત્રિભોજન વિરમણ પણ મૂળગુણ ન થાય, કારણકે ઉપકારિપણું તો બધા માં સરખું જ છે. એ રીતે પૂર્વાપર વિરોધ ન માનતા આપને આપત્તિ આવે. તે આ રીતે તમે જ કહ્યું છે-મહાવ્રતના સંરક્ષણથી સમિતિની જેમ એ ઉત્તરગુણ છે અને અત્યારે કહો છો-મહાવ્રતના સંરક્ષણથી એ મૂળગુણ છે? ઉત્તરઃ-૬૯૧ – એમાં વિરોધ જેવું શું છે? રાત્રિભોજન વિરમણ ઉભયધર્મક છે. તેના આરંભજન્ય પ્રાણાતિપાતાદિથી અનિવૃતથી ગૃહસ્થને ઉત્તરગુણ છે રાત્રિભોજનમાં પણ મૂળગુણોના અખંડથી અત્યંતોષકારાભાવથી સંયતને તો તે મૂળગુણ છે. તેના આરંભજન્ય પ્રાણાતિપાતથી નિવૃત હોવાથી અને રાત્રિભોજનમાં તેનો સંભવ હોવાથી એટલે તે કરવામાં મૂળગુણોના ખંડનથી તેના વિરમણમાં તો તેમના સંરક્ષણથી અત્યંત ઉપકારથી તે મૂલગુણ છે. તપ વગેરે આ રીતે અત્યંતોપકારી ન હોવાથી ઉત્તરગુણ છે.

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408