________________
૩૭૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
સમયક્ષેત્રથી અન્યત્ર હોતો નથી. અને અહીં વર્તનાદિરૂપ વિવક્ષિત નથી. ત્યાં તે ક્ષેત્રગ્રહણથી જ ગૃહીત છે. અને અહીં પર્યાયો ધર્મ-અધર્મ-પુદ્ગલ-જીવાસ્તિકાય દ્રવ્યસંબંધિ વિવક્ષિત છે. તે અલોકમાં છે જ નહિ. અને આકાશ સંબંધિ અગુરુલઘુ પર્યાયો ક્ષેત્રગ્રહણથી જ ગૃહીત હોવાથી અહીં વિવક્ષિત નથી. આ રીતે અલોકમાં દ્રવ્યાદિ ત્રણેનો અભાવ છે.
દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ ત્રણેમાં કાલ ભજનાથી છે, સમયક્ષેત્ર ન્તર્વતિ એ ત્રણમાં કાળ છે. તેના બહારવર્તિમાં એ કાળ નથી.
દ્રવ્યાદિમાં આઘારતા-આધેયતા :
દ્રવ્ય પર્યાયોનો આધાર થાય છે. અને ક્ષેત્રમાં આધેય થાય છે. ભાવ કાલનો આધાર છે. અને દ્રવ્યમાં આધેય થાય છે. ક્ષેત્ર-આકાશરૂપ સર્વ ધર્મ-અધર્મ-પુદ્ગલ-જીવ-કાલ દ્રવ્યો અને અગુરુલઘુ પર્યાયોનો આધાર જ છે. સર્વ વસ્તુઓ ત્યાં જ અવગાઢ હોવાથી અને તે સ્વપ્રતિષ્ઠિત હોઈ અન્યત્ર આધેયત્વાયોગથી આધેય નથી. કાળ નિયમા આધેય જ થાય છે આધાર નહિ. તે દ્રવ્યપર્યાયોમાં જ રહેલો છે. અને તેમાં અન્ય ન રહેલા હોવાથી. આ રીતે નામાદિ ભેદથી સાત પ્રકારનો અનુયોગ કહ્યો. તેનાથી વિપરિત તે અનનુયોગ. હવે આ બંનેના ઉદાહરણો કહે છે.
અનનુયોગનાં દૃષ્ટાંતોઃ- (૧) દ્રવ્યાનનુયોગમાં વત્સ-ગીનું ઉદાહરણ (૨) ક્ષેત્રમાં કુલ્થનું (૩) કાળમાં સ્વાધ્યાય (૪) વચનમાં- (૧) બધિરનો ઉલ્લાપ (૨) ગ્રામેયક (૫) ભાવમાં – (૧) શ્રાવક પત્નિ (૨) સાપ્તપદિક પુરુષ (૩) કોંકણદારક (૪) નોળિયો (૫) કમલામેલા (૬) શંબનું સાહસ (૭) શ્રેણિકનો કોપ.
૧.વત્સ-ગૌનું દ્રવ્યાનનુયોગ-અનુયોગમાં ઉદાહરણ :- જેમ કોઈ શબલાદિ ગાય અન્ય બહુલાદિ અન્ય ગાયના વાછરડાને ગોદોહક દ્વારા નિયુક્ત કરતાં અનનુયોગ માનીને તેના નિયોગથી સારી રીતે દુધ આપતી નથી. એટલું જ નહિ અન્ય ગાયનું દુધ આગળ મુકેલું પણ ઢોળી નાંખે અથવા દેહઉપરોધ લાત મારવાદ્વારા જાનુભંગાદિથી શરીર પીડા પણ કરે. એ રીતે વ્યાખ્યાતા જ્યારે જીવાદિ દ્રવ્યને અજવાદિ ધર્મોથી અને અજીવાદિ દ્રવ્યને જીવાદિધર્મોથી પ્રરૂપતો તે દ્રવ્ય અનસુયોગથી દુધસ્થાનીય ચારિત્રને આપતું નથી. એટલું જ નહિ અનનુયોગ કરનારનો પૂર્વપ્રાપ્ત ચારિત્રનો ઉપઘાત કરે છે. અને આવી પ્રરૂપણામાં પ્રવૃતને રોગાદિ ઉત્પત્તિથી શરીર પીડા કરે છે અને...
जीणवयणासायणओ उम्माया-ऽऽतंक-मरणवसाणाई । पावेज्ज सव्वलोयं स बोहिलाहोवधायं च ॥