Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ પૂર્વક વિનય કરવો જોઈએ. વસ્ત્ર, પાત્ર, શય્યા, આસન, અશન, પાન વગેરે દ્રવ્ય છે. લખવા, વાંચવા, બેસવા, ઊઠવા, ઊંઘવા વગેરેની જગ્યા ક્ષેત્ર છે. તે તે કાર્ય કરવાના સમય સ્વરૂપ કાળ છે અને તેઓશ્રીની શરીર કે મન વગેરેની અવસ્થા ભાવ છે. અનુકૂળ દ્રવ્યાદિને આશ્રયીને અને પ્રતિકૂળ દ્રવ્યાદિના વર્જનને આશ્રયીને વિવેકપૂર્વક વિનય કરવો જોઈએ. | વિનય માટે યોગ્ય વ્યકિત(પૂજનીય)ઓમાં નાનામોટાનો ખ્યાલ રાખી વંદનાદિ વિનય કરવો જોઈએ. તેમ જ વૈયાવૃત્યની કોને કેટલી આવશ્યક્તા છે : એનો ખ્યાલ રાખી વૈયાવૃજ્યસંબંધી, ક્રમાનુસાર વૈયાવૃજ્યાદિ વિનય કરવો જોઈએ... ઈત્યાદિ આશયને જણાવવા માટે શ્લોકમાં યથાસ્થાનમ્ આ પાઠ છે. અંતે એ રીતે વિવેકપૂર્વક વિનયનું આરાધન કરી આપણે સૌ પરમાનંદના ભાજન બનવા પ્રયત્નશીલ બની રહી છે એ જ એક શુભાભિલાષા. ૨૯-૩૨ાા इदियश्रीद्वात्रिंशदद्वात्रिंशिकायां विनयद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥

Loading...

Page Navigation
1 ... 47 48 49 50