Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023233/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત વિના ન બત્રીશી એક-પરિશીલના સંકલાના પૂ.આ.ભ.શ્રી.વિ, ચન્દ્રગુપ્ત સૂમ, નાની પ્રકાશ8. શ્રીકોશનીથTM®gીલિજીયાટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિતં ત્રિશ-ત્રિશિલા' પ્રકરણાન્તર્ગત વિનય બત્રીશી - એક પરિહિત : પરિશીલન : પૂ પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ મ.સા. ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્રસૂ મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમસૂમ મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમસૂ. મ. : પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ મારિક સહકાર : ભૂરીબા મથુરદાસના પુણ્યસ્મરણાર્થે હ. જયંતિભાઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિનય બત્રીશી-એક પરિશીલન - ૨૯ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૬૧ નક્લ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જેન રીલીજીયસ ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ પ્રમોદભાઈ છોટાલાલ શાહ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૧૦૨, વોરા આશિષ, ૫. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન ફિલેટ્સ પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭ અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ કોમલ કબૂતરખાનાની સામે, છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. : આર્થિક સહકાર : ભૂરીબા મથુરદાસના પુણ્યસ્મરણાર્થે હ. જયંતિભાઈ : મુદ્રણ વ્યવસ્થા : સન ગ્રાફિકસ (સમીવાળા) પ૭/૬૧, ગુલાલવાડી, બીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૪૬ ૮૬૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે.. અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માએ ઉપદેશેલી અને સ્વયં આદરેલી દીક્ષાનું વર્ણન અઠ્ઠાવીસમી બત્રીશીમાં ક્યા પછી આ વિનય બત્રીશીમાં દીક્ષાને સફળ બનાવવા માટેના ઉપાય સ્વરૂપે વિનયનું વર્ણન કર્યું છે. આ બત્રીશીના નામથી જ તેમાં નિરૂપણ કરાયેલા વિષયનો આછો-પાતળો ખ્યાલ આવી જ જાય છે. ખરી રીતે તો આ બત્રીશીનું વાંચન-મનન કરવાથી વાસ્તવિક વિનયનું જ્ઞાન ખૂબ જ સરળતાથી થઈ શકે છે. વિનયનો પરિચય આપવાની વસ્તુત: અહીં આવશ્યકતા નથી. પરંતુ અત્યંત સંક્ષિસરુચિવાળા આત્માઓ માટે અત્યંત ટૂંકો આ પ્રયાસ | શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી આવશ્યકસૂત્રનિર્યુક્તિ અને વ્યવહારભાષ્ય... વગેરેમાં નિરૂપણ કરાયેલા વિનયના સ્વરૂપાદિનું અહીં મુખ્યપણે નિરૂપણ છે. “શીઘ્રપણે કર્મોને દૂર કરે છે તેથી તેને વિનય કહેવાય છે, જે મોક્ષસ્વરૂપ ફળથી શ્રેષ્ઠ એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ છે.''-આ રીતે તેના નિરૂપણનો પ્રારંભ કર્યો છે. બીજા શ્લોકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનયના પાંચ પ્રકાર દર્શાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના અનુક્રમે આઠ આઠ આઠ અને બાર પ્રકારને લીધે એ વિનયના ચાર પ્રકારના કુલ છત્રીસ પ્રકાર ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી ઉપચારવિનયનું વર્ણન વિસ્તારથી કરાયું છે. પ્રતિરૂપ યોગ (ઉચિત આચરણ) અને અનાશાતના : આ બે પ્રકાર ઉપચારવિનયના છે. એમાં પ્રથમ ઉપચારવિનયના મન, વચન અને કાયાને આશ્રયીને ત્રણ પ્રકાર ત્રીજા શ્લોકમાં જણાવ્યા છે. ચોથા શ્લોકમાં કાયિક ઉપચારવિનયના આઠ પ્રકાર જણાવીને પાંચમા શ્લોકમાં વાચિક વિનયના ચાર પ્રકાર અને છઠા શ્લોકમાં માનસ વિનયના બે પ્રકાર જણાવ્યા છે. એમાં છમસ્થ જીવોને આશ્રયીને અને શ્રી કેવલીભગવંતને આશ્રયીને જે ભેદ છે તે ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યો છે. આ રીતે પ્રથમ ઉપચારવિનયના ચૌદ ભેદોનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ દ્વિતીય અનાશાતનાવિનયસ્વરૂપ ઉપચારવિનયનું નિરૂપણ કરતાં સાતમા શ્લોકમાં શ્રી અરિહંત પરમાત્માદિ વિનયાહ તેર પદો (સ્થાનો) વર્ણવ્યાં છે. તે દરેક પદનો ચાર ચાર પ્રકારે અનાશાતના વિનય કરવાનો હોવાથી કુલ બાવન પ્રકારનો દ્વિતીય ઉપચારવિનય આઠમા શ્લોકમાં જણાવ્યો છે. શ્રી અરિહંત પરમાત્માદિ એક પદની પણ આશાતના કરવાથી સઘળાં ય પદોની આશાતનાનું પાપ લાગે છે-એ Page #5 -------------------------------------------------------------------------- ________________ વાત નવમા શ્લોકમાં એના હેતુને જણાવવા સાથે જણાવી છે. ત્યાર બાદ ગુરુભગવંતની હીલનાની ભયંકરતાનું વર્ણન કર્યું છે. જેમની પાસે ધર્મપદો ભણતા હોઈએ તેમનો વિનય સતત-નિરંતર કરવો જોઈએ : એ બારમા શ્લોકમાં જણાવ્યું છે. ત્યાર પછી જ્ઞાનાદિગુણોથી અધિક એવા મહાત્માઓનો, તેઓ નાના હોય તોપણ તેમનોવિનય કરવો જોઈએ. તેમ જ જાહેરમાં દોષોને સેવનારાની પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી લેવા તેમનો પણ વિનય કરવો જોઈએ. એના સમર્થન માટે ‘અગ્રહિલગ્રહિલ’ ન્યાયનું પણ સૂચન કર્યું છે-એ બધું એના રહસ્યને જાણનારા ગીતાર્થ ગુરુ ભ. પાસેથી સમજી લેવું જોઈએ. અન્યથા અનર્થ થવાનો પૂરતો સંભવ છે. ત્યાર પછી વિનયનું માહાત્મ્ય, વિનયની શિક્ષા મળે ત્યારે કોપ કરનારને પ્રાપ્ત થતો અપાય અને વિનીત અવિનીતને પ્રાપ્ત થતાં ફળનું વર્ણન કરાયું છે. વીસમા શ્લોકમાં વિનયથી જ પૂજ્યત્વ-ગુરુત્વ પ્રાપ્ત થાય છે. ગુરુત્વ ગુણસાપેક્ષ છે આકસ્મિક નથી : એ સારી રીતે વર્ણવ્યું છે. ત્યાર બાદ વિનય, શ્રુત, તપ અને આચાર : આ ચાર સમાધિ અને તેના અવાંતર ચાર ચાર પ્રકારોનું વર્ણન છે. પચીસમા શ્લોકમાં સમાધિના ફળ સ્વરૂપે સ્પર્ધાત્મક તત્ત્વસમ્પ્રાપ્તિનું વર્ણન છે, જેનાથી આત્મા પરમાત્મા બને છે-તે દષ્ટાંત સાથે વર્ણવ્યું છે. સત્તાવીસમા શ્લોકમાં વિનયથી વ્યાપકતા, અઠ્ઠાવીસમા શ્લોકમાં વિનયની દોષનાશકતા ઓગણત્રીસમા શ્લોકમાં વિનય વિના ગ્રહણ કરેલા શ્રુતની અત્યંત દુષ્ટતાને વર્ણવી છે. ત્યાર પછી શ્રી તીર્થંકરપરમાત્માના દષ્ટાંતથી વિનયનું પ્રાધાન્ય વર્ણવીને એકત્રીસમા શ્લોકમાં, શુદ્ધભિક્ષાદિમાં તત્પર રહેનારા પણ વિનયને ગૌણ કરી ગુરુકુલવાસાદિ સ્વરૂપ વિનયને આચરતા નથી, તેઓ મોક્ષમાર્ગના વિલોપક છે-આ વાત જણાવી છે. એનો શાંત ચિત્તે વિચાર ફરીએ તો વિનયની અનિવાર્યતા સમજાશે. અંતે બત્રીસમા શ્લોકમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલાદિનો વિચાર કરી યથાસ્થાને યોજેલા વિનયના ફળ તરીકે પરમાનંદ-સંપદાને જણાવી છે. એ મુજબ આ બત્રીશીના પરિશીલનથી; વિનયને આત્મસાત્ કરી એ પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની અભિલાષા... આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય, સંસ્કારધામ સોસાયટી, લાલચૌકી : કલ્યાણ, ચૈ.વ. ૭ : શનિવાર, તા. ૩૦-૪-૦૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते विनयद्वात्रिंशिका । આ પૂર્વે અઠ્ઠાવીસમી બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું. એ દીક્ષા પણ વિનયગર્ભિત હોય તો જ સફળ બને છે. તેથી હવે વિનયનું સ્વરૂપ વર્ણવાય છે कर्मणां द्राग् विनयनाद्, विनयो विदुषां मतः । अपवर्गफलाऽऽढ्यस्य मूलं धर्मतरोरयम् ॥ २९-१॥ " ‘‘શીઘ્રપણે કર્મોને દૂર કરવાના કારણે વિનયને વિદ્વાનો માને છે. મોક્ષસ્વરૂપ ફળથી પૂર્ણ એવા ધર્મવૃક્ષનું મૂળ વિનય છે.''આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. શીઘ્રપણે, આત્મા ઉપર લાગેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠેય કર્મને દૂર કરનારને વિનય કહેવાય છે. ‘વિનય’ શબ્દની ‘‘વિનયનાદ્ વિનવ:’’-આ વ્યુત્પત્તિને આશ્રયીને ‘વિનવ’ શબ્દનો ઉપર જણાવ્યા મુજબ અર્થ છે. આ વિનયને વિદ્વાનો માને છે. સર્વ કર્મોને દૂર કરતો હોવાથી તે વિદ્વાનોને માન્ય હોય જ-એ સમજી શકાય છે. વિનય, સકલ કર્મના ક્ષયને કરે છે, જેથી શીઘ્રપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અપવર્ગ-મોક્ષસ્વરૂપ ફળથી જે પરિપૂર્ણ છે, એવા ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે. વિનયથી રહિત એવો ધર્મ, મોક્ષફળને પ્રાપ્ત કરાવતો નથી. કારણ કે વિનય વિના વિદ્યા મળતી નથી. વિદ્યા Page #7 -------------------------------------------------------------------------- ________________ વિના ચારિત્ર મળતું નથી અને ચારિત્ર વિના મોક્ષ મળતો નથી. આ રીતે ધર્મસ્વરૂપ વૃક્ષનું મૂળ વિનય છે એ સ્પષ્ટ છે, જેનું ફળ અપવર્ગ છે. જન્મ, જરા અને મરણાદિનો ઉચ્છેદ જેમાં થાય છે-તેને અપવર્ગ કહેવાય છે. ।।૨૯-૧૦ વિનયનો વિભાગ કરાય છે અર્થાર્ તેના પ્રકાર જણાવાય છે– ज्ञानदर्शनचारित्रतपोभिरुपचारत: । અર્થ 7 પદ્મધા મિત્રો, ર્શિતો મુનિપુનૈઃ ॥૨૬-રા શ્લોકાર્થ સ્પષ્ટ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચારને આશ્રયીને વિનય પાંચ પ્રકારનો છે – એ મહામુનિઓએ જણાવ્યું છે. અન્યત્ર વિનયના પાંચ પ્રકાર પ્રકારાંતરથી જણાવ્યા છે. તેમ જ કોઈ કોઈ સ્થાને વિનયના ચાર પ્રકાર જણાવ્યા છે. વિવક્ષાભેદથી એ સમજી લેવાનું સ્પષ્ટ છે. અહીં દીક્ષાની સફળતાને અનુકૂળ એવા વિનયનું જ મુખ્ય રીતે નિરૂપણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સ્વરૂપ ધર્મને અહીં જે વિનયસ્વરૂપે વર્ણવ્યો છે, તેનું કારણ સ્પષ્ટરૂપે સમજી શકાય છે કે જ્ઞાનાદિથી પૂર્વકર્મો દૂર થાય છે અને નવાં કર્મોનો બંધ થતો નથી. અર્થાદ્ જ્ઞાનાદિ ૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિનયમાં વિનયત્વ; પૂર્વકર્મનું વિનયન અને ઉત્તરકમના બંધનો અભાવ : આ સ્વરૂપ છે. આ વિન’ પદનું પ્રવૃત્તિનિમિત્ત છે... ઈત્યાદિ સમજી લેવું. જર૯-રા જ્ઞાનાદિ પાંચ પ્રકારના વિનયમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના આઠ આઠ પ્રકારો અને તપના બાર પ્રકારો પ્રસિદ્ધ છે. પાંચમા ઉપચારવિનયના પ્રકારો હવે જણાવાય છેप्रतिरूपेण योगेन, तथाऽनाशातनात्मना । उपचारो द्विधा तत्राऽऽदिमो योगत्रयात् त्रिधा ॥२९-३॥ ત્રીજા શ્લોકનો અર્થ પણ સ્પષ્ટ છે કે ઉચિત આચરણના યોગથી અને આશાતનાના અભાવથી ઉપચારવિનય બે પ્રકારનો છે. એ બે પ્રકારના ઉપચારવિનયમાં પ્રથમ જે ઉચિતયોગસ્વરૂપ ઉપચારવિનય છે; તે મન, વચન અને કાયાના ત્રણ યોગને આશ્રયીને ત્રણ પ્રકારનો છે. આથી સમજી શકાશે કે પ્રતિરૂપ(ઉચિત)યોગ અને અનાશાતના : આ બે પ્રકારે ઉપચારવિનય બે પ્રકારનો છે અને માનસિક, વાચિક અને કાયિક : આ ત્રણ ભેદથી પ્રતિરૂપયોગાત્મક પ્રથમ ઉપચારવિનય ત્રણ પ્રકારનો છે, જે; અનુક્રમે મન, વચન અને કાયાની ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ Page #9 -------------------------------------------------------------------------- ________________ 9. 1126-311 ** પ્રથમ ઉપચારવિનયના ત્રણ પ્રકારના વિનયમાંના ટીકામાં જણાવેલા પ્રથમ કાયિક વિનયના પ્રકાર જણાવાય છે अभिग्रहाऽऽसनत्यागावभ्युत्थानाञ्जौि । कृतिकर्म च शुश्रूषा, गतिः पश्चाच्च सम्मुखम् ||२९-४॥ ‘“અભિગ્રહ, આસનત્યાગ, અભ્યુત્થાન, અંજલિગ્રહ, હૃતિકર્મ, શુશ્રૂષા, પશ્ચાદ્ગતિ અને સમ્મુખગતિ (આ આઠ પ્રકારનો કાયિક ઉચિતયોગસ્વરૂપ ઉપચારવિનય છે.)'' આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે પૂ. ગુરુદેવશ્રીનાં કાર્યો કરવાનો અભિગ્રહ ધારણ કરવા સ્વરૂપ પ્રથમ કાયિક વિનયનો પ્રથમ પ્રકાર છે. પૂ. ગુરુદેવશ્રી માટે આસનાદિનો ત્યાગ કરી તેઓશ્રીને ઉપયોગી એવા પીઠલક-પાટિયાં વગેરે આપવા સ્વરૂપ બીજો કાચિકવિનય છે. આસને બેસેલા શિષ્યને અભ્યુત્થાન માટે યોગ્ય એવા પૂજ્ય ગુરુદેવશ્રીના એકાએક દર્શન થતાંની સાથે શિષ્યનું ઊભા થવું તે સ્વરૂપ ત્રીજો કાયિક વિનયનો પ્રકાર છે. પ્રશ્ન પૂછવા વગેરે પ્રઅે અંજલિ કરવી તે ચોથો ૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર છે. વંદન કરવા સ્વરૂપ પાંચમો પ્રકાર છે. વિધિપૂર્વક બહુ નજીક પણ નહિ અને દૂર પણ નહિ-એ રીતે ગુરુદેવાદિની સેવા કરવી તે શુશ્રુષા સ્વરૂપ છઠ્ઠો પ્રકાર છે. પૂ. ગુરુદેવાદિ વડીલ જનો જતા હોય ત્યારે પાછળ વળાવવા જવું અને તેઓશ્રી આવતા હોય ત્યારે સામે લેવા જવું તે અનુક્રમે કાયિક ઉપચારવિનયનો સાતમો અને આઠમો પ્રકાર છે. ર૯-૪ વાચિક ઉપચારવિનયના પ્રકાર જણાવાય છેकायिकोऽष्टविधश्चायं, वाचिकश्च चतुर्विधः । हितं मितं चाऽपरुष, ब्रुवतोऽनुविचिन्त्य च ॥२९-५।। “આ રીતે કાયિક ઉપચારવિનય આઠ પ્રકારનો છે. તેમ જ વાચિક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. હિતકર, પરિમિત, અકઠોર અને બરાબર ચિંતવીને બોલનારને ચાર પ્રકારનો વાચિક વિનય થાય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચોથા શ્લોકમાં જણાવેલા અભિગ્રહાદિસ્વરૂપ આઠ વિનયના પ્રકારો કાયિક ઉપચારવિનયના છે. હિતકર બોલવું, પ્રમાણસર બોલવું, અકઠોર બોલવું અને સારી રીતે વિચારીને બોલવું : આ ચાર વાચિક ઉપચાર વિનયના (પ્રતિરૂપયોગાત્મક NSSSSSSSSSSSS SSSSSSSSSSS ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપચારવિનયના) પ્રકાર છે. જે બોલવાથી પરિણામ સુંદર આવે એવા પરિણામસુંદર વચનને હિતકર(હિતસ્વરૂપ) કહેવાય છે. એવા હિતકર વચનને બોલનારાને પ્રથમ વાચિક વિનય પ્રાપ્ત થાય છે. હિતકારક એવું પણ વચન ખૂબ જ થોડું અલ્પ અક્ષરવાળું બોલવું જોઈએ. એક વાક્યથી ચાલતું હોય તો બીજું વાક્ય નહીં બોલવું જોઈએ. આ પ્રમાણે થોડું બોલનારને દ્વિતીય વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. પરિણામસુંદર અને થોડું પણ વચન અનિષ્ફર-સ્નેહથી યુક્ત બોલવું જોઈએ. પરંતુ પરુષ-કઠોર નહીં બોલવું જોઈએ. આ પ્રમાણે અનિષ્ફર બોલનારને તૃતીય વાચિક-વિનયની પ્રાપ્તિ થાય છે. અનિષ્ફર, મિત અને હિતસ્વરૂપ વચન પણ, સારી રીતે વિચારીને બોલવું જોઈએ. સામે કોણ છે, તે કેવો છે, તેને કહ્યા પછી કહેવાનું પરિણામ કેવું આવશે... ઈત્યાદિનો ચોક્કસપણે વિચાર કરીને પછી જ બોલવું. આ પ્રમાણે સારી રીતે વિચારીને બોલનારાને ચતુર્થ વાચિક વિનયની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાચિક ઉચિત યોગાત્મક ઉપચારવિનય ચાર પ્રકારનો છે. ર૯-પા માનસિક વિનયના પ્રકારો જણાવાય છે Page #12 -------------------------------------------------------------------------- ________________ मानसश्च द्विधा शुद्धप्रवृत्त्याऽसन्निरोधत: । छद्मस्थानामयं प्रायः, सकलोऽन्याऽनुवृत्तितः ॥२९-६॥ “શુદ્ધપ્રવૃત્તિ અને અસત્ પ્રવૃત્તિના નિરોધને લઈને માનસિક ઉપચારવિનય બે પ્રકારનો છે. પ્રાય: બીજાને અનુસરવાથી આ બધો વિનય છદ્મસ્થ આત્માઓને પ્રામ થાય છે.''-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. જેનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે માનસ ઉપચાર વિનય બે પ્રકારનો છે. એક પ્રકાર ધર્મધ્યાનાદિની પ્રવૃત્તિને લઈને છે. બીજો પ્રકાર આર્દ્રધ્યાનાદિના પરિહારને લઈને છે. શુભધ્યાનથી યુક્ત એવા મનની ઉદીરણા કરવી અને અકુશલ એવા મનનો નિરોધ કરવો. આ રીતે માનસ ઉપચારવિનયના બે પ્રકાર છે. આ બધો પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય, છદ્મસ્થ આત્માઓને પોતાથી અતિરિક્ત એવી પ્રધાન(મોટા) વ્યક્તિને અનુસરવાથી સંભવે છે. શ્લોકમાં પ્રાયઃ શબ્દનું ગ્રહણ એટલા માટે કર્યું છે કે ‘ઉપર જણાવ્યા મુજબ પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય મોટા ભાગે છદ્મસ્થ આત્માઓને જ સંભવે છે તેથી કોઈવાર કેવલીપરમાત્માને પણ એ સંભવે છે.' એ અર્થ જણાવી શકાય. કેવલી ભગવંતોને કેવલજ્ઞાન થયું છે-એ, બીજાને જાણવા ન મળ્યું હોય ત્યાં સુધી તેઓશ્રી પણ માતા-પિતાદિનો વિનય કરે ૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યારે શ્રી કેવલજ્ઞાનીને પણ ઉપચારવિનય (પ્રતિરૂપયોગાત્મક ઉપચારવિનય) હોય છે. પરંતુ જ્યારે કેવલી પરમાત્માને કેવલજ્ઞાન થયું છે એની જાણ બીજાને થઈ હોય ત્યારે તેઓશ્રી બીજાની પ્રત્યે કાયિકાદિ વિનય કરતા ન હોવાથી શ્રી કેવલીપરમાત્માને અપ્રતિરૂપ જ વિનય હોય છે. તાદશ જ વિનયથી તેઓશ્રીનાં કર્મોની નિર્જરા થાય છે-આ વસ્તુને જણાવવા માટે શ્લોકમાં પ્રવ: પદનું ઉપાદાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનની નિયુક્તિમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે-'પ્રતિરૂપ વિનય, બીજાને અનુસરવા સ્વરૂપ જાણવો. શ્રી કેવલી-પરમાત્માને તો તેનાથી ભિન્ન અપ્રતિરૂપ (બીજાને ન અનુસરવું) વિનય હોય છે.'... ઈત્યાદિ બરાબર સમજી લેવું. ૨૯-૬ બીજા અનાશાતનાસ્વરૂપ ઔપચારિક વિનયનું વર્ણન કરાય છે अर्हसिद्धकुलाचार्योपाध्यायस्थविरेषु च । गणसङ्घक्रियाधर्मज्ञानज्ञानिगणिष्वपि ॥२९-७।। શ્રી અરિહંત પરમાત્મા, સિદ્ધપરમાત્મા, કુળ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણીને વિશે પણ (ચાર ચાર પ્રકારે Page #14 -------------------------------------------------------------------------- ________________ વિનય કરવો... ઈત્યાદિ આગળ કહેવાશે);''-આ પ્રમાણે સાતમા શ્લોકનો શબ્દશ: અર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં જણાવ્યું છે કે શ્રી અરિહંત પરમાત્માઓ કે જેઓ તારકતીર્થને કરનારા છે. શ્રી સિદ્ધપરમાત્માઓ આઠ કર્મોથી રહિત છે. નાગેન્દ્ર, ચાન્દ્ર વગેરે કુળ છે. જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું પાલન કરનારા અને તેની પ્રરૂપણાને કરનારા આચાર્યભગવંતો છે. સ્વાધ્યાય કરાવનારા-ભણાવનારા ઉપાધ્યાયભગવંતો છે. સંયમની સાધનામાં સિદાતા આત્માને સ્થિર કરનારા સ્થવિરભગવંતો છે. કોટિક(કોટિ) વગેરે ગણ છે. સાધુ, સાધ્વી વગેરેના સમુદાયને સર્વ કહેવાય છે. ‘આત્માદિ તત્ત્વો છે. આ પ્રમાણે બોલવું માનવું તેમ જ તે મુજબ આચરણ કરવું વગેરે કિયા કહેવાય છે. શ્રત અને ચારિત્ર સ્વરૂપ બે પ્રકારનો ધર્મ છે. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન છે. જ્ઞાનવાળા જ્ઞાનીઓ છે અને ગણના અધિપતિઓ ગણીઓ છે. આ તેર સ્થાને; આઠમા શ્લોકથી જણાવવામાં આવશે તે ચાર ચાર પ્રકારનો વિનય કરવાનો હોવાથી બીજો અનાશાતનાસ્વરૂપ ઔપચારિક વિનય બાવન પ્રકારનો છે... ઈત્યાદિ હવે પછી જણાવાય છે. ૨૯-ળા શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોને વિશે જે ચાર વિનયો કરવાના છે તે ચાર વિનયોનું સ્વરૂપ વર્ણવાય છે Page #15 -------------------------------------------------------------------------- ________________ अनाशातनया भक्त्या , बहुमानेन वर्णनात् । द्विपञ्चाशद्विधः प्रोक्तो द्वितीयचौपचारिकः ॥२९-८॥ (શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોની) આશાતના ન કરવાથી, ભક્તિ કરવાથી, બહુમાન કરવાથી અને વર્ણન કરવાથી બાવન પ્રકારનો બીજો ઔપચારિક વિનય વર્ણવ્યો છે.”- આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનો(શ્લો.નં. ૭માં જણાવેલાં)ની સર્વથા હીલના ન કરવા સ્વરૂપ અર્થાત્ આશાતનાનું વર્જન કરવા સ્વરૂપ, બીજા ઔપચારિક વિનયનો પહેલો પ્રકાર છે. એના કુલ તેર ભેદ થાય છે. શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોની પુષ્પાદિ દ્રવ્યોથી ઉચિત ઉપચાર સ્વરૂપ ભક્તિ, બીજા ઔપચારિક વિનયનો બીજો પ્રકાર છે. એના કુલ તેર ભેદ થાય છે. આ રીતે તે તેર સ્થાનો વિશે આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનથી બીજા ઔપચારિક વિનયનો ત્રીજો પ્રકાર થાય છે. તેના પણ કુલ તેર ભેદ થાય છે. અને બીજા ઔપચારિક (અનાશાતના સ્વરૂપ ઔપચારિક) વિનયનો ચોથો પ્રકાર, ઉપર જણાવેલાં તેર સ્થાનોના સભૂત-વાસ્તવિક ગુણોની સ્તવના કરવા સ્વરૂપ છે. એના પણ ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોને આશ્રયીને તેર Page #16 -------------------------------------------------------------------------- ________________ ભેદ થાય છે. તેર પદોને આ રીતે ચારથી ગુણવાથી બધા મળીને અનાશાતનૌપચારિક વિનયના બાવન પ્રકાર છે.. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૨૯-૮ ઉપર જણાવેલાં શ્રી અરિહંત પરમાત્માદિ તેર સ્થાનોમાંથી કોઈ પણ એકની પણ આશાતના કરવાથી તાત્ત્વિક રીતે સર્વની આશાતના થાય છે-એ જણાવાય છેएकस्याऽऽशातनाऽप्यत्र, सर्वेषामेव तत्त्वतः । अन्योऽन्यमनुविद्धा हि, तेषु ज्ञानादयो गुणाः ॥२९-९॥ “અહીં એકની પણ આશાતના(હીલનાદિ) કરવાથી તત્ત્વને આશ્રયીને સર્વની જ આશાતના થાય છે. કારણ કે શ્રી અરિહંત પરમાત્માદિમાં પરસ્પર જ્ઞાનાદિ ગુણો એકબીજામાં સમાયેલા છે.'-આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી અરિહંત પરમાત્મા વગેરે તેર પદોમાંથી કોઈ પણ એક પદની હીલના કરવાથી બાકીનાં બધાં જ પદોની હિલના થાય છે. કારણ કે તેઓમાં જ્ઞાનાદિ ગુણો પરસ્પર સંકળાયેલા છે. જે શુદ્ધ જ્ઞાન શ્રી અરિહંત પરમાત્માદિ એક પદમાં છે, તે જ શુદ્ધ જ્ઞાન, શ્રી સિદ્ધપરમાત્માદિમાં પણ છે. તેથી જેમની હીલના કરી છે, તેમનામાં રહેલા જ્ઞાનાદિ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુણોનો સંબંધ બીજામાં પણ હોવાથી એક સ્થાને જો તેની હીલના કરી હોય તો અન્યત્ર પણ તેની હીલના થયેલી છે જ. કારણ કે તે તે સ્થાનમાં વિદ્યમાન જ્ઞાનાદિ ગુણોમાં કોઈ વિશેષતા નથી, કે જેને લઈને એક સ્થાને તે હીલનાને પામે અને બીજે સ્થાને તે હીલનાને ન પામે. આથી સ્પષ્ટ છે કે એક સ્થાને હીલના કરાયે છતે બીજે પણ હીલના થઈ જ જાય છે, જેનો વિપાક અત્યંત દારુણ છે-એ યાદ રાખી મુમુક્ષુએ કોઈની પણ હીલના કરવી ના જોઈએ-એ તાત્પર્ય છે. આમ પણ સામાન્યથી કોઈની પણ હીલના કરવાની નથી. અહીં તો શ્રી અરિહંતપરમાત્માદિ પરમતારક તેર પદો લોકોત્તર જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન છે. તેઓશ્રીની હીલના કરવાનો વિચાર પણ ન જ હોય. પરંતુ અજ્ઞાનાદિપ્રમાદપરવશ આત્માઓ જ્યારે પણ તેર પદોમાંથી કોઈ એક પણ પદની હીલના કરી બેસે છે, ત્યારે બીજાની હીલના કરવાનો ભાવ ન પણ હોય તો ય બીજાની હીલના થઈ જ જાય છે, જેના વિપાક અત્યંત ભયંકર છે-એ યાદ રાખવું જોઈએ. ૨૯-૯।। ગુણસંપન્ન શ્રી અરિહંતપરમાત્માદિની હીલના કરવાનું જે ફળ છે, તેનું વર્ણન કર્યું. હવે અલ્પજ્ઞાનાદિથી યુક્ત ૧૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ એવા પૂ. ગુરુદેવશ્રીની હીલનાના ફળનું વર્ણન કરાય છેनूनमल्पश्रुतस्याऽपि, गुरोराचारशालिनः । हीलना भस्मसात् कुर्याद्, गुणं वह्निरिवेन्धनम् ॥ २९-१०॥ “અગ્નિ જેમ ઈંધન(બળતણ)ને ભસ્મસાત્ કરે છે તેમ ખરેખર અલ્પજ્ઞાનવાળા પણ આચારસંપન્ન એવા ગુરુદેવની આશાતના, ગુણને ભસ્મસાત્ કરે છે.’-આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે સામાન્ય રીતે શ્રી અરિહંતપરમાત્માદિ તેર પદોની હીલના ન કરવાનું જણાવ્યું છે. એમાં શ્રી અરિહંત પરમાત્માદિ તો સર્વગુણસંપન્ન હોવાથી પ્રાય: તેઓશ્રીની આશાતના-હીલનાનો સંભવ બહુ જ ઓછો રહે છે. પરંતુ આચાર્યભગવંતાદિ તો સમગ્ર ગુણથી પરિપૂર્ણ નથી, છદ્મસ્થ છે. થોડીઘણી ગુણોમાં ન્યૂનતા રહેતી હોવાથી અને અતિપરિચયાદિના કારણે તેઓશ્રીની આશાતનાનો પૂરતો સંભવ હોવાથી તેને અનુલક્ષીને આ શ્લોકમાં જણાવ્યું છે કે વિશિષ્ટ પુણ્ય વગેરે કારણે ગુરુપદે સ્થાપન કરેલા એવા શાસ્ત્ર નહીં ભણેલા, પણ પંચાચારની આરાધનામાં નિરત એવા પૂ. ગુરુભગવંતની હીલના, પોતામાં રહેલા ચારિત્રાદિ ગુણોને એવી રીતે ભસ્મસાત્ કરે છે કે જે રીતે અગ્નિ લાકડાદિ બળતણને ભસ્મસાત્ કરે છે. સામાન્ય રીતે યોગ્યને જ ગુરુપદે બિરાજમાન કરાય ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ કોઈ વાર ગચ્છની સારસંભાળ કરનાર કોઈ પણ રીતે પોતાની જવાબદારી વહન કરવા માટે સમર્થ ન રહે ત્યારે બીજા કોઈ ગીતાર્થ સંભાળી શકે એવા ન હોય અને જે સંભાળી શકે એવા હોય તે ગીતાર્થ-ભણેલા ન હોય, આવી સ્થિતિમાં શાસ્ત્ર નહીં ભણેલાને પણ ગુરુપદે સ્થાપન કરવા પડતા હોય છે. આવા ગુરુભગવંત ભણેલા નથી, પર્યાયમાં નાના છે અથવા નીચકુળમાંથી આવેલા છે. ઈત્યાદિ દોષોની અપેક્ષાએ તેમની હિલના ન કરવી જોઈએ. જો કોઈ તેઓશ્રીની હીલના કરે તો તે પોતાના ચારિત્રગુણોને ખલાસ કરે છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. જિજ્ઞાસુએ તેના જ્ઞાતાઓ પાસેથી સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. ૨૯-૧૦ના પૂ. ગુરુદેવશ્રીની હીલનાને, તેના ભયંકર વિપાકને આશ્રયીને વર્ણવાય છે शक्त्यग्रज्वलनव्यालसिंहक्रोधातिशायिनी । મનન્ત,વજનની, ર્તિતા પુદીના રર-શા “શક્તિનો અગ્રભાગ, અગ્નિ, સર્પ અને સિંહના ક્રોધ કરતાં પણ વધારે ભયંકર અનંતદુઃખને આપનારી ગુરુહિલના છે-એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.'-આ પ્રમાણે Page #20 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે શક્તિ, શસ્ત્રવિશેષનું નામ છે. શક્તિસ્વરૂપ શસ્ત્રનો અગ્રભાગ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. અગ્નિ તેમ જ સર્પ અને સિંહનો ક્રોધ : આ બધા કરતાં પણ અધિક ખરાબ (ભયંકર) ગુરુની હલના છે, જે અનંત દુઃખનું કારણ છે-આ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં જણાવ્યું છે. શક્તિનો અગ્રભાગ કે અગ્નિ વગેરે દેવતાના પ્રભાવથી દુઃખનું કારણ ન પણ બને, અથવા એક ભવમાં જ દુઃખનું કારણ બને. પરંતુ ગુરુની હિલના તો આ ભવમાં અને પરભવમાં અવશ્ય અનંત દુઃખનું કારણ બન્યા વિના રહેતી નથી. તેથી તે શત્મગ્ર અને અગ્નિ વગેરે કરતાં અધિક ભયંકર છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૯-૧૧ વિનય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે પણ ગુરુને આધીન છે. તેમનો વિનય કઈ રીતે અવશ્ય કરવો જોઈએ તે જણાવાય છે पठेद् यस्याऽन्तिके धर्मपदान्यस्याऽपि सन्ततम् । कायवाङ्मनसां शुद्ध्या, कुर्याद् विनयमुत्तमम् ॥२९-१२॥ જેમની પાસે ધર્મપદોનો અભ્યાસ કરે, તેમનો Page #21 -------------------------------------------------------------------------- ________________ નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિથી ઉત્તમ વિનય કરવો જોઈએ.'-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેમની પાસે ધર્મને પ્રાપ્ત કરાવનારાં સિદ્ધાંતપદોનું અધ્યયન કરીએ તેમનો નિરંતર પણ કાય, વચન અને મનની શુદ્ધિ પૂર્વક ઉત્તમ(મોક્ષપ્રાપક) વિનય કરવો જોઈએ. આવો વિનય, ભણતા હોઈએ ત્યારે જ કરવો એવું નહિ પરંતુ ભણી ગયા પછી પણ (પાઠ પછી પણ) નિરંતર કરવો જોઈએ. જો માત્ર સૂત્રગ્રહણકાળમાં જ વિનય કરવામાં આવે તો કુશલ એવા અનુબંધ નાશ પામી જાય. એ અનુબંધ નાશ ન પામે : એ માટે નિરંતર વિનય કરવો જોઈએ. ઈત્યાદિ દશવૈકાલિક સૂત્રમાંથી સમજી લેવું જોઈએ. ર૯-૧રો. વાચનાચાર્ય ચારિત્ર પર્યાયથી ન્યૂન હોય તો તેઓશ્રીનો વિનય કઈ રીતે કરાય ? આ શટ્ટાનું સમાધાન જણાવાય છેपर्यायेण विहीनोऽपि, शुद्धज्ञानगुणाधिकः । જ્ઞાનપ્રવાસીમથ્થતો રત્નાય: સૃતઃ ર૧-રા “આથી જ્ઞાનપ્રદાનસામર્થ્યને કારણે પર્યાયથી હીન એવા પણ વિદ્યાગુરુ; શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ અધિક, Page #22 -------------------------------------------------------------------------- ________________ રત્નાધિક કહેવાયા છે.''-આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વિદ્યાગુરુ સદાને માટે વિનયને યોગ્ય હોવાથી તેઓશ્રી ચારિત્રપર્યાયથી હીન (ન્યૂન-નાના) હોય તોપણ શુદ્ધજ્ઞાનગુણથી અધિક છે. જ્ઞાનપ્રદાન કરવાનું સામર્થ્ય તેઓશ્રીમાં અદ્ભુત છે. તેની અપેક્ષાએ પૂ. વિદ્યાગુરુ મ.ને આવશ્યકસૂત્રમાં રત્નાધિક તરીકે વર્ણવ્યા છે. રત્નાધિકતાનો વિચાર પોતાની અપેક્ષિત રત્નાધિકતાને આશ્રયીને કરવાનો છે. રત્નાધિકતાની વ્યવસ્થા એ રીતે વિવક્ષિત છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ સામાચારીપ્રકરણમાં વિવેચન કર્યું છે. આશય એ છે કે સામાન્ય રીતે ઉત્તમોત્તમ ચારિત્રની આરાધના, સમ્યગ્દર્શનની શુદ્ધિમૂલક છે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિ સમ્યજ્ઞાનમૂલક છે. આ રીતે રત્નત્રયીની આરાધનામાં સમ્યજ્ઞાનનું પ્રાધાન્ય છે. એ જ્ઞાનનું પ્રદાન કરનારા પૂ. ગુરુદેવ સદાને માટે વિનયને યોગ્ય જ છે. ચારિત્રપર્યાયની અપેક્ષાએ વિદ્યાગુરુ મ. નાના હોય અને ભણનારા મોટા હોય તોપણ ભણનારને જ્ઞાનરત્નની અપેક્ષા હોવાથી, નાના પણ વિદ્યાગુરુ મ. જ્ઞાનની અપેક્ષાએ મોટા જ છે. તેથી મોટા એવા ભણનાર માટે, જ્ઞાનનું પ્રદાન કરવાનું સામર્થ્ય પૂ. વિદ્યાગુરુમાં હોવાથી તેઓશ્રી રત્નાધિક છે. નાના હોવા છતાં, પર્યાયથી મોટા એવા જ્ઞાનાર્થી માટે ૧૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ વંદનાદિ વિનયને યોગ્ય છે... ઈત્યાદિ સામાચારીપ્રકરણથી સમજી લેવું જોઈએ. ૨૯-૧૩ લૌકિક દષ્ટાંતથી લોકોત્તર વિનયની કર્તવ્યતાનું સમર્થન કરાય છે शिल्पार्थमपि सेवन्ते, शिल्पाऽऽचार्यं जनाः किल । धर्माचार्यस्य धर्मार्थं, किं पुनस्तदतिक्रमः ॥२९-१४।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સમજી શકાય એવો છે કે લોકો ખરેખર જ શિલ્પ સ્થાપત્ય વગેરે કલાઓના ગ્રહણ માટે શિલ્પાદિ કલાઓના જાણકાર એવા આચાર્યોની સેવા કરે છે. તો પછી ધર્મની પ્રાપ્તિ માટે ધર્મના યથાર્થ પ્રરૂપક એવા આચાર્યભગવંતોની સેવાનું ઉલ્લંઘન કઈ રીતે કરે ? અર્થાત્ ન જ કરે. સામાન્ય રીતે મિથ્યાત્વાદિના કારણે જેમનામાં વિશિષ્ટ વિવેક પ્રગટ્યો નથી, એવા લોકો માત્ર આ ભવમાં જ કામમાં આવનારી એવી કલાઓને પ્રાપ્ત કરવા માટે આકોશ, તિરસ્કાર, શિક્ષા વગેરેનાં અનેક કષ્ટો સહન કરવા પૂર્વક શિલ્પાચાર્ય વગેરેનો વિનય કરતા હોય છે. તો પછી જેઓ ખરેખર જ ધર્મના અર્થી છે, સમ્યગ્દષ્ટિ હોવાથી વિશિષ્ટ વિવેકથી સંપન્ન છે અને ધર્મને પ્રાપ્ત કરવા માટે KOSAM S MS 2' ૧૮ O + N OF 'MS ' R * ' * * * * * '' * * * Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નશીલ છે-એવા લોકોત્તર આત્માઓ ધર્માચાર્યોનો વિનય કેમ ન કરે ? અર્થાર્ અવશ્ય કર્યા વિના ન રહે... એ સ્પષ્ટ છે. ૨૯-૧૪|| ઉપર જણાવેલી વાતનું સમર્થન કરાય છે ज्ञानार्थं विनयं प्राहुरपि प्रकटसेविनः । अत एवाऽपवादेनाऽन्यथा शास्त्रार्थबाधनम् ।।२९-१५।। “આથી જ પ્રકટ રીતે દોષનું સેવન કરનારા સાધુનો પણ અપવાદપદે જ્ઞાન માટે ભણનારાએ વિનય કરવો જોઈએ-એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. અન્યથા શાસ્ત્ર જણાવેલા અર્થનો બાધ થાય છે.''-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાદિનું ગ્રહણ વિનયપૂર્વક જ કરવું જોઈએ એવો નિયમ સિદ્ધાંત(શાસ્ત્રઆગમ)થી સિદ્ધ થયેલો હોવાથી જ અપવાદે; જ્ઞાન માટે, પ્રકટ દોષને સેવનારા સાધુનો પણ વિનય કરવો જોઈએ. સામાન્ય રીતે સુવિહિત ગીતાર્થ પૂ. ગુરુભગવંતની પાસે જ ભણવું જોઈએ-એ ઉત્સર્ગમાર્ગ છે. પરંતુ એવા પૂ. ગુરુદેવશ્રીની પાસે ભણવાનું જ્યારે શક્ય ન જ બને ત્યારે પ્રકટ રીતે મોટા દોષોને સેવનારા શિથિલાચારી સાધુ પાસેથી જ્ઞાન મેળવી લેવું જોઈએ. અને એ વખતે તેમનો વિનય ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ કરવો જોઈએ. આવી જ રીતે પર્યાયાદિથી નાના એવા સાધુ મહાત્માની પાસેથી જ્ઞાન મેળવતી વખતે પણ તેમનો વિનય અવશ્ય કરવો જોઈએ. અન્યથા; તેમના સિવાય બીજા પાસેથી જ્ઞાન મળી શકે એમ ન હોય અને પ્રકટ દોષને સેવનારા વગેરેથી જ જ્ઞાન મળતું હોય ત્યારે; ‘આ તો શિથિલાચારી અને નાના છે’એમ સમજીને વંદનાદિ વિનય ન કરવામાં આવે તો, “જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રકટ દોષને સેવનારાદિનો પણ વિનય કરવો જોઈએ’’-આ પ્રમાણે જણાવનારા શાસ્ત્રના અર્થનો (આજ્ઞાનો) બાધ થાય છે. અર્થાર્ એ મુજબ વિનય કરવામાં ન આવે તો, આજ્ઞાભટ્ટનું પાપ લાગે છે. આ વિષયને અનુલક્ષીને શ્રી આવશ્યકસૂત્રની નિર્યુક્તિ વગેરેમાં જણાવ્યું છે કે-પૂર્વે જણાવ્યા મુજબ પ્રકટ રીતે દોષ સેવનારાદિનો; જ્ઞાનની પ્રાપ્તિ માટે વાચિક નમસ્કાર અંજલી વંદન વગેરે વિનય; શિથિલાચારી સાધુને યોગ્ય હોવા છતાં શ્રી અરિહંતપરમાત્માએ ઉપદેશેલા માર્ગમાં; જે સાધુઓ તે કરતા નથી. તેમને શ્રી જિનશાસનમાં ભક્તિ નથી. ઉપરથી અભિક્તિ વગેરે દોષો લાગે છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અપવાદસ્વરૂપે જણાવેલી વાત ઉત્સર્ગ-સ્વરૂપે સમજી ન લેવાય-એ અંગે ખાસ ખ્યાલ રાખવો. ૨૯-૧૫।। ૨૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે અપવાદથી પણ પ્રકટ રીતે દોષને સેવનારાદિનો જ્ઞાનાદિ માટે ‘અગ્રહિલ-ગ્રહિલ' ન્યાયથી (‘અગ્રહિલ-ગ્રહિલ’ ન્યાયનું તાત્પર્ય એ છે કે પૂર્ણ નામના રાજા અને તેમના બુદ્ધિ નામના મંત્રીશ્વર હતા. કોઈ નૈમિત્તિકે કુવૃષ્ટિ થવાની ભવિષ્યવાણી ભાખી હતી. એ સાંભળીને રાજાએ ઉદ્ઘોષણા કરાવી કે બધાએ પાણીનો સંગ્રહ કરી લેવો. પણ કુવૃષ્ટિનું પાણી કોઈએ પીવું નહિ. ક્રમે કરી નગરના લોકોનો પાણીનો સંગ્રહ પૂરો થઈ ગયો અને તેઓએ વૃષ્ટિનું પાણી વાપર્યું. તેઓ ગાંડા થઈ ગયા. રાજા અને મંત્રીશ્વરે એ પાણી વાપર્યું નહિ. તેથી તેઓ ગાંડા થયા નહિ. પરંતુ નગરના લોકો તેમને ગાંડા માને છે. અને પોતાને ડાહ્યા માને છે. એટલે રાજા અને મંત્રીશ્વર ગાંડા ન હોવા છતાં ગાંડા બની નગરના લોકોની જેમ જ વર્તવા લાગ્યા. તેથી નગરજનોએ તેમને ડાહ્યા માન્યા. કાલાંતરે સુવૃષ્ટિના પાણીના ઉપયોગથી બધું પૂર્વવત્ થઈ ગયું.) દ્રવ્યવંદન જ કરવાનું ‘ઉપદેશપદ’માં જે જણાવ્યું છે, તેનો ભઙ્ગ(વિરોધ) થવાની આપત્તિ આવે છે. કારણ કે અહીં જ્ઞાનગુણની પ્રાપ્તિના હેતુથી શિથિલાચારી આદિને વંદન કરવામાં તો ભાવવંદનનો જ પ્રસંગ આવે છે-આવી શટ્ટાનું સમાધાન કરતાં ‘ઉપદેશપદ'માં જણાવેલી વાત પ્રાયિક છે, તે જણાવાય છે ૨૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ न चैवमस्य भावत्वाद्, द्रव्यत्वोक्ति विरुध्यते । सद्भावकारणत्वोक्ते, र्भावस्याऽप्यागमाऽऽख्यग ।।२९-१६।। આ રીતે જ્ઞાન માટેના વંદન વગેરે સ્વરૂપ વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂ૫ વર્ણવનારાં વચનનો વિરોધ આવે છે-આવી શટ્ટા નહિ કરવી જોઈએ. કારણ કે આગમશબ્દથી ભાવને પણ સદ્ભાવના કારણ સ્વરૂપે વર્ણવ્યો છે.”-આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે પ્રકટ પ્રતિસવી(શિથિલાચારી)નો જ્ઞાન માટે વિનય કરીએ ત્યારે જ્ઞાન માટે કરેલો વિનય ભાવસ્વરૂપ હોવાથી તેને દ્રવ્યસ્વરૂપ માનવાનું વિરુદ્ધ બનશે. ‘ઉપદેશપદમાં અપવાદપદે કરેલા વિનયને દ્રવ્યસ્વરૂપે વર્ણવ્યો છે. તેથી તેનો અહીં વિરોધ આવે છેએવી શા નહિ કરવી જોઈએ. કારણ કે ત્યાં ભાવને પણ (જ્ઞાનને પણ) આગમશબ્દથી પુષ્ટાલંબન તરીકે વર્ણવ્યો છે. અર્થાત્ ત્યાં પણ દ્રવ્યવંદનાંતર્ગત ભાવનિમિત્તક વંદનનું વર્ણન છે જ. જ્યાં પ્રકટ પ્રતિસેવી વગેરેને વંદન કરવાનો પરિણામ ન હોય અને વંદન કરવું પડતું હોય ત્યાં જ દ્રવ્યવંદન માનવાનો નિયમ છે. બાકી તો મોક્ષમાર્ગને અનુસરનારો ભાવનો અંશ જ્યાં ક્યાંય પણ દેખાય તો તે મોક્ષમાર્ગના ઉભાસન (પ્રભાવના) માટે; વંદનાદિ વિનયની યોગ્યતાનું નિમિત્ત જ " કે મ છે. – તે * * * * છે ૨ ૨ : CE) '+' ) " * * * * 1 t - - it - . * . * * - - - * * Page #28 -------------------------------------------------------------------------- ________________ છે-એમ જણાવાયું છે. આ વસ્તુને જણાવતાં બૃહત્કલ્પભાષ્યમાં ફરમાવ્યું છે કે-સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય જ્યાં જેટલા પ્રમાણમાં દેખાય ત્યાં તે શ્રી જિનેશ્વરદેવોએ કહેલા ભાવને ભક્તિથી પૂજવો જોઈએ... ઈત્યાદિ ઉપયોગપૂર્વક બરાબર સમજી લેવું જોઈએ. ।।૨૯-૧૬૦ વિનયનું માહાત્મ્ય વર્ણવાય છે विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः । પવ:મે વિના નિં વા, વધતે મુવિ પાપ: ।।૨૧-૬૭।। ‘વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ થતી નથી. પાણીનું સિંચન કર્યા વિના આ પૃથ્વી પર શું વૃક્ષ વધે ખરું ?''-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે વૃક્ષની વૃદ્ધિ માટે જેટલી આવશ્યકતા પાણીના સિંચનની છે, એટલી જ આવશ્યકતા શ્રી જિનશાસનની ઉન્નતિ માટે વિનયની છે. જ્યારે જ્યારે પણ વિનયગુણની હાનિ થતી ગઈ ત્યારે ત્યારે શ્રી જિનશાસનની ઉન્નતિના બદલે તેની અપભ્રાજના થઈ છે. ગંગાનદી કઈ દિશામાં વહે છે-એ જાણવા માટે મોકલેલા પૂ. બાલ સાધુમહાત્માના અદ્ભુત ૨૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ વિનયથી રાજાને શ્રી જિનશાસનની પ્રત્યે ખૂબ જ બહુમાન થયેલું. એ વૃત્તાંત ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રવચનશક્તિ, તપની કઠોર સાધના, અસાધારણ વિદ્વત્તા અને સહજભાવે કરાતું વૈયાવૃજ્ય વગેરે ગુણો પણ વિનય વિના ફળને આપનારા બનતા નથી. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની પ્રભાવના વિનયથી થાય છે-આ વાત ખરેખર જ ધ્યાનમાં લીધા વિના ચાલે એવું નથી. કોણ જાણે કેમ આવું થાય છે એ સમજાતું નથી. લગભગ પ્રભાવનાને કરનારામાં વિનયનું આચરણ જોવા ન મળે. અહંકારનો લેશ પણ બીજાના અસ્તિત્વનો સ્વીકાર પણ કરવા ના દે તો પછી બીજાના વિનયની તો અપેક્ષા રખાય જ ક્યાંથી ? પાણીના સિંચન વિના વૃક્ષ વધે નહીં એ સમજી શકનારા વિનય વિના શ્રી જિનશાસનની ઉન્નતિ ન થાય એ સમજી શક્તા નથી-એ એક આશ્ચર્ય જ છે ને ? ૨૯-૧ળા વિનયને નહિ કરનારાને કેવો અપાય પ્રાપ્ત થાય છે તે દષ્ટાંતપૂર્વક જણાવાય છેविनयं ग्राह्यमाणो यो, मृदूपायेन कुप्यति । उत्तमां श्रियमायान्तीं दण्डेनाऽपनयत्यसौ ॥२९-१८॥ મૃદુ-અત્યંત કોમળ વચનોના ઉપાય વડે વિનયને KNOW ૨૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ શિખવાડવા છતાં જે ગુસ્સે થાય છે, તે સામે ચાલીને આવતી ઉત્તમ એવી લક્ષ્મીને લાકડીથી દૂર કરે છે.''-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. લક્ષ્મીને દૂર કરવાના દષ્ટાંતથી કહેવાનો આશય ચોક્કસ જ સમજી શકાય છે. એક તો લક્ષ્મીને બોલાવ્યા પછી પણ આવતી નથી. એના બદલે તે સામે ચાલીને આવતી હોય ત્યારે તેને આવકારવાના બદલે દૂર કરવાનું ખૂબ જ ખરાબ છે. એમાં પણ ઉપેક્ષા કરીને અથવા સામાન્ય તિરસ્કાર કરીને તેને દૂર કરવાના બદલે લાકડીથી દૂર કરવાનું અર્થાત્ લાકડીથી ટકારીને તેને આવતી અટકાવવાનું તો ખૂબ જ ભયંકર છે. આવું જ વિનય માટે સમજવાનું છે. એક તો આપણી મેળે આપણે વિનય કરતા નથી. સામે ચાલીને આપણને ભવનિતારક પૂ. ગુરુદેવશ્રી વિનય શિખવાડે ત્યારે શીખી લેવાના બદલે કે મૌનપણે સાંભળી લેવાના બદલે આપણે ગુસ્સે થઈ જઈએ : એ કેટલું ખરાબ છે-એ આપણે જ વિચારવું જોઈએ ને ? લક્ષ્મીના વિષયમાં સમજવાનું સાવ સરળ છે. પરંતુ વિનયના વિષયમાં સમજવાનું ઘણું જ અઘરું છે. આમ થવાનું કારણ બુદ્ધિની અલ્પતા નથી, પરંતુ વાસ્તવિક અનર્થીપણું છે. વિનયનું અથાણું કેળવી લઈએ તો તેને ગ્રાહ્ય બનાવનારા પૂ. ગુરુભગવંત પ્રત્યે કોપ નહીં આવે. સંભવ છે કે કોઈ વાર કઠોર ઉપાયે કરી Page #31 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રી વિનયને શિખવાડે ત્યારે કોપ આવે, પરંતુ મૂ ઉપાય વડે જ્યારે તેઓશ્રી વિનય ગ્રહણ કરાવે ત્યારે કોપ કઈ રીતે આવે ? વિનયની અર્થિતાનો અભાવ ન હોય તો એ શક્ય નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ૨૯-૧૮૫ વિનીત અને અવિનીતને પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરાય છે त्रैलोक्येऽपि विनीतानां दृश्यते सुखमङ्गिनाम् । त्रैलोक्येऽप्यविनीतानां दृश्यतेऽसुखमङ्गिनाम् ||२९-१९॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ‘‘ત્રણેય લોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી દેખાય છે. તેમ જ ત્રણેય લોકમાં વિનયથી રહિત આત્માઓને અસુખ-દુ:ખની પ્રાપ્તિ થતી દેખાય છે.'' આ લોકમાં અને પરલોકમાં વિનયસંપન્ન આત્માઓને સુખની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે અર્થ અને કામથી પ્રાપ્ત થતું લોકપ્રસિદ્ધ સુખ પણ વિનયી જનોને પ્રાપ્ત થતું હોય છે. ગમે તેટલાં સુખનાં સાધનોનો પરિભોગ હોય પરંતુ તે વખતે કોઈ તિરસ્કારાદિ કરે તો સુખનો અનુભવ થતો નથી. વિનયવંત આત્માઓનો પ્રાય: કોઈ તિરસ્કારાદિ કરતું ન હોવાથી અલ્પ સુખસામગ્રીમાં પણ એ વખતે તેઓ સુખનો અનુભવ કરે છે. " ૨૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિનયના કારણે તે જીવોને જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત થવાથી આત્મિક સુખની પણ પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં મોક્ષ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે, જે પરમસુખાનુભવનું કારણ બને છે. આથી તદ્દન જ વિપરીત રીતે અવિનીત આત્માઓને સર્વત્ર સદાને માટે દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. સર્વત્ર તિરસ્કારને પાત્ર બનવાથી સુખનો અનુભવ થતો નથી. જ્ઞાનાદિ ગુણો પણ તેઓને પ્રાપ્ત થતા ન હોવાથી ભવાંતરમાં પણ મોક્ષાદિની પ્રાપ્તિ થતી નથી.. ઈત્યાદિ અન્યત્રથી જાણી લેવું. ર૯-૧૯ સુખનું પ્રયોજક એવું ગૌરવ પણ વિનયથી જ પ્રાપ્ત થાય છે : એ જણાવાય છેज्ञानादिविनयेनैव, पूज्यत्वाऽऽप्तिः श्रुतोदिता । गुरुत्वं हि गुणाऽपेक्षं, न स्वेच्छामनुधावति ॥२९-२०॥ જ્ઞાનાદિનો વિનય કરવાથી જ પૂજ્યત્વની પ્રાપ્તિ થાય છે-એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. કારણ કે ગુરુત્વપૂજ્યત્વ ગુણની અપેક્ષાવાળું છે. આપણી પોતાની ઈચ્છાથી કાંઈ પૂજ્યત્વ દોડતું આવતું નથી.'-આ પ્રમાણે વીસમાં શ્લોકનો અર્થ છે. શ્રી દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ફરમાવ્યું છે કે ગુણોથી પૂજ્ય થવાય છે, સાધુ થવાય છે. ક્રોધ, અહંકાર વગેરે દોષોનો ત્યાગ કરી ક્ષમા, નમ્રતા, વિનય, વિવેક વગેરે ગુણોને જે પ્રાપ્ત કરે છે; તે આત્માઓમાં સાધુતા-પૂજ્યતા આવે છે. પૂજ્યતા-સાધુતા વગેરે સ્વભાવથી નથી આવતી કે જાતિ, કુળ, વેશ આદિથી સંબદ્ધ નથી. વિનયાદિ ગુણોને લઈને એની પ્રાપ્તિ થાય છે. ગુણસાપેક્ષ વસ્તુ ગુણના અભાવમાં ન જ મળે-એ સમજી શકાય છે. ૨૯-૨૦ના સામાન્યથી વિનયના વિષયનું નિરૂપણ કરીને હવે તેના મુખ્ય વિષયનું નિરૂપણ કરાય છે , विनये च श्रुते चैव तपस्याचार एव च । ચતુર્વિધ: સમાધિસ્તુ, ર્શિતો મુનિપુન્નૈ: ર૬-રા શ્રી દશવૈકાલિક સૂત્રના અનુસારે અહીં આ એકવીસમા શ્લોકથી ચાર સમાધિનાં સ્થાનો વર્ણવ્યાં છે. આત્માને જેને વિશે પૂ. જિતેન્દ્રિય સાધુ મહાત્માઓ રમણતા કરાવે છે, તેને સમાધિ કહેવાય છે. આવાં સમાધિ-સ્થાનો ચાર છે. વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ-આ ચાર સમાધિના દરેકના ચાર ચાર પ્રકાર છે. આ પ્રમાણે સમાધિસ્વરૂપ વિશેષ ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિનયનું અહીં વર્ણન કરાય છે. સામાન્યતઃ વિનયનું નિરૂપણ આ પૂર્વે કર્યું છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વિનય, શ્રત, તપ અને આચારને વિશે મુનીશ્વરોએ ચાર પ્રકારની સમાધિ વર્ણવી છે. પુર૯-૨૧ વિનયસમાધિ આહાર જણા જ કહીની સાત અમદા* शुश्रूषति विनीत: सना पोवाडबुध्यते । .... यथावत्कुरुते चाऽर्थ मदेन च न माद्यति ॥२९-२२॥ “વિનીત બનીને ગુરુના અનુશાસનને સાંભળવા ઈચ્છે છે. વિનીત થઈને સારી રીતે જાણે છે. સાંભળેલા તત્ત્વને શાસ્ત્રાજ્ઞા મુજબ કરે છે અને મદથી છકી જતો નથી.'આ પ્રમાણે બાવીસમા લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિનયમાં સમાધિ ચાર પ્રકારની છે. ભવનિતારક પૂ. ગુરુભગવંત જ્યારે જ્યારે પણ આપણું અનુશાસન કરે ત્યારે ત્યારે તે અનુશાસન સ્વરૂપ વચનને વિનયપૂર્વક સાંભળવાની જે ઈચ્છા છે, તે વિનયસમાધિનો પહેલો પ્રકાર છે. ધાર્યા કરતાં ઘણું અઘરું કામ છે, શુશ્રષાસ્વરૂપ પ્રથમ વિનયસમાધિને પ્રાપ્ત કરવાનું. આપણી ઈચ્છા મુજબ S S> * ' * ST * * * * * Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુદેવશ્રીનાં બીજાં બધાં જ કામ કરવાનું તો હજી ય ફાવે પરંતુ તેઓશ્રીના હિતકર એવા વચનને સાંભળવાની ઈચ્છા પ્રાપ્ત કરવાનું લગભગ મન જ થતું નથી. એ વિનયસમાધિની પ્રાપ્તિ થઈ જાય તો બીજા વિનયસમાધિના પ્રકારો તો સરળતાથી પ્રાપ્ત થઈ શકે એમ છે. જે કાંઈ તકલીફ છે તે આ શુશ્રુષાની છે. સાંભળવા માટે નહિ ટેવાયેલા આત્માઓને આ સમાધિ મળતી ન હોવાથી તેમનું સમગ્ર જીવન અસમાધિમાં જ વીતે છે. શુક્રૂપાની પ્રાપ્તિ થવાથી પૂ. ગુરુદેવશ્રીના પરમતારક અનુશાસનના શ્રવણથી અનુશાસનના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે વિનયસમાધિનો બીજો પ્રકાર છે. એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાથી તદનુસાર જે આચરણ કરાય છે તે વિનયસમાધિનો ત્રીજો પ્રકાર છે અને ચોથો પ્રકાર તે છે કે આવા પ્રકારનું ઉત્તમ ચારિત્ર હું પાળું , દેવો પણ મને વંદન કરે છે. ઈત્યાદિ રૂપે મદ ન કરે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ર૯-૨૨ વિનયસમાધિનું નિરૂપણ ક્યું. હવે શ્રુતસમાધિનું વર્ણન કરાય છે श्रुतमेकाग्रता वा मे, भावितात्मानमेव वा । स्थापयिष्यामि धर्मेऽन्यं, वेत्यध्येति सदागमम् ॥२९-२३॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ “મને શ્રુતની પ્રાપ્તિ થશે, મારા ચિત્તની એકાગ્રતા થશે, મારા આત્માને ભાવિત બનાવી તેને ધર્મમાં સ્થાપન કરીશ, અથવા અન્ય જીવોને ધર્મમાં જોડીશ. આવી ભાવનાથી સુંદર આગમનું અધ્યયન કરે તે શ્રુતસમાધિનો અનુક્રમે પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ પ્રકાર છે.’’-આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક આગમનું અધ્યયન કરવું... તે શ્રુતસમાધિ છે. શ્રી જિનાગમના અધ્યયન પાછળના આશયવિશેષને લઈને તે શ્રુતસમાધિના ચાર પ્રકાર છે. શાસ્ત્રજ્ઞાન મળે : આ ભાવનાથી જે આગમ ભણે તે પૂ. સાધુ મહાત્માને પ્રથમ શ્રુતસમાધિ પ્રાપ્ત થાય છે. શ્રુતનો અભ્યાસ કરવાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એ એકાગ્રતાને પામવાની ભાવનાથી કરાતું આગમનું અધ્યયન : એ શ્રુતસમાધિનો બીજો પ્રકાર છે. એકાગ્રચિત્તે સદાગમનું આ રીતે અધ્યયન કરવાથી આત્મા ધર્મથી ભાવિત બને છે, જેથી આત્મા ધર્મમાં સ્થિર બને છે. આ સ્થિરતાને પ્રાપ્ત કરાવવાની ભાવનાથી કરાતું અધ્યયન શ્રુતસમાધિનો ત્રીજો પ્રકાર છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રુતસમાધિને પ્રાપ્ત કરી ચોથો પ્રકાર ત્યારે પ્રાપ્ત કરી શકાય છે કે જ્યારે આગમના અધ્યયનની પૂર્વે, યોગ્ય જીવોને તે તે ધર્મસ્થાનમાં જોડીશ-એવી ભાવના થઈ ૩૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ હોય. અર્થા આ ભાવનાના યોગે કરાતું આગમનું અધ્યયન મૃતસમાધિનો ચોથો પ્રકાર છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે પૂર્વેની ત્રણ ભાવનાઓથી સહિત જ ચોથી ભાવના મૃતસમાધિ છે. પરંતુ માત્ર બીજાઓને ધર્મમાં જોડવાની ભાવના હોય તો તે શ્રુતસમાધિનો પ્રકાર નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ર૯-૨૩ણા હવે કમપ્રાસ તપ અને આચાર સમાધિનું વર્ણન કરાય છે कुर्यात् तपस्तथाऽऽचारं, नैहिकाऽऽमुष्मिकाऽऽशया । कीर्त्याद्यर्थं च नो किं तु, निष्कामो निर्जराकृते ॥२९-२४॥ તપ તથા આચાર; આ લોકની આશંસાએ, પરલોકની આશંસાએ અને કીર્તિ વગેરેની ઈચ્છાએ કરવો ન જોઈએ. પરંતુ નિષ્કામભાવે માત્ર નિર્જરા માટે કરવો જોઈએ.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાર પ્રકારનો અનશનાદિ તપ છે અને મહાવ્રતાદિના પાલન સ્વરૂપ આચાર(સાધ્વાચાર) છે, જે અનુક્રમે સમાધિનો ત્રીજો અને ચોથો પ્રકાર છે. એ બંન્ને સમાધિના ચાર ચાર પ્રકાર આ શ્લોકથી વર્ણવ્યા છે. લબ્ધિ પૂજા આદિ આ લોક સંબંધી ફળની અપેક્ષાએ મગ - 1 Page #38 -------------------------------------------------------------------------- ________________ તપ કરવો ના જોઈએ અને આચાર પાળવો ના જોઈએ. અર્થા આ લોક સંબંધી કોઈ પણ ફળની અપેક્ષા વિના તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ-આ તપસમાધિનો અને આચારસમાધિનો પહેલો પ્રકાર છે. આવી જ રીતે પરલોકમાં દેવ, દેવેન્દ્ર કે ચક્રવર્તી વગેરે થવાદિની ઈચ્છા વિના તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ-આ તપસમાધિ અને આચારસમાધિનો બીજો પ્રકાર છે. કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘાદિની ઈચ્છાથી તપ કરવો ના જોઈએ અને આચાર પણ પાળવા ના જોઈએ. સર્વ દિશામાં થતી પ્રશંસા, એક દિશામાં થતી પ્રશંસા, દિશાના અદ્ધભાગમાં થતી પ્રશંસા અને માત્ર પોતાના સ્થાનમાં થતી પ્રશંસા; અનુક્રમે કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘા સ્વરૂપ છે. તે કીર્તિ વગેરેની ઈચ્છા વિના જ તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ. આ તપસમાધિનો અને આચારસમાધિનો ત્રીજો પ્રકાર છે. તેમ જ કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના માત્ર શુભાશુભ કર્મની નિર્જરા માટે તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ. આ પ્રમાણે તપસમાધિ અને આચારસમાધિનો ચોથો પ્રકાર થાય છે. ચારે ય સમાધિનો વિચાર કરીએ તો સમજાશે કે તપ અને આચારની આરાધના Page #39 -------------------------------------------------------------------------- ________________ કરતી વખતે માત્ર નિર્જરાનું ધ્યેય રાખવાનું અનિવાર્ય છે. સુખનું અર્થીપણું ગયા વિના નિર્જરાનું અર્થીપણું આવે એવું નથી. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તપ અને આચારની આરાધનામાં અવરોધ જ સુખના અર્થીપણાનો છે. તપ અને આચાર સમાધિ, એ માટે ચોક્કસ દિશાસૂચન કરે છે. સુખની ઈચ્છા, કરેલા ધર્મને પણ નિષ્ફળ બનાવે છે. ૫૨૯-૨૪ વિનયવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેના ફળનું વર્ણન કરાય છે इत्थं समाहिते स्वान्ते, विनयस्य फलं भवेत् । સ્વયં સ દિ તવાર્ષોિથમાä પર: પુન: ર૬-રા. આ રીતે વિનયાદિ ચાર સમાધિથી યુકત ચિત્ત થયે છતે સ્પર્શ નામનું વિનયનું ફળ પ્રાપ્ત થાય છે. તત્ત્વની સમ્મામિ(નિશ્ચયાત્મક જ્ઞાન)ને અહીં સ્પર્શ કહેવાય છે. સ્પર્શથી બીજું બધું જ્ઞાન માત્ર બોધસ્વરૂપ છે.”-આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટ વિનયરૂપ ચાર સમાધિથી યુક્ત મન થયે છતે, વિનયના ફળ સ્વરૂપે સ્પર્ધાત્મક બોધ પ્રાપ્ત થાય છે. વસ્તુના પારમાર્થિક સ્વરૂપના સુદઢ નિશ્ચયાત્મક જ્ઞાનને Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શજ્ઞાન કહેવાય છે. જે વસ્તુમાં કોઈ પણ ધર્મનો આરોપ કર્યા વિના તેના મૂળભૂત સ્વરૂપનો યથાર્થ બોધ છે, તેને સ્પર્શજ્ઞાન કહેવાય છે. વસ્તુને સ્પર્શે છે તેથી તે સ્પર્શ છે. તેથી હેયમાં હેયત્વની બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયત્વની બુદ્ધિ ચોક્કસપણે થાય છે. અર્થાદ્ વસ્તુના સ્વરૂપનો બોધ સંવેદનાત્મક થાય છે. તે ક્રમે કરીને પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ કાર્યમાં પરિણમે છે. વસ્તુનું જ્ઞાન હોવું અને વસ્તુનું કાર્યપરિણત જ્ઞાન હોવું : એ બેમાં ઘણો ફરક છે. નિશ્ચયવ્યવહાર ઉત્સર્ગાપવાદ વગેરે અનેકની અપેક્ષાએ વસ્તુના વિશુદ્ધ સ્વરૂપને સ્પર્શે એવા બોધને છોડીને બીજો બધો બોધ, બોધમાત્ર છે. અર્થાર્ તેથી કોઈ કાર્ય થતું નથી... ઈત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઈએ. સામાન્યતઃ જાણવું અને એ મુજબ પ્રતીતિ થવી, એમાં વિશ્વાસ બેસવો : એમાં જે ફરક છે, તે સમજી શકાય એવું છે. ૨૯-૨૫ સ્પર્શજ્ઞાનના ફળનું વર્ણન કરાય છે अक्षेपफलदः स्पर्शस्तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शस्ताम्रे सर्वाऽनुवेधतः || २९ - २६॥ “જેમ સિદ્ધરસનો સ્પર્શ તાંબામાં બધે અનુવેધ થવાથી વિલંબ વિના ફળને આપે છે તેમ સ્પર્શસ્વરૂપ બોધ ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ ધ્યેયની સાથે તન્મય થવાથી વિના વિલંબે ફળને આપનાર બને છે.'-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમ તાંબામાં સિદ્ધરસનો સ્પર્શ સર્વદેશમાં (પ્રદેશ પ્રદેશ) થવાથી સુવર્ણભાવને પ્રાપ્ત કરે છે, તેમ સ્પર્શ સ્વરૂપ જ્ઞાન આત્માના સર્વદેશ વ્યાપી જવાથી અર્થ-કામાદિ હેય પદાર્થોથી આત્મા બધી રીતે દૂર થાય છે. મોક્ષ અને તેના સાધનભૂત જ્ઞાનાદિમાં તન્મય બને છે. ભાવરસેન્દ્રસ્વરૂપ સ્પર્શાખ્ય તત્ત્વ-પ્રાપ્તિના સર્વાનુવેધથી આત્મા પરમાત્મભાવને પ્રાપ્ત કરે છે. આ વિષયને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં (૮૮માં) ફરમાવ્યું છે કે મહાન ઉદય છે જેનાથી એવા ભાવરસેન્દ્રથી(સ્પર્શયોગથી) કાલક્રમે જીવસ્વરૂપ તાંબામાં પરમ કોટિની સિદ્ધસ્વરૂપ સુવર્ણભાવની પ્રાપ્તિ થાય છે. આત્મા પરમાત્મા બને છે. આ બધા ભાવોની પ્રાપ્તિના મૂળમાં વિનયસમાધિ વગેરે ચાર સમાધિની પ્રાપ્તિ છે, જેનું અંતિમ ફળ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. ૨૯-૨૬ો. આથી જે સિદ્ધ થયું છે તે જણાવાય છેइत्थं च विनयो मुख्यः, सर्वानुगमशक्तितः । मिष्टान्नेष्विव सर्वेषु, निपतन्निक्षुजो रसः ॥२९-२७॥ પ. Page #42 -------------------------------------------------------------------------- ________________ આ પૂર્વે જણાવ્યા મુજબ બધી જ આરાધના વિનયપૂર્વકની હોય તો જ તે પોતાના ફળને આપનારી બને છે. તેથી “આ રીતે બધામાં અનુગમશક્તિને આશ્રયીને વિનય જ મુખ્ય છે. જેમ બધા મિષ્ટાન્નમાં મધુરસ મુખ્યરૂપે પડ્યો છે, તેમ સર્વત્ર વિનયનું મુખ્યત્વ છે'-આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. સર્વત્ર વ્યાપીને રહેવાનું જે સામર્થ્ય છે તેને સર્વાનુગમ શક્તિ કહેવાય છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે જેમ મિષ્ટાન્નમાં અનેક દ્રવ્યો હોવા છતાં બધાં જ મિષ્ટાન્નમાં મધુર રસ તો હોય જ. એ જો ન હોય તો મિષ્ટાન્નને મિષ્ટાન્ન જ કહેવાય નહિ, કારણ કે તેથી મિષ્ટાન્નનું સ્વરૂપ જ રહેતું નથી. આવી જ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર તપ વગેરેની આરાધનામાં, મિષ્ટાન્નોમાં પડેલા મધુરરસની જેમ વિનય રહેલો છે. તે, દરેક આરાધનામાં મુખ્ય છે. એ જો ન હોય તો જ્ઞાનાદિ આરાધનાનું સ્વરૂપ જ નાશ પામે છે. જ્યાં પોતાનું સ્વરૂપ જ ન હોય ત્યાં તેના કાર્યનું અસ્તિત્વ કયાંથી હોય ? /ર૯-૨૭ના વિનયથી જેમ ગુણની પ્રાપ્તિ થાય છે; તેમ દોષોનો ક્ષય થાય છે, તે જણાવાય છેदोषाः किल तमांसीव, क्षीयन्ते विनयेन च । S XXXXXXX Page #43 -------------------------------------------------------------------------- ________________ प्रसृतेनांशुजालेन, चण्डमार्तण्डमण्डलात् ॥२९-२८॥ પ્રખર એવા સૂર્યબિંબમાંથી પ્રસરેલાં કિરણોના સમુદાયથી જેમ અંધકાર દૂર થાય છે તેમ વિનય વડે ખરેખર જ દોષો ક્ષય પામે છે.”-આ પ્રમાણે અઠ્ઠાવીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અંધકારને દૂર કરવાનું પ્રચંડ સામર્થ્ય સૂર્યનાં કિરણોમાં છે. એના પ્રસારથી અંધકાર દૂર થાય છે એ સમજી શકાય છે. એવી રીતે જ આત્માના સઘળા ય દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિષય, કષાય અને મોહ વગેરે દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિનયથી પ્રાપ્ત થયેલ અને પરિણત થયેલ સમ્યજ્ઞાન વગેરેથી એ અજ્ઞાનાદિમૂલક સર્વ દોષો નાશ પામે છે. પૂરગડુ મુનિ વગેરે મહાત્માઓએ જે રીતે વિનયથી દોપોનો ક્ષય કર્યો છે, તેનું અનુસંધાન કરવાથી તેમ જ કુલવાલક મુનિ વગેરે આત્માઓના દોષો; ઘોર સાધના કરવા છતાં લય પામ્યા નહીં, એનું અનુસંધાન કરવાથી સમજી શકાશે કે વિનયથી દોષોનો ક્ષય કઈ રીતે થાય છે. ૨૯-૨૮ વિનય વિના પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનની અનર્થકારિતા જણાવાય છે. આશય એ છે કે આ પૂર્વે એ જણાવ્યું છે કે વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન, વિના વિલંબે વિવક્ષિત Page #44 -------------------------------------------------------------------------- ________________ ફળનું કારણ બને છે. હવે એ જણાવાય છે કે વિનય વિના ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન વિવક્ષિત ફળને તો આપતું નથી, પણ અનર્થકારી બને છે श्रुतस्याऽप्यतिदोषाय, ग्रहणं विनयं विना । યથા મહાનિયાનસ્ય, વિના સાધનસન્નિધિમ્ ।।૨૬-૨શા શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનું તાત્પર્ય એ છે કે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો દેવતાદિના કોપના કારણે અત્યંત ભયંકર દોષનો પ્રસઙ્ગ આવે છે. યોગ્ય પૂજાદિ ઉપચારાદિ સાધનના સન્નિધાન વિના જ મહાનિધાનનું ગ્રહણ કરવામાં આવે તો તે જેમ અત્યંત દોષ માટે થાય છે, તેમ અહીં પણ વિનય વિના શ્રુતના ગ્રહણમાં અત્યંત દોષ થાય છે. ભૂમિ વગેરે સ્થાને દાટેલા નિધાન જ્યારે ગ્રહણ કરાય છે ત્યારે સામાન્યથી એની આગળ ધૂપ દીવો વગેરે કરાય છે. તેના અધિષ્ઠાયક દેવાદિને જણાવવા પૂર્વક પછી જ આદરપૂર્વક લઈ જવાય છે. આવા પ્રકારનો પૂજાદિ ઉપચાર કર્યા વિના જો ગ્રહણ કરવામાં આવે તો દેવતા કે સર્પાદિનો ઉપદ્રવ થતો હોય છે, જે અત્યંત દોષ માટે થાય છે. એવી રીતે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઉન્માદ, સન્નિપાત, ધર્મથી ભ્રષ્ટ અને મરણ વગેરે દોષોની પ્રાપ્તિ થાય છે. તેથી શાસ્ત્રીય ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ મર્યાદાએ યોગ્ય જગ્યાએ બેસીને વંદનાદિ વિનયપૂર્વક અંજલી કરીને શ્રુતનું ગ્રહણ કરવું જોઈએ. આ અંગેના વિનયનું વર્ણન શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ગ્રંથમાં વિસ્તારથી છે, ત્યાંથી તે જાણી લેવું જોઈએ.. અહીં તો માત્ર પ્રકૃતોપયોગી જ વર્ણન કર્યું છે. ||૨૯- ૨૯ાા. વિનયના પ્રાધાન્યનું સમર્થન કરાય છેविनयस्य प्रधानत्वद्योतनायैव पर्षदि । तीर्थं तीर्थपति नत्वा, कृतार्थोऽपि कथां जगौ ॥२९-३०॥ લોકાર્થ અને એનો આશય સ્પષ્ટ છે. સર્વ રોગોમાં વિનયની પ્રધાનતા છે-એ જણાવવા માટે, શ્રી તીર્થકર પરમાત્મા બાર પર્પદામાં સ્વયં કૃતાર્થ હોવા છતાં તીર્થને નમસ્કાર કરીને દેશના કરે છે. શ્રી તીર્થંકર પરમાત્મા કેવલજ્ઞાની હોવાથી સ્વયં કૃતાર્થ છે. તેઓશ્રીને વિનયાદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. તેઓશ્રી વિનયાદિ ન કરે તો તેઓશ્રીને કોઈ દોષની પ્રાપ્તિ થવાની નથી કે કોઈ પણ ગુણની હાનિ થવાની નથી. આમ છતાં સમવસરણમાં બાર પર્ષદાની આગળ ધર્મદેશના ફરમાવતાં પૂર્વે શ્રી તીર્થંકર પરમાત્મા નો તિસ્થ’ કહીને તારક તીર્થને નમસ્કાર કરે છે. એની Page #46 -------------------------------------------------------------------------- ________________ પાછળનો આશય “સર્વ યોગોમાં વિનયનું પ્રાધાન્ય જણાવવાનો છે. આથી સમજી શકાશે કે સર્વથા કૃતકૃત્ય થયેલા શ્રી તીર્થંકર પરમાત્મા પણ જો વિનયને કરતા હોય તો આપણા જેવા અકૃતાર્થ આત્માઓને વિનય આચરવાનું સર્વથા અનિવાર્ય છે. સ્વછંદતા અને ઉદ્ધતપણું આ બંન્ને દોષો ખૂબ જ ભયંકર છે. સર્વથા વિનયપૂર્ણ જીવનને જીવ્યા વિના એ દોષોથી દૂર રહી શકાય એવું નથી. એક રીતે જોઈએ તો ખૂબ જ સરળ જણાતો વિનય પણ બીજી રીતે ખૂબ જ વિકટ છે. પરંતુ એને આત્મસાત્ કરવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. આત્મસ્વભાવને પ્રકટ કરવા માટે એ જ એક ઉપાય છે. ૨૯-૩૦ના ગુરુકુળવાસમાં રહીને વિનય કરવાના બદલે શુદ્ધભિક્ષાદિના પ્રાધાન્યને સ્વીકારનારા, ગુરુકુળવાસનો ત્યાગ કરી વિનયનો અપલાપ કરે છે. તેમની પ્રત્યે વિનયનું પ્રાધાન્ય જણાવાય છેछिद्यते विनयो यैस्तु, शुद्धोञ्छादिपरैरपि । તૈરવ્યપૂર્ણ, મોક્ષમાર્યો વિદ્યુતે ર-રા “નિર્દોષભિક્ષા વગેરેમાં તત્પર એવા પણ જે લોકો વડે વિનયનો ઉચ્છેદ કરાય છે, તેઓ વડે પણ આગળ થઈને મોક્ષમાર્ગનો લોપ કરાય છે.”-આ પ્રમાણે એકત્રીસમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે અનેક રીતે વિનયનું પ્રાધાન્ય વર્ણવ્યું. એનો વિચાર કરીએ તો વિનયની ઉપાદેયતા કે મુખ્યતાના વિષયમાં શઠ્ઠા પડવાનું ખરેખર જ કોઈ કારણ નથી. પરંતુ વિનય કરવા માટે સૌથી પ્રથમ ગુરુકુળવાસમાં રહેવું આવશ્યક છે. પણ કેટલાક પોતાની ઈચ્છા મુજબ જીવનારા સાધુઓ માનતા હોય છે કે-“ગુરુકુળવાસમાં રહેવાથી ભિક્ષાસંબંધી, વસતિસંબંધી કે સ્વાધ્યાયાદિસંબંધી અનેક દોષો લાગે છે. તેથી વિનય કરતાં પણ શુદ્ધચ્છા, નિર્દોષ વસતિ અને સ્વાધ્યાય વગેરેનું પ્રાધાન્ય છે અને તેથી તેઓ વિનયને ગૌણ કરી શુદ્ધચ્છાદિમાં તત્પર રહે છે, ગુરુકુળવાસનો ત્યાગ કરે છે તેમ જ વિનયથી વિમુખ થાય છે. આવા સાધુઓ ગમે તેટલું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા હોય તો પણ ખરેખર તો આગળ થઈને અર્થાત્ મોખરે રહીને તેઓ મોક્ષમાર્ગનો લોપ કરે છે. મોક્ષમાર્ગનો નાશ કરવા માટે નેતૃત્વ ધારણ કરે છે. ગુરુકુળવાસાદિસ્વરૂપ વિનયથી રહિત શુદ્ધભિક્ષા, નિદૉષ વસતિ, ઉગ્રતા-વિહાર અને સ્વાધ્યાયાપ્રમત્તતાદિ ગુણો પણ ધર્માભાસ(ગુણાભાસ)સ્વરૂપ છે, વાસ્તવિક નથી. આભાસિક ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઉપરથી મોક્ષમાર્ગનો લોપ થાય છે. છઠ્ઠ અઠ્ઠમ આદિ તપની આરાધના કરે પણ ગુરુદેવશ્રીના વચનને ન માને તો તે જીવોનો અનંત સંસાર વધે છે. ગમે તેટલા બહુશ્રુત હોય Page #48 -------------------------------------------------------------------------- ________________ પરંતુ વિનયથી રહિત એવા શ્રદ્ધાસવેગ વગરના તેઓ ચારિત્રની આરાધના કરતા નથી. ચારિત્રથી પડેલા એવા તેઓ સંસારમાં ભટકે છે.... ઈત્યાદિ વિચારવું. /૨૯-૩૧ા. પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છેनियुङ्क्ते यो यथास्थानमेनं तस्य तु सन्निधौ । स्वयंवरा, समायान्ति, परमानंदसम्पदः ॥२९-३२॥ “આ વિનયને; સ્થાનને અનુરૂપ જે જોડે છે, તેની પાસે પરમાનંદની સંપત્તિ પોતાની મેળે સામેથી આવે છે.”આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો શબ્દશ: અર્થ છે. એનું કહેવાનું તાત્પર્ય એ છે કે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુકૂળ; પોતાનું સામર્થ્ય અને પોતાના સંયોગોને અનુરૂપ તેમ જ નાના મોટા તથા તેમની આવશ્યક્તા વગેરેનો વિવેક કરીને જે વિનય કરે છે તેને સત્ત્વર મોક્ષસ્વરૂપ પરમાનંદસંપત્તિ સામેથી જ પ્રાપ્ત થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે બધાય યોગોમાં જેમ વિનયગુણની મુખ્યતા છે તેમ તેટલી જ મુખ્યતા વિવેકની પણ છે. જેમનો આપણે વિનય કરવાની ઈચ્છા રાખતા હોઈએ તે પૂજ્ય વ્યક્તિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ક્યા અનુકૂળ છે અને કયા પ્રતિકૂળ છે-એનો વિચાર કરવા Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક વિનય કરવો જોઈએ. વસ્ત્ર, પાત્ર, શય્યા, આસન, અશન, પાન વગેરે દ્રવ્ય છે. લખવા, વાંચવા, બેસવા, ઊઠવા, ઊંઘવા વગેરેની જગ્યા ક્ષેત્ર છે. તે તે કાર્ય કરવાના સમય સ્વરૂપ કાળ છે અને તેઓશ્રીની શરીર કે મન વગેરેની અવસ્થા ભાવ છે. અનુકૂળ દ્રવ્યાદિને આશ્રયીને અને પ્રતિકૂળ દ્રવ્યાદિના વર્જનને આશ્રયીને વિવેકપૂર્વક વિનય કરવો જોઈએ. | વિનય માટે યોગ્ય વ્યકિત(પૂજનીય)ઓમાં નાનામોટાનો ખ્યાલ રાખી વંદનાદિ વિનય કરવો જોઈએ. તેમ જ વૈયાવૃત્યની કોને કેટલી આવશ્યક્તા છે : એનો ખ્યાલ રાખી વૈયાવૃજ્યસંબંધી, ક્રમાનુસાર વૈયાવૃજ્યાદિ વિનય કરવો જોઈએ... ઈત્યાદિ આશયને જણાવવા માટે શ્લોકમાં યથાસ્થાનમ્ આ પાઠ છે. અંતે એ રીતે વિવેકપૂર્વક વિનયનું આરાધન કરી આપણે સૌ પરમાનંદના ભાજન બનવા પ્રયત્નશીલ બની રહી છે એ જ એક શુભાભિલાષા. ૨૯-૩૨ાા इदियश्रीद्वात्रिंशदद्वात्रिंशिकायां विनयद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ Page #50 -------------------------------------------------------------------------- _