Book Title: Vakrokti Jivit Kuntakno Kavya Vichar
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 7
________________ કાવ્ય ઉક્તિપ્રધાન હોય છે. રાઘવને પારિભાષિક સંજ્ઞા લેખે “ઉક્તિ'નું આપણું કાવ્યવિચારની પરંપરાને આધારે સવિસ્તર વિવરણ કર્યું છે. વ્યવહારભાષા અને કાવ્યભાષા વચ્ચે શો ભેદ છે તેની આ વાત છે. તો કાવ્યવિચારના સંદર્ભે આ “ઉક્તિને વિશેષ શેમાં રહેલું છે? કુન્તક કહે, છે. કાવ્યની ઉક્તિ “વક' હેય છે, અન્યત્ર માત્ર વયસ' હોય છે, પણ કાવ્યમાં “વફ વચ” હેય છે. તે વક્રોક્તિ એટલે કેવી ઉક્તિ? જે ઉક્તિ અસાધારણ છે, વિચિત્ર છે, અતિશયવાળી છે, રમણીય છે, વિદગ્ધતાની છટાવાળી છે, જે પ્રતિભાવંત કવિની – વક્ર કવિની પ્રવૃત્તિનું પરિણામ છે, એવી ઉક્તિ તે વક્રોક્તિ - કવિને જે કહેવાનું હોય, તે આગવી રીતે જ કહી શકાય. સ્થળપણે એ અર્થને વ્યક્ત કરતી અનેક શકય ઉક્તિઓ હોય પણ કવિનો વિવક્ષિત અર્થ અમુક શબ્દવિશેષ જ વ્યક્ત કરી શકે, અન્ય કઈ શબ્દ નહિ અને એવી જ રીતે વ્યક્ત થયેલો અર્થ તે જ કાવ્યાથ. તે જ સહૃદયને આહૂલાદ આપે. “વક્રોક્તિછવિત’માં કાવ્યકૃતિની પ્રત્યેક કક્ષાએ પ્રકટ થતી, પ્રવર્તતી વક્તાનું અનેક ઉત્કૃષ્ઠ કવિઓમાંથી ઉદાહરણ આપીને ક્રમશઃ સ્વરૂપવિવરણ કરેલું છે. તેમાં કતિનાં અકળ સૌંદર્ય સ્થાને સહજપણે કળતી કુન્તકની સૂમદશિતા સર્વત્ર પ્રતીત થાય છે. કવિ કૃતિને નિમતા છે. કૃતિ અને ભાવકના સંગથી કાવ્યનિષ્પત્તિ થાય છે. આ કાવ્યનિષ્પત્તિ એટલે શું? કાવ્યનિષ્પત્તિ એટલે કૃતિના ભાવનથી ભાવકને થતા વિચિત્ર્યને અનુભવ. તેને ભંગિ, વિચ્છિત્તિ, સૌંદર્ય, હદ્યત્વ, શોભા, મનોજ્ઞતા, ચારુ વગેરે નામે પણ ઓળખાવેલ છે. આ વૈચિત્ર્ય પ્રસિદ્ધ વ્યવહારસરણને અતિક્રમતું હોય છે – એ અર્થમાં તે અલૌકિક હોય છે. એને સિદ્ધ કરવા કવિ પ્રસિદ્ધ માર્ગને ત્યજી દઈને અર્થ અન્યથા કહે છે તે વક્રોક્તિ. એ કવિકૌશલથી નિર્મિત છટા છે, કવિપ્રતિભાની પ્રૌઢિનું પરિણામ હોય છે એટલે કે પ્રતિભાથી ઊલિખિત એવા કવિવ્યાપારનું પરિણામ હોય છે. ભામહે વકૅક્તિને કાવ્યાલંકારને અનિવાર્ય ધમ ગણે છે અને કાવ્યત્વ અલંકાર ઉપર જ નિર્ભર હેવાથી તેના મતે વક્રોક્તિ એ કાવ્યને સ્વભાવ છે. દંડીએ ૫ણું સ્વભાક્તિને માન્યતા આપી હોવા છતાં વક્રોક્તિને સર્વાધિક મહત્ત્વની ગણી છે. પરંતુ કુન્તકે વક્તિને કાવ્યનું

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 660