________________
કહેવાયું કે “અતિદુષ્કર દુષ્કર કરનાર એવા તારું સ્વાગત છે.” તે ત્રણે સાધુ કહે છે “જુઓ અમાત્યપુત્ર છે એમ કરીને આચાર્ય રાગ કરે છે. અહીં પણ લૌકિક વ્યવહાર છે. આ સ્થૂલભદ્ર) સુખસુખપૂર્વક ત્યાં રહ્યો તો પણ પ્રશંસા કરાયો.” બીજે વર્ષે સિંહ ગુફાવાસી શ્રમણ “ગણિકાના ઘરે જઈશ” એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. ઉપયુક્ત થયેલા આચાર્યએ એને વાર્યો (રોક્યો) પણ નહીં સાંભળતો તે ત્યાં ગયો. વસતિ માંગી. તેણી વડે અપાઈ. તેણી સ્વાભાવિક જ
ઔદારિકશરીરવાળી વિભૂષિત થયેલી અથવા અવિભૂષિત જ ધર્મને સાંભળે છે. તેણીના શરીર ઉપર તે (શ્રમણ) રાગી થયો, અને યાચના કરે છે. તેણી ઇચ્છતી નથી. પણ પ્રતિબોધ કરવા માટે કહે છે “પરંતુ જો તું કંઈક મને આપે તો”! “શું આપું ? “લાખ મૂલ્ય” તે (શ્રમણે) લાખ મૂલ્ય શોધવાનું શરૂ કર્યુ. નેપાલ દેશમાં શ્રાવક રાજા જે કોઈ ત્યાં જાય છે તેને લાખ મૂલ્યવાળું કંબલ આપે છે તે ત્યાં ગયો. એ રાજા વડે અપાયું. વંશના દંડના ભાગ કરીને પોલાણમાં કંબલને નાખીને તે આવે છે. એક જગ્યાએ ચોરો વડે માર્ગ રોકાયો. પોપટ બોલે છે “લાખ મૂલ્ય આવે છે” તે ચોરનો સેનાપતિ જાણે છે, પણ આવતા એવા સંયતને જુએ છે. અને પાછો ફરે છે. ફરી પોપટ બોલે છે, લાખ મૂલ્ય ગયું” તે ચોરના સેનાપતિ વડે જઈને બરાબર જોવાયું અને પૂછાયું. તેના વડે અભય અપાયે છતે શ્રમણ વડે કહેવાયું કે કંબલ છે, ગણિકા માટે લઈ જાઉં છું. છોડી દેવાયો. ત્યાર બાદ ગણિકાને અપાયું. તેણી વડે ખાળમાં નંખાયું. તે વારે છે, કે “તેને નષ્ટ ન કર' તેણી કહે છે “તું આ કંબલનો શોક કરે છે, આત્માનો શોક નથી કરતો. આ કંબલ જેવું જ તારા જેવાનું પણ થશે એ પ્રમાણે ઉપશાન્ત કરાયો, કેવી રીતે ? તરુણપણામાં દીર્ઘકાળ સુધી સુનિર્મલ શીલ પાળ્યું છે. ધ્યાન અને અધ્યયનથી (તેમજ) તપશ્ચર્યાઓથી પાપ રૂપી કાદવને પખાળ્યો = ધોઈ નાખ્યો છે. આવી (સુ) હલાહલ ઝેર જેવી વિષયની આશાને થંભાવી દે. (જેવો ઘાટ ઘડવો તેવો ઘડી શકાય અને મેલ-ભેળસેળ હોય એ નીકળી જાય એ માટે ઓગાળેલું =) ધમેલું ઉજ્જવળ વર્ણવાળું સોનું ફૂંકથી હારી ન જા અર્થાત્ ફૂંક મારે એટલી સેંકન્ડમાં હારી
ઈન્દ્રિયપરાજયશતક ૧૧૬