________________
આસક્તિને છોડીને રાજ્યની ચિન્તા કરો.(૧૦)રાજાએ કહ્યું. “હેમન્ત્રી ! સાંભળ તું અજ્ઞાન છે માટે આવું બોલે છે. નિદ્રાળુ, ઘોરતો એવો શું તું શપ્યાની રાહ જુએ છે? (૧૧) તરસ્યો પાણીને પ્રાપ્ત કરીને શું અમૃતની શોધ કરે ? તથા સ્ત્રીમાં અનુરક્ત થયેલો શું અન્ય કાર્યમાં અનુરાગવાળો થાય? (૧૨) કિંતુ જ્યાં સુધી આ સ્ત્રી આંખોના વિષયમાં વર્તે છે ત્યાં સુધી મારો જીવ છે, રાજ્ય ચિન્તા વડે મારે કંઈ કામ નથી. (૧૩) આ પ્રમાણે રાજચિંતાથી બહિર્મુખ એવા રાજાને માનીને કેટલામાં મંત્રીઓ ભેગા મળી પરસ્પર કંઈક મંત્રણા કરે તેટલામાં તે રાજાની પ્રિયાને સવારમાં ઉલટી થઈ. તેથી રાજા વડે વૈદ્યો બોલાવાયા.(૧૪,૧૫) તેઓ ઘણા ઉપચારો વડે જેટલામાં તેણીનો ઉપચાર કરે છે તેટલામાં સૂર્યોદય થયે છતે સહસા તેણી મૃત્યુ પામી. (૧૬) રાજા તત્કાળ જ આંખો બંધ કરીને ચાલી ગયેલી ચેતનાવાળો, કાષ્ઠની જેમ મૂચ્છ વડે વિહ્વળ શરીરવાળો પૃથ્વી ઉપર પડ્યો. (૧૭) ચંદનના દ્રવ વડે સિંચાયેલો, તાલવૃત્ત વડે વીંજાયેલો એવો તે ચૈતન્યને પ્રાપ્ત કરીને સ્તનપાન નહીં કરાયેલા બાળકની જેમ રડવા લાગ્યો. (૧૮) હે પ્રિયા!તું ક્યાં ગઈ છે?મને ઉચિત જવાબને આપ.આ પ્રકારની મશ્કરી લાંબા કાલ સુધી સહન કરવા માટે હું અસમર્થ છું. (૧૯) આ રીતે તે વિલાપ કરતે છતે તેણીનું પડખું નહીં મૂકતા એવા રાજાને મંત્રીએ કહ્યું હે દેવ!આ મૃત્યુ પામી છે, આથી સંસ્કાર કરાય. (૨૦) ગુસ્સે થયેલા રાજાએ કહ્યું આ દુષ્ટતાનું ભાજન એવો કોણ આવું બોલ્યો ? કટુકશબ્દો વડે ટાંકણાની જેમ મારા કર્મોને છોલી નાખે છે. (૨૧) રે રે પાપીઓ !તમારા પુત્રવિગેરે લોક સંસ્કાર કરાય, આ મારી પ્રાણપ્રિયા તો સો વર્ષ જીવશે.(૨૨) તે કારણે જે અમંગલ વાક્ય બોલશે તે મારો શત્રુ છે. આમ રાજાની ઉપેક્ષા કરીને એણીનો ગુપ્ત સંસ્કાર કરાયો. (૨૩) તેણીને નહીં જોતો રાજા વિશેષ રીતે બીજે ક્યાંય એકાગ્ર નહીં થયેલી (ફક્ત તેણીમાં જ રહેલી) બુદ્ધિવાળો, રુંધાઈ ગયેલી ઇન્દ્રિયનો સંચાર જેવો, યોગાત્માની જેવો રાજા થયો. (૨૪) જ્યાં સુધી પ્રાણપ્રિયાની ખબર નહીં મળે ત્યાં સુધી હું ભોજન નહીં કરું' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. (૨૫) ભોજનનો ત્યાગ કરનારા રાજાના દશ દિવસો પસાર થયા. મસ્ત્રીઓ વડે શીખવાડાઈને કોઈ પુરુષ રાજા પાસે મોકલાવાયો. (૨૭) તેણે જઈને કહ્યું
ઈન્દ્રિયપરાજયશતક ૧૩૭