________________
ચક્રવતી ચાર
૨૭૯ wronmmnum માસક૯૫ રહ્યા હોય ત્યાં મહત્વના કારણ વિના સાધુ કદિ માસક૫ ન કરી શકે. તમારી આત્મજાગૃતિ માટે જ રહ્યા હતા.
તમારે અહીં રહી એક વાતને ખ્યાલ રાખો. પુંડરીક ઉપર નજર રાખ્યા કરવી. એનું આકર્ષણ તમારા તરફ રહે એવી રીતભાતથી રહેવું હું મારો જ્ઞાનભાર તેને સોંપી અને ગચ્છનાયક બનાવી નિવૃત્ત થવા ઈચ્છું છું.
આ પ્રમાણે ભલામણ કરીને સમન્તભદ્ર વિહાર કર્યો. સાધ્વીજી મહાભદ્રા આજ્ઞા પ્રમાણે રાજકુળમાં રાજ જતા આવતા અને એ રીતે પુંડરીકનું મન પિતાના પ્રતિ આકર્ષી લીધું. બાળક પુંડરીકને સાધ્વીજી પ્રતિ હેત થઈ આવ્યું. મા કરતા સાધ્વીજી વધુ ગમવા લાગ્યા.
અનુક્રમે યુવાન થવા સાથે એ ગુણવાન પણ બન્ય. સમન્તભદ્રાચાર્યે જે ગુણે ગણાવ્યા હતા તે બધા જ પુંડરીક કુમારમાં જળહળતા દેખાયા. સાધ્વીજી મહાભદ્રા ઉપર પુંડરીકને નેહ હતા, એથી એના સંસર્ગે ગુણવિકાસ સારે થયે. પુનરાગમન:
સમંતભદ્રજી વિચરતા વિચરતા આ નગરે પુનઃ પધાર્યા. સાધ્વીજી મહાભદ્રા પુંડરીકને સાથે લઈ વંદનાથે ગયા. રાજકુમાર પુંડરીક ભવ્યપુરૂષ અને સુમતિધન હતો તેથી સંમતભદ્રજીને જોતા ઘણેજ આનંદ થયે. એમાં દેશના સાંભળ્યા પછી તે આનંદ હૈયામાં માતે ન હતે.
પુંડરીકે પૂછયું, આર્યો ! આ મહાપુરૂષ કેણ છે?