________________
૧૩૬
ઉપદેશપદ : ભાગ-૨ જો કે તેવા પ્રકારની રાજની સામગ્રી ખરીદેલી જાણવામાં આવે તો રાજલોક વડે સર્વસ્વ અપહારનો નિશ્ચિત દંડ કરવામાં આવે છે એવી સમજણ તેના મનમાં બેઠેલી હતી, તો પણ તેની અવગણના કરીને તે સુવર્ણકોશોના ખરીદ અને સંગ્રહથી પોતે લીધેલા ઇચ્છા પરિમાણ વ્રતનું ઉલ્લંઘન થતું હોવાથી “પ્રાણ ભંગથી પણ વ્રતભંગ દારૂણ છે” એ અભિપ્રાયથી તેણે સુવર્ણ કોશો ન ખરીદી. (પ૩૧-૫૩૨)
ભયંકર લોભરૂપી સાપના વિષથી વિઠ્ઠલ થયેલા મિથ્યાદૃષ્ટી નંદે તેનું તેવા પ્રકારનું સ્વરૂપ જાણતો હોવા છતાં તે કોશોને ખરીદી લીધી અને કહ્યું: તમારે આ કોશો મારી પાસે દરરોજ લઈ આવવી કારણ કે અમારે આનું મોટું કામ છે. આવેલી કોશોની ખરીદી એના જેવી બીજી લોખંડની કોશોના મૂલ્યથી અધિક દ્રવ્ય આપીને કરવા લાગ્યો. આ પ્રમાણે પ્રતિદિન ઘણી કોશો ખરીદવાથી તેની પાસે ઘણી સંખ્યા થઈ.
હવે કોઇક વખત જેનું વચન ઉલ્લંઘી ન શકાય તેવા કોઈક સ્વજનના ઘરે ઉત્સવ થયો. તેણે બીજા નંદ પાસે આવીને નિમંત્રણ કર્યું. તેના નિમંત્રણ પછી–જેવી રીતે મેં તળાવના ખાણિયાઓ પાસેથી કોશોને ખરીદી તેવી રીતે તારે પણ ખરીદ કરવી એમ પુત્રને ભલામણ કરીને પછી સ્વજનને ત્યાં ગયો. પછી તેની દુકાને ખાણિયાઓ હાથમાં કોશો લઈને આવ્યા અને ખાણિયાઓ કોશોની અધિક કિંમત માગવા લાગ્યા. પુત્રે કોશોની અધિક કિંમત ન આપી અને સોદો અટકી ગયો. પુત્ર ફરી દુકાન પર આવ્યો ત્યારે જલદીથી અધીરાઇવાળા થયેલા ખાણિયાઓએ પુત્ર પાસેથી ફરી પણ જ્યારે અધિક મૂલ્યની યાચના કરી ત્યારે પુત્રે રોષથી કોશોને દુકાનમાંથી બહાર ફેંકી, ત્યારે કોશો ઉપર લાગેલો કાટ ઊખડી ગયો તેથી સોનાનું દર્શન થયું. તેઓએ દંડપાશિક માણસોને હકીકત જણાવી. પછી રાજાએ કોશ સંબંધી પૃચ્છા કરી કે બાકીની કોશો તમે ક્યાં વહેંચી છે? તેઓએ જણાવ્યું કે પૂર્વે એક નંદે આ કોશોને જોઈ હતી પણ તેણે ખરીદી નહીં. આ નંદે ઘણી ખરીદ કરી છે. રાજાએ નંદની પૃચ્છા કરી કે તારી પાસે વેંચાવા આવવા છતાં તે કેમ ન ખરીદી. તેણે કહ્યું: હે દેવ! ઇચ્છાપરિમાણવ્રતના ભંગના ભયથી મેં ન ખરીદી? પછી નંદશ્રાવકના શુદ્ધ વ્યવહારને કારણે રાજાએ તેની મહાગૌરવ પૂજા કરી. મિથ્યાદષ્ટી નંદને સર્વધનરૂપ પ્રાણને હરવા સ્વરૂપ દંડ કર્યો. પછી મિથ્યાદષ્ટી નંદે મિત્રના ઘરેથી પાછા ફરતા આ પ્રમાણે વૃત્તાંત સાંભળીને વિચાર્યું, અહો! હું પોતાના જંઘાબળથી જ દુકાન ઉપરથી ઊઠીને અન્યત્ર ગયો તેથી ખરેખર આ બે જંઘાનો અપરાધ છે તેથી તેનો છેદ
૧. અપરાધ : લોભાંધ બનેલા બીજા નંદના મનનો દોષ હતો છતાં તેણે દોષનો ટોપલો બે જંઘા ઉપર
નાખ્યો, તેમ કરીને લુપ્ત વિવેકી નંદે પોતાના આત્માને આલોક અને પરલોકના દુઃખનું ભાજન બનાવ્યો.