________________
૧૯૮
ઉપદેશપદ : ભાગ-૨ સોમા દેવીએ કહ્યું કે રોહિણી નામની કન્યા મારા વડે તને સ્વયંવરમાં અપાઈ છે તું ત્યાં ત્રિવિષ્ણુ ઢોલ વગાડજે. પછી વસુદેવે દેવીની સર્વ વાત માન્ય કરી અને રોહિણી કન્યાને મેળવવા તલસતો તે બહાર દેશમાં કરાયો છે આવાસ જેઓ વડે, કરાયા છે ઊંચા મંડપ જેઓ માટે એવા જરાસંધ વગેરે સર્વે રાજાઓ વડે ચારેબાજુથી શોભાવાતા રિષ્ટ નામના નગરમાં પહોંચ્યો.
વસુદેવ ઢોલીઓની સાથે મંડપના એક ભાગમાં રહ્યો. સંધ્યા સમયે રાજાવડે જાહેર કરાયેલી ઘોષણાને સાંભળે છે. રુધિર રાજાની મિત્રાદેવી રાણીથી જન્મેલી રોહિણી કન્યાનો સ્વયંવર આવતી કાલે રચાશે. તેથી વિવાહની તૈયારી કરીને આવેલા સર્વે રાજાઓએ તૈયાર થઈ વિવાહ મંડપ શોભાવવો. બીજા દિવસે સૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામ્યો ત્યારે તાંબા જેવા લાલ કિરણોના લેપથી આકાશને કુકુમની જેમ રંગ્યું. પછી કલ્પવૃક્ષ જેવા શૃંગાર સજીને, તાલસિંહાદિ રાજચિહ્નોથી શોભતા, ઉલ્લસિત કરાયેલા આતોઘ (વાજિંત્રો)ના અવાજથી સંપૂર્ણ ભરાયો છે આકાશનો મધ્યભાગ જેઓ વડે, તડકાનું નિવારણ કરવા ધરાયું છે ઉદંડ ધવલ છત્ર જેની ઉપર, હાથી-ઘોડા-રથ યથાયોગ્ય સ્થાને છોડવામાં આવ્યા છે જેઓ વડે, લશ્કર અને વાહનો વડે પોતાની સંપૂર્ણ શોભાને ધારણ કરતા એવા રાજાઓ સ્વયંવર સ્થાને પહોંચ્યા અને યથાસ્થાને બેઠા. ચામર વીંઝાવાતા જરાસંધ વગેરે રાજાઓ હિમાલયના શિખર જેવા ઊંચા આસનો ઉપર બેઠા ત્યારે દાસીઓના સમૂહથી ચારે તરફ વીંટળાયેલી, અંતઃપુરના વૃદ્ધ મનુષ્યો વડે છત્રથી ઢંકાયું છે મસ્તકનો ભાગ જેનો, સફેદ ચામરોથી વીંઝાતી, સુગંધી સૌરભના સમૂહને ફેલાવતી માળાને હાથમાં ધારણ કરી છે જેણે, અતિ ઉત્તમ શણગાર સજ્યો છે જેણે, જાણે સાક્ષાત્ લક્ષ્મી ન હોય! એવી રોહિણી સ્વયંવર ભૂમિમાં આવી. (૮૬)
પછી લેખિકા નામની ધાવમાતાએ ઈન્દ્ર જેવા રૂપવાળા, સામે બેઠેલા રાજાઓને બતાવ્યા. જેમકે હે વત્સ! આ સર્વ રાજાઓના મસ્તક પર રહેલા પુષ્પોથી પૂજાયા છે બે ચરણ જેના એવો સિંધ પ્રાંતનો રાજા જરાસંધ છે. હે પુત્રી! આ શૂરસેન દેશનો નાયક, પ્રતાપથી સૂર્ય જેવો ઉગ્રસેનનો પુત્ર અહીં બેઠો છે અને ન્યાયના સમુદ્રો આ અંધકવૃષ્ણિના પુત્રો સમુદ્રવિજયને આગળ કરીને બેઠા છે. કુરુદેશનો અધિપ પાડુ રાજા અહીં પુત્રો સાથે બેઠો છે અને આ ચેદિદેશના દમઘોષ રાજાને નીરખીને જો. પાંચાલ દેશનો સ્વામી આ દ્રુપદ રાજા છે. આ પ્રમાણે તેણે બીજા પણ રાજાઓને ક્રમસર બતાવ્યા. આ બધા રાજાઓ પસંદગીનો વિષય ન બન્યા ત્યારે તેઓ ઉપરની દૃષ્ટિ પૂર્ણ થયા પછી રાત્રિમાં દીપક વિનાના રાજમાર્ગો ઉપર ઘોર અંધકાર છવાયે છતે પણવ (ઢોલ) શબ્દથી સંબોધન કરાયેલી રોહિણીએ સવારે સાક્ષાત્ પંકજકાંતિની જેમ વસુદેવને