Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 535
________________ ૫૨૮ ઉપદેશપદ : ભાગ-૨ प्रकृता श्रीनागपुरे समर्थिताऽणहिल्लपाटके नगरे । अब्धिमुनिरुद्रसंख्ये (११७४) वहमाने विक्रमे वर्षे ॥६॥ दृष्ट्वा शक्त्या सुनिपुणतथारूपबोधादृते वा । यच्चाभोगाभवनवशतो हीनमात्राधिकं वा । किञ्चित् कस्मिंश्चिदपि च पदे दृब्धमुत्तार्य धीरस्तन्मे धर्मं घटयितुमनाः शोधयेच्छास्त्रमेतत् ॥७॥ साहाय्यमत्र परमं कृतं विनेयेन रामचन्द्रेण। गणिना, लेखनसंशोधनादिकं शेषशिष्यैश्च ॥८॥ विप्रेण केशवेनैषा प्रागादर्श निवेशिता । अत्यन्तमुपयुक्तेन शुद्धयशुद्धी विजानता ॥९॥ ग्रन्थान० १४५०० सूत्रसंयुक्तोपदेशपदवृत्तिशोकमानेन प्रत्यक्षरगणनया ॥१०॥ श्रीः ॥ ટીકાકારની પ્રશસ્તિ ક્ષમામાં અતિશય લીન થયેલ, ગગન તલ સુધી ફેલાયેલા શ્રેષ્ઠ અસાધારણ મહિમાવાળો, અતિશય પવિત્ર અને સાધુઓને પ્રિય એવી ચારિત્રમર્યાદાને ધારણ કરતો, જેમાં ઘણો શુભ સત્ત્વ ઉછળ્યો છે તેવો, સુકુળની છાયાથી સમૃદ્ધ અને ઉદયાચલ પર્વત જેવો પ્રગટ મહાન ગચ્છ હતો. (૧) તે વિશાળ ગચ્છમાં (અજ્ઞાનરૂપી અંધકારના નાશનું કારણ, (સંસારસાગરથી) તારનાર તેજનો સમૂહ, વિશ્વને પ્રકાશિત કરનાર, જેના ચરણો નમસ્કાર કરવા યોગ્ય છે, જાણે નવો સૂર્ય હોય તેવા અને જેમને કામદેવ સારી રીતે નમ્યો છે તેવા શ્રીસર્વદેવ નામના મુનિપતિ (=સાધુસમુદાયના નાયક) ઉત્પન્ન થયા. (૨) તેમનાથી ઉચ્ચ અનુષ્ઠાનવાળા શ્રીયશોભદ્રસૂરિ અને શ્રીનેમિચંદ્ર વગેરે દિગ્ગજ જેવા આઠ આચાર્યો થયાં. (૩) ધ્યાનયોગથી જેમણે વિવિધ પીડા કરનાર બુદ્ધિના અંધાપાવાળી પ્રકૃતિનો નાશ કર્યો છે, મુનિગુણરૂપ મણિના સાગર, જેમને શુદ્ધશિષ્યો પ્રાપ્ત થયા છે, સતત શાસ્ત્રાનુસાર કરાતી ચર્ચાથી જેમણે સત્પરુષોના ચિત્તને આકર્ષી લીધું છે તેવા વિનયચંદ્ર નામના ઉપાધ્યાય થયા. (૪) તેમની પરંપરામાં થયેલા લગભગ સર્વ સાધુઓ પ્રત્યે ભક્તિવાળા શ્રીમુનિચંદ્ર નામના મુનિનાયક થયા. તેમણે આ ટીકા રચી છે. (૫) આ ટીકા શ્રીનાગપુરમાં શરૂ કરી અને અણહિલ્લ પાટણનગરમાં વિક્રમ સંવત્ ૧૧૭૪માં પૂર્ણ કરી. (૬) શક્તિથી જોઈને તેવા પ્રકારના સુનિપુણ બોધના અભાવથી કે અનુપયોગથી કોઇપણ પદમાં કંઈક હીન-અધિક માત્રાની રચના કરી હોય તેને દૂર કરીને મારા ઉપર ઉપકાર કરવાના મનવાળા બુદ્ધિમાન ૧. અહીં ગચ્છને ઉદયાચલ પર્વતની ઉપમા આપી છે. આથી આ શ્લોક ચર્થક છે. ઉદયાચલ પર્વતના પક્ષમાં તેનો અર્થ આ પ્રમાણે છે. પૃથ્વી ઉપર દઢ જોડાયેલ, ગગનતલ સુધી ઊંચો, અસાધારણ મહિમાવાળો, અતિપવિત્ર અને સપુરુષોને પ્રિય એવી પર્વતની મર્યાદાને ધારણ કરતો, જેની ઘણી શુભ વિદ્યમાનતા ઉછળી છે, અર્થાત્ જે ઘણો પ્રસિદ્ધ થયો છે, અને સારાં વાંસવૃક્ષોની છાયાથી સમૃદ્ધ એવો પ્રગટ ઉદયાચલ પર્વત હતો. ૨. આ શ્લોક પણ ચર્થક છે. સૂર્યના પક્ષમાં તેનો અર્થ આ પ્રમાણે છે–તે ઉદયાચલ પર્વત ઉપર અંધકારના નાશનું કારણ, તારનાર તેજનો સમૂહ, વિશ્વને પ્રકાશિત ફરનાર, (લોક સૂર્યને નમે છે એ દૃષ્ટિએ) જેના ચરણો નમસ્કાર કરવા લાયક છે, જેને કામદેવ સારી રીતે નમ્યો છે, તે સૂર્ય ઉદય પામ્યો.

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538