Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 219
________________ ૨૦૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૦૦ ગાથાર્થ - ગૃહસ્થ લિંગ, કુલિંગ અને દ્રવ્યલિંગો વડે શેષ મિથ્યાષ્ટિઓ છે, જેમ ત્રણ મોક્ષપથ છે, તેમ ત્રણ સંસારપથ છે. પિ૨ ll ટીકા : शेषाः प्रोक्तव्यतिरेकिणो मिथ्यादृष्टयो विपरीताभिनिवेशाद् भवानुयायिन इत्यर्थः । के ते ? अत आह-गृहिलिङ्गकुलिङ्गद्रव्यलिङ्गः करणभूतैर्ये वर्तन्ते, एवं च स्थिते किं सम्पन्नमित्याहयथा 'तिनि उ' त्ति त्रय एव मोक्षपथाः सुसाधुश्रावकसंविग्नपाक्षिकलक्षणा निर्वाणमार्गाः, संसारपथा भवमार्गास्तथा त्रय एव, गृहस्थचरकादिपार्श्वस्थादिरूपा इति ॥५२०।। ટીકાર્ય : શેષ: પાર્થસ્થતિરૂપ તિ પા શેષ પૂર્વમાં ત્રણ કહ્યા તેના સિવાયના, મિથ્યાદૃષ્ટિઓવિપરીત અભિનિવેશ હોવાને કારણે મિથ્યાષ્ટિઓ, ભવને અનુસરનારા છે, તે કોણ છે? આથી કહે છે – કરણભૂત=સાધતભૂત એવા, ગૃહસ્થલિંગ-કુલિંગ અને દ્રવ્યલિંગો વડે જેઓ વર્તે છે અને આ પ્રમાણે હોતે છતે શેષ ત્રણ મિથ્યાષ્ટિઓ છે એ પ્રમાણે હોતે છતે, શું પ્રાપ્ત થયું ? એથી કહે છે – જે પ્રમાણે ત્રણ જ મોક્ષમાર્ગો છે=સુસાધુ-શ્રાવક અને સંવિગ્નપાક્ષિક રૂપ નિવણના માર્ગો છે, તે પ્રમાણે ગૃહસ્થ-ચરક વગેરે અને પાર્શ્વસ્થ વગેરે ત્રણ જ સંસારપથ છે=ભવના માર્ગો છે. પર! ભાવાર્થ : જેઓ સંપૂર્ણ સાવદ્યયોગથી વિરત છે, આથી જ સામાયિકની પરિણતિવાળા છે, આથી જ આત્માની નિર્લેપ પરિણતિની વૃદ્ધિ થાય તે રીતે મન-વચન-કાયાના યોગોમાં યત્ન કરે છે, તેઓ મોક્ષપથમાં છે. વળી જેમને તેવો જ મોક્ષપથ અત્યંત પ્રિય છે અને શક્તિના પ્રકર્ષથી એવા મોક્ષપથને અનુકૂળ બળસંચય કરવા માટે શ્રાવકધર્મ સેવે છે, તેઓ પણ મોક્ષપથમાં છે અને જેમને અવિરતિનો તીવ્ર ઉદય છે, તેથી સાધુધર્મને કે શ્રાવકધર્મને સેવી શકતા નથી તોપણ સાધુધર્મ પ્રત્યે અત્યંત રુચિ છે તેવા સંવિગ્નપાલિક સાધુના વેષમાં રહેલા શિથિલ આચારવાળા અથવા ગૃહસ્થવેષમાં રહેલા અથવા અવિરતસમ્યગ્દષ્ટિ જે સંવિગ્નપથનો પક્ષપાત કરે છે, એથી સંવિગ્નપાક્ષિક છે અને તેઓ મોક્ષમાર્ગમાં છે અને જેઓ સ્કૂલ બોધવાળા છે, તેઓ પણ સમ્યક્તની સન્મુખ છે. તેથી સ્કૂલબોધ અનુસાર સુસાધુના પક્ષપાતી છે માટે તેઓ પણ હેતુથી સમ્યગ્દષ્ટિ છે માટે સંવિગ્નપાક્ષિક છે. વળી જેઓ માત્ર ભોગવિલાસના અર્થી છે તેવા ગૃહસ્થો, વળી જેઓ વિપર્યાસ બુદ્ધિવાળા છે અને એકાંત દર્શનની મિથ્યાવાસના પ્રત્યે અભિનિવેશવાળા છે, તેવા કુલિંગીઓ અને સાધુવેષમાં રહેલા દ્રવ્યવેષધારી અને સાધુ પ્રત્યે નિરપેક્ષ થઈને સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરીને અમે સાધુ છીએ તેવા ગર્વને

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258