________________
સગ ૬ ઠ્ઠો
એક વખતે રૂામણીએ સ્વપ્નમાં જોયું કે “જાણે પોતે એક શ્વેત વૃષભ ઉપર રહેલા વિમાનમાં બેઠેલી છે.’” તે જોઇ તે તરત જાગ્રત થઇ. તે વખતે એક મહદ્ધિક દેવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવી રૂમિણીના ઉત્તરમાં અવતર્યા, પ્રાત:કાળે ઉડી રૂફમિણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણને કહી. એટલે “તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એવા પુત્ર થશે” એમ કૃષ્ણે કહ્યું. આ સ્વપ્નની વાર્તા સત્યભામાની એક દાસીએ સાંભળી, એટલે તેણે શ્રવણમાં દુ:ખદાયક તે વાર્તા સત્યભામાને કહી. તત્કાળ તેણે પણ એક સ્વપ્નની કલ્પના કરી કૃષ્ણ પાસે જઇને કહ્યું કે “આજે મેં સ્વપ્નમાં અરાવત હસ્તી જેવા હાથી જોયા છે.” કૃષ્ણે તેની ઇગિત ચેષ્ટા ઉપરથી ‘આ વાર્તા ખાટી છે' એવુ ધારી લીધુ', પણ તેને કાપાવવી નહી. એમ વિચાર કરી કહ્યું કે ‘તારે પણ શુભ પુત્ર થશે.’ દૈવયેાગે સત્યભામાને ગર્ભ રહ્યો, તેથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું. રૂમિણીના ઉદરમાં ઉત્તમ ગર્ભ હતા, તેથી તેનું ઉદર જેવું હતું તેવું જ રહ્યું. ગૂઢ રીતે ગભ વૃદ્ધિ પામવા લાગ્યા; તેથી એક દિવસ સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે આ તમારી પત્ની રૂફ઼મણીએ તમને ખાટા ગભ કહ્યા છે, કારણ કે અમારાં બ ંનેના ઉદર જુએ.’ તે વખતે એક દાસીએ આવીને વધામણી આપી કે રૂમિણી દેવીએ સુવણુ જેવી કાંતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપ્યા છે.' તે સાંભળી સત્યભામા વિલખી અને ક્રોધિવહ્વળ થઇ ગઇ. ત્યાંથી ઘેર આવતાં તેણે પણ ભાવુક નામના પુત્રને જન્મ આપ્યા.
૨૮૦
કૃષ્ણ પુત્રજન્મની વધામણીથી હુઈ પામી રૂમિણીના મદિરમાં ગયા, અને બહાર સિંહાસન પર બેસી પુત્રને મંગાવી જોયા; પુત્રની કાંતિથી સર્વ દિશાઓને ઉદ્યોતવાળી થયેલી જોઈને તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડયુ અને કૃષ્ણ તેને હુ લાવવાને માટે ક્ષણવાર ત્યાં બેઠા. તે વખતે પૂર્વ ભવના વૈરથી ધૂમકેતુ નામે એક દેવ રૂમિણીનો વેષ લઇ કૃષ્ણ પાસે આવ્યા અને કૃષ્ણ પાસેથી બાળકને લઈને વૈતાઢવિગિર ઉપર ચાલ્યા ગયા. ત્યાં ભૂતરમણુ ઉદ્યાનમાં જઈ ટકશિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યા કે ‘આ બાળકને અહી અફળાવીને મારી નાખું ? પણ ના, તેથી તો તે બહુ દુ:ખી થશે; માટે આ શિલા ઉપર મૂકીને ચાલ્યા જાઉં કે જેથી અહીં નિરાધાર અને ક્ષુધાતુર એવા એ આક્રંદ કરતો કરતો મરી જશે.' આવા વિચાર કરી તેને ત્યાં છેડી દઇને ચાલ્યા ગયો. તે બાળક ચરમદેડી હતો અને નિરૂપક્રમ જીવિતવાળા હતો તેથી શિલા પરથી ઘણાં પાંદડાંવાળા પ્રદેશમાં તે નિરાખાધપણે પડી ગયો. કાળસંવર નામે કોઇ ખેચર વિમાનમાં બેસીને અગ્નિજવાલ નગરથી પેાતાને નગરે જતો હતો, તેનું વિમાન ત્યાં સ્ખલિત થઇ ગયુ.. ખેચરપતિએ વિમાન સ્ખલિત થવાનો હેતુ વિચારતાં નીચે જોયુ તો ત્યાં તે તેજસ્વી બાળકને અવલેાકથો. એટલે ‘મારા વિમાનને સ્ખલિત કરનાર આ કાઈ મહાત્મા બાળક છે.’ એવુ જાણી તેને લઈને તેણે પેાતાની કનકમાળા નામની રાણીને પુત્ર તરીકે અણુ કર્યા. પછી તેણે પોતાના મેઘકૂટ નગરમાં જઈ ને એવી વાર્તા ફેલાવી કે “મારી પત્ની ગૂઢગર્ભા હતી. તેણે હમણાં એક પુત્રને જન્મ આપ્યા છે.' પછી તે કાળસ વર ખેચરે પુત્રના જન્માત્સવ કર્યો, અને તેના તેજથી દિશાઆમાં પ્રદ્યોત થતો જોઇને શુભ દિવસે તેનું પ્રદ્યુમ્ન એવુજ નામ પાડ્યું.
અહીં રૂમિણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું કે ‘તમારા પુત્ર કયાં છે ?' કૃષ્ણે કહ્યું; ‘તમે હમણાજ પુત્રને લઈ ગયા છે.' રૂમિણી ખાલી ‘અરે નાથ ! શું મને છેતરવા માગેા છે! ? હું લઇ ગઇ નથી? ત્યારે કૃષ્ણે જાણ્યું કે જરૂર મને કેાઈ છળી ગયું. પછી
૧ ચરમદેડી–છેલ્લા શરીરવાળા, તે જ ભવમાં મેક્ષે જનાર.
૨ ડાઈપણ પ્રકારના ઉપક્રમ—ઉપઘાત ન લાગે એવું વિત—આયુષ્ય.