Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 443
________________ ૪૦૦ સ ગ ૩ જે ઍવીને તે દેવ અર્ધ રાત્રે વામાદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ઈદ્રોએ, રાજાએ અને તહેરા સ્વપ્ન પાઠકે એ સ્વપ્નની વ્યાખ્યા કહી બતાવી તે સાંભળી હર્ષ પામેલા દેવી તે ગર્ભ ધારણ કરતા સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દશમીએ અનુરાધા નક્ષત્રમાં રત્નને જેમ વિદુરગિરિની ભૂમિ પ્રસવે તેમ વામાદેવીએ સર્ષના લાંછનવાળા નીલવણ પુત્રને જન્મ આપ્યો. તત્કાળ છપ્પન દિકુમારીઓએ આવી અહિત પ્રભુનું અને તેમની માતાનું સૂતિકાકર્મ કર્યું. પછી શકે ઢે ત્યાં આવી દેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પિતે પાંચ રૂ૫ વિક્ર્ચા. તેમાં એકરૂપે પ્રભુને લીધા. બે રૂપે ચામર ધારણ કર્યા, એકરૂપે પ્રભુના ઉપર છત્ર ધર્યું અને એક રૂપે વજ ઉછાળતા સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ તરફ દષ્ટિ રાખતા ઉતાવળે મેરૂગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂબિરિની અતિપાંડૂકબલા નામની શિલા ઉપર પહોંચ્યા. ત્યાં પ્રભુને ઉસંગમાં લઈને શકેદ્ર સિંહાસન પર બેઠા. તે વખતે અશ્રુત વિગેરે ત્રેસઠ ઈદ્રો પણ સત્વર ત્યાં આવ્યા, અને તેમણે વિધિપૂર્વક પ્રભુને જન્માભિષેક કર્યો. પછી સૌધર્મેન્દ્ર ઈશાનંદના ઉત્કંગમાં પ્રભુને બેસાડીને વૃષભના શૃંગમાંથી નીકળતા જળવડે સ્નાન કરાવ્યું. પછી ચંદના(હકથી પ્રભુનું અર્ચન કરી અંજલિ જેડીને ઈદ્ર પવિત્ર સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા, જગતના પ્રિય હેતભૂત અને દુસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ એવા તમને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના કોશ (ભંડાર)રૂપ, વિકસિત કમળ જેવી કાંતિવાળા અને ભવ્ય પ્રાણરૂપ કમળમાં સૂર્ય જેવા હે ભગવંત! હું આપને નમસ્કાર કરું છું. ફળદાયક એવાં એક હજાર ને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મ રૂપ અંધકારનો નાશ કરવામાં ચંદ્ર જેવા તમને મારો નમસ્કાર છે. ત્રણ જગતમાં પવિત્ર, જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર, કર્મરૂપ સ્થળને ખોદવામાં ખનિત્ર' સમાન અને શ્રેષ્ઠ ચારિત્રના ધારક એવા તમને મારે નમસ્કાર છે. સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાન અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હે પરમાત્માનું ! તમને મારો નમસ્કાર છે. કષાયને દૂર કરનાર કરૂણાના ક્ષીરસાગર અને રાગદ્વેષથી વિમુક્ત એવા હે મોક્ષગામી પ્રભુ! તમને મારે નમસ્કાર છે. હે પ્રભુ ! જો તમારા ચરણની સેવાનું ફળ હોય તે તે ફળવડે તમારી ઉપર ભવોભવમાં મને ભક્તિભાવ પ્રાપ્ત થશે.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તેમને લઈ વામાદેવીના પડખામાં મૂક્યા, અને તેમને આપેલી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઈ ઈદ્ર પોતાને સ્થાનકે ગયા. અશ્વસેન રાજાએ પ્રાતઃકાળે કારાગૃહમક્ષપૂર્વક ર તેમનો જન્મોત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ એકદા કૃષ્ણ પક્ષની રાત્રીએ પણ પડખે થઈને એક સપને જાતે જે હતો, પછી તે વાર્તા તરતજ પતિને કહી હતી, તે સંભારીને અને એ ગંભનોજ પ્રભાવ હતો એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાથે એવું નામ પાડયું. ઈ આજ્ઞા કરેલી અપ્સરારૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખોળે ખોળે સંચરતા વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે નવ હસ્ત ઊંચી કાયાવાળા થઈને કામદેવને ક્રીડા કરવાના ઉપવન જેવા અને મૃગાક્ષીઓને કામણ કરનારા યૌવનવયને પ્રાપ્ત થયા. જાણે નીલમણિના સારથી કે નીલેલ્પલની લમીથી બનેલા હોય તેમ પાર્શ્વ પ્રભુ કાયાની નીલ કાંતિવડે શોભવા લાગ્યા. મોટી શાખાવાળા વૃક્ષની જેમ મોટી ભુજાવાળા અને મેટા તટવાળા ગિરિની જેમ વિશાળ ૧. ખોદવાનું હથિયાર. ૨. કેદીઓને છોડી દેવા.

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472