Book Title: Trishashti Shalaka Purush Charitra Part 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 440
________________ ૩૯૭ આપ પધારે. ત્યાં આવવાથી વિદ્યાધરની સર્વ ઐશ્વર્યલક્ષમી આપને પ્રાપ્ત થશે. તેના અતિ આ ગ્રહથી રાજાએ તેનું વચન સ્વીકાર્યું , એ સમયે પદ્માએ પિતાની માતાને નમન કરીને ગદગદ્ વાણીએ કહ્યું કે હે માતા ! હવે મારે પતિ સાથે જવું પડશે, કેમકે એમના સિવાય માર: હવે બીજું સ્થાન હોયજ નહી, માટે કહો કે હવે ફરીવાર તમે કયારે મળશે ? આ બંધુ જેવાં ઉદ્યાનવૃક્ષોને, પુત્ર સમાન મૃગશિશુઓને અને આ બહેનો જેવી મુનિકન્યાઓને મારે છોડવી પડશે. આ હાલે મયૂર મેઘ વર્ષતાં જ સ્વર બોલી પોતાનું તાંડવ હવે કેની આગળ બતાવશે? આ બેરસલી, અશોક અને આંબાના વૃક્ષોને વાછડાને ગાની જેમ મારા વિના પયપાન કોણ કરાવશે?” રત્નાવળી બોલી “વત્સ ! તું એક ચક્રવતી રાજાની પત્ની થઈ છે, તે હવે ધિક્કારભરેલા આ વનવાસના વૃતાંતને ભૂલી જજે, અને આ પૃથ્વીના ઈંદ્ર ચક્રવતી રાજાને અનુસરજે, તેથી તું તેની પટ્ટરાણી થઈશ. આવા હર્ષને વખતે હવે તું શોક કરે છોડી દે.” આ પ્રમાણે કહી તેણીના મસ્તક પર ચુંબન કરી, ભરપૂર આલિંગન કરી અને ઉત્કંગમાં બેસાડીને રત્નાવળીએ શિખામણ આપવા માંડી કે “હે વત્સ! હવે તું પતિગૃહમાં જાય છે, તેથી ત્યાં હમેશાં પ્રિયંવદા થજે, પતિના જમ્યા પછી જમજે, અને તેના સુતા પછી સુજે. ચકવતીની બીજી સ્ત્રીઓ કે જે તારે સપની શક્ય) થાય, તે કદિ સાપને ભાવ બતાવે, તે પણ તે તેમને અનુકૂળજ રહેજે, કેમકે “મહત્વવાળી જનેની એવી યોગ્યતા છે.’ હે વત્સ! હમેશાં મુખ આડું વસ્ત્ર રાખી, નીચી દષ્ટિ કરી પિયણીની જેમ અસૂર્યપશ્યા (સૂર્યને પણ નહીં જોનારી) થજે. હે પુત્રી ! સાસુનાં ચરણકમળની સેવામાં હંસી થઈને રહેજે, અને કદિ પણ હું ચક્રવર્તિપની છું એ ગર્વ કરીશ નહીં. તારી પત્નીના સંતાનને સર્વદા પિતાના પુત્ર માનજે, અને તેઓને પિતાના સંતાનની જેમ પોતાના ખોળારૂપ શયામાં સુવાડજે.” આ પ્રમાણે પોતાની માતાનાં અમૃત જેવાં શિક્ષાવચનોનું કર્ણાજલિવડે પાન કરી નમીને તેની રજા લીધી. પછી તે પિતાના પતિની અનુચરી થઈ. પોત્તર વિદ્યારે પોતાની માતા રત્નાવળીને પ્રણામ કરીને ચકવતીને કહ્યું કે “હે સ્વામિન્ ! આ મારા વિમાનને અલંકૃત કરે. પછી ગાલવ મુનિની રજા લઈ સુવર્ણબાહુ રાજા પોતાના પરિવાર સહિત પદ્ધોત્તરના વિમાનમાં બેઠા. પવોત્તર પિતાની બહેન પદ્મા સહિત સુવર્ણબાહુને વૈતાઢ્ય ગિરિ ઉપર પિતાના રતનપુર નગરમાં લઈ ગયો. ત્યાં દેવતાના વિમાન જે એક રત્નજડિત મહેલ અનેક ખેચરે યુક્ત સુવર્ણ બાહને રહેવા માટે મેં અને પિતે હમેશાં દાસીની જેમ તેમની પાસે જ રહીને તેમની આજ્ઞા ઉઠાવવા લાગે, તેમજ સ્નાન, ભેજનાદિકવડે તેમની ચેય સેવા ભક્તિ કરવા લાગ્યો. ત્યાં રહીને સુવર્ણ બાહએ પિતાની અત્યંત પુણ્યસંપત્તિથી બંને શ્રેણીમાં રહેનારા સર્વ વિદ્યાધરેનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું, અને વિદ્યાધરની ઘણી કન્યાઓને પરણ્યા. વિદ્યાધરેએ સર્વ વિદ્યાધરેના ઐશ્વર્ય ઉપર તેમને અભિષેક કર્યો પછી પદ્મા વિગેરે પિતાની પરણેલી સર્વ ખેચરીઓને સાથે લઈ સુવર્ણબાહ પરિવાર સહિત પોતાના નગરમાં ગયા. સુવર્ણબાહુ રાજાને પૃથ્વી પર રાજ્ય કરતાં અનુક્રમે ચૌદ રત્ન પ્રાપ્ત થયાં. દેવતાઓએ પણ સેવેલા સુવર્ણબાહુ ચક્રવત એ ચક્રરત્નના માર્ગને અનુસરીને ષખંડ પૃથ્વીમંડળને લીલામાત્રમાં સાધી લીધું. પછી સૂર્યની જેમ પોતાના તેજથી સર્વના તેજને ઝાંખા કરતા સુવર્ણબાહુ ચક્રવર્તી વિચિત્ર ક્રીડાથી કીડા કરતા આનંદમાં રહેવા લાગ્યા. - એક વખતે ચક્રવતી મહેલ ઉપર બેઠા હતા, તેવામાં આકાશમાંથી દેવતાના વૃંદને ઉતરતું અને નીચે જતું જોયું. તે જોઈને તેને વિસ્મય થયે. તે વખતે જ તેના સાંભળવામાં આવ્યું કે જગન્નાથ તીર્થકર સમવસર્યા છે. તે સાંભળતાં જ શ્રદ્ધાબદ્ધ મનવાળા ચક્રવતી

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472