________________
૧૬૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૩૧, ૩૨ ભાવાર્થઅમનોજ્ઞસંપ્રયોગ તઢિપ્રયોગ નિમિત્તક આર્તધ્યાન:
સંસારી જીવોને બાહ્ય પદાર્થો સાથે સંગનો પરિણામ વિદ્યમાન છે, તેથી અમનોજ્ઞ વિષયના સંગને કારણે આર્ત બને છે અર્થાતુ પીડિત બને છે અને તેના વિયોગના ઉપાયોનું સ્મરણ કરે છે, તે વખતે તે ઉપાયોના સ્મરણકાળમાં વર્તતો જીવનો વ્યાકુળ ભાવ તે આર્તધ્યાન છે એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે.
અહીં વિયોગની વિચારણા એમ ન કહેતાં સ્મૃતિનો સમન્વાહાર એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે જેમ પૂર્વમાં જોયેલી વસ્તુનું સ્મરણ થાય છે તેમ પોતાને વિપરીત વિષયના સંયોગને કારણે જે વિહ્વળતા થયેલી તે વિહ્વળતાને વશ પોતાને જે કાર્યકારણભાવનો બોધ છે તેનું સ્મરણ કરવા જીવ પ્રયત્ન કરે છે અર્થાત્ આ અમનોજ્ઞ પદાર્થના વિયોગનો ઉપાય શું છે? એમ વિચારે છે ત્યારે પૂર્વના અનુભવનુસાર ઉપાયોનું સ્મરણ કરવા માટેનો યત્ન પ્રવર્તે છે, તે આર્તધ્યાનરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે વિપરીત વિષયના સંયોગમાં જે પ્રતિકૂળ વેદન છે તેને આર્તધ્યાન ન કહેતાં તેના વિયોગ વિષયક વિચારણાને આર્તધ્યાન કેમ કહેલ છે ? તેનું તાત્પર્ય આ પ્રમાણે છે –
કેટલાક જીવોને અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થાય છે તેના દ્વારા તેઓને સમભાવના કંડકોની વૃદ્ધિ થાય છે, તેથી તેઓને અમનોજ્ઞ વિષયોના સંપર્કથી ધર્મધ્યાનની જ પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક જીવોને અમનોજ્ઞ વિષયોના સંપર્કકાળમાં સમભાવમાં વર્તતો અને સમભાવને અનુકૂળ ઉચિત અનુષ્ઠાનમાં કરાતો યત્ન અલના પામે છે તેઓ પણ તે અમનોજ્ઞ વિષયોના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરીને તેના પ્રત્યે ઉપેક્ષા ધારણ કરે છે ત્યારે તેઓનો સમભાવનો યત્ન બાધિત થતો અટકે છે, તેથી તેઓને પણ તે અમનોજ્ઞ વિષયો આર્તધ્યાનનું કારણ બનતા નથી. વળી કેટલાક મહાત્માઓને અમનોજ્ઞ વિષયોના સંપર્કથી ચિત્ત ધર્મધ્યાનમાં પ્રવર્તતું અલના પામે છે અને તેના નિવારણ વગર ધર્મધ્યાનમાં કે ધર્મધ્યાનને અનુકૂળ અનુષ્ઠાનમાં દઢ ઉદ્યમ થઈ શકતો નથી. તેથી ધર્મધ્યાનની વૃદ્ધિના ઉપાયરૂપે તે અમનોજ્ઞ પદાર્થને દૂર કરવાની વિચારણા કરે છે, તેના વિયોગની વિચારણા નથી; પરંતુ ધર્મધ્યાનના ઉપાયની વિચારણારૂપ છે, તેથી ધર્મધ્યાનનું અંગ છે.
જેઓને અમનોજ્ઞ વિષયોના સંયોગમાં તે અમનોજ્ઞ પદાર્થ પ્રત્યે દ્વેષ થાય છે અને તે દ્વેષથી ઉસ્થિત થયેલા તેના વિયોગ વિષયક વિચારો આવે છે તે સર્વ આર્તધ્યાનરૂપ છે. ક્વચિત્ તે એકાગ્રતાના પરિણામરૂપ ન હોય તો હેતુથી આર્તધ્યાનરૂપ છે. આથી જ એકેન્દ્રિય આદિ જીવોને પણ અમનોજ્ઞ પદાર્થના સંયોગમાં હેતુથી આર્તધ્યાન વર્તે છે. છેલ્લા બે સંઘયણવાળા જીવોને પણ ધ્યાન નથી એમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કહેલ એ વચન અનુસાર છેલ્લા બે સંઘયણવાળા જીવોને પણ હેતુથી જ આર્તધ્યાન હોય છે. II૯/૩૧૧ ભાષ્ય :किञ्चान्यत् -