________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ અધ્યાય-૧૦ | સૂત્ર-૭
ભાષ્યાર્થ :
જે પ્રમાણે કુલાલના ચક્રમાં=કુંભારના ચક્રમાં, પૂર્વના પ્રયોગથી કર્મચક્રભ્રમણ, થાય છે, પછી ઉત્તરમાં દંડ વગર પણ=ચક્રના ભ્રમણને અનુકૂળ વ્યાપાર વગર પણ, ચક્રભ્રમણની ક્રિયા થાય છે. અથવા બાણની પણછમાં તીરને ખેંચવાથી ઉત્તરમાં તીરના ગમનની ક્રિયા થાય છે. તે પ્રમાણે = અહીં=કર્મક્ષયમાં સિદ્ધિગતિ મનાઈ છે અર્થાત્ પૂર્વપ્રયોગથી=દરેક ભવોમાં આયુષ્ય ક્ષય થવાથી દેહથી મુક્ત થયેલો જીવ જેમ ઉત્તરના ભવને અનુકૂળ ગતિપરિણામવાળો થાય છે. તેમ સર્વ કર્મથી મુક્ત જીવ ઊર્ધ્વમાં મોક્ષરૂપ પાંચમી ગતિને અનુકૂળ ગમન પરિણામવાળો થાય છે. અથવા ઉપાધ્યાય યશોવિજયજીના ટબાનુસાર પૂર્વ પ્રયોગનો આ પ્રમાણે અર્થ છે. કેવળજ્ઞાનપ્રાપ્તિ પૂર્વે સતત અનેક સૂત્રોમાં સિદ્ધિગતિ જવાનો અભિલાષ કરે છે. આથી જ તમૃત્યુણં સૂત્રમાં સિવ મયલ ઠાણું સંપત્તાણં બોલાય છે. ત્યારે તે સ્થાનને પ્રાપ્ત થયેલા ભગવાનને નમસ્કાર કરીને તે સ્થાનની પ્રાપ્તિનો અભિલાષ કરે છે. તે રીતે અન્ય અન્ય સૂત્રોમાં પણ તેવો અભિલાષ કરાય છે તે અભિલાષરૂપ પૂર્વ પ્રયોગના કારણે સિદ્ધના જીવો કર્મથી મુક્ત થયા પછી ઊર્ધ્વ ગમન કરે છે. ।।૧૦।।
ભાષ્યઃ
मृल्लेपसङ्गनिर्मोक्षाद् यथा दृष्टाऽप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धिगतिः स्मृता ।।११।।
૨૦૧
ભાષ્યાર્થ :
જે પ્રમાણે માટીના લેપવાળું તુંબડું તળાવમાં તળિયે ડૂબેલું હોય છે, અને લેપ દૂર થવાથી તુંબડું તળાવમાં પાણીની સપાટી ઉપર તરે છે, તેમ કર્મનો સંગ દૂર થવાથી સિદ્ધના જીવોની ગતિ કહેવાઈ 8. 119911
ભાષ્ય -
एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद् यथा गतिः ।
कर्मबन्धनविच्छेदात्, सिद्धस्यापि तथेष्यते । । १२ । ।
ભાષ્યાર્થ :
એરંડ, યંત્ર અને પેડામાં બંધના છેદથી જેમ ગતિ થાય છે, તેમ કર્મબંધનના વિચ્છેદથી સિદ્ધના જીવોની પણ ગતિ ઇચ્છાય છે અર્થાત્ જેમ કોઈ યંત્ર ગતિવાળું હોય અને તેની ગતિના અવરોધ અર્થે કોઈ બંધન કરવામાં આવેલ હોય, અને બંધનનો છેદ થાય તો યંત્રની ગતિ થાય છે. વળી, જેમ કોષમાં રહેલું એરંડાનું બીજ કોષનું બંધન તૂટતાં જ ઊડીને ઊંચે ઊછળે છે તેમ કર્મનું બંધન ખસવાથી જીવની ઊર્ધ્વગતિ થાય છે. ।।૧૨।।