________________
તત્ત્વાર્થાપિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સુત્ર-૭
૨૭૫
ભાષ્યાર્થ :
મુક્ત આત્માઓને અવ્યય, અવ્યાબાધ, સંસારના વિષયોથી અતીત, પ્રકૃષ્ટ સુખ છે, એ પ્રમાણે પરમઋષિઓ વડે કહેવાયું છે. ll૨મા ભાષ્ય :
स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाष्टकर्मणः ।
कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु ।।२४।। ભાષ્યાર્થ
અહીં શંકા થાય કે નાશ થયેલા આઠ કર્મોવાળા અશરીરી એવા મુક્ત જીવોને સુખ કેવી રીતે થઈ શકે ? એ પ્રકારની શંકામાં ભાષ્યકાર કહે છે, મને સાંભળો ! રજા ભાષ્ય :
लोके चतुर्खिहार्थेषु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च ।।२५।। ભાષ્યાર્થ:
આ લોકમાં ચાર અર્થમાં ‘સુખ શબ્દ વપરાય છે. (૧) વિષયમાં, (૨) વેદનાના અભાવમાં, (૩) વિપાકમાં=પુણ્યકર્મના વિપાકમાં, અને (૪) મોક્ષમાં. રપા ભાષ્ય :
सुखो वह्निः सुखो वायुर्विषयेष्विह कथ्यते । સુમારે ૨ પુરુષ:, સુહતોડીતિ ચિતે રદ્દા ભાષ્યાર્થ
ચાર અર્થમાં વપરાતા સુખને જ સ્પષ્ટ કરે છે - (૧) અગ્નિ સુખ છે, વાયુ સુખ છે, એ પ્રમાણે વિષયોમાં અહીં=સંસારમાં, સુખ કહેવાય છે. આશય એ છે કે અતિ ઠંડી પડતી હોય ત્યારે વહ્નિનું તાપણું સુખ પેદા કરે છે, અને અતિ ગરમી થતી હોય ત્યારે વાયુ સુખ પેદા કરે છે. તેથી વહ્નિ અને વાયુરૂપ વિષયમાં “સુખ' શબ્દનો પ્રયોગ થાય છે. (૨) વળી, દુઃખના અભાવમાં પુરુષ હું સુખી છું.” એમ માને છે. અશાતાના ઉદયથી કોઈક શારીરિક દુઃખ પેદા થયું હોય, અને તે દુઃખનો જ્યારે અભાવ થાય છે ત્યારે હું સુખી છું, એમ જીવ માને છે. એથી વેદતાના અભાવમાં ‘સુખ' શબ્દ વપરાય છે. ll૨૬ ભાષ્ય :
पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् । कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ।।२७।।