________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
‘ઘટ' શબ્દથી ઘટનો બોધ થાય છે,
‘દ્રવ્ય’ શબ્દથી દ્રવ્યનો બોધ થાય છે.
૪૨૧
દા. ત. જેમ ‘પટ' શબ્દ તેનો ધ્વનિ જુદો છે અને ‘કુટ’ આદિ શબ્દો તેનો ધ્વનિ પણ જુદો છે. તેવી રીતે ‘મૃદ્' આદિ શબ્દોનો બોધ જુદો જુદો થાય છે માટે પણ તેઓનું સમાનાધિકરણ નથી.
આ રીતે પરસ્પર વિરુદ્ધ હોવાથી સ્ત્રીલિંગ, પુલિંગ, અને નપુંસકલિંગ ત્રણે જુદાં જ છે. તેથી લિંગાદિથી જે ભિન્ન છે તે એક વસ્તુને કહે છે આવું ઋજુસૂત્રને માન્ય જે કથન છે તે અસમ્યગ્ છે.
‘મૃદ્' સ્ત્રીલિંગી છે અને ‘ઘટ’ પુલિંગી છે, માટે ઘટને માટી શબ્દથી કહેવો તે બરાબર નથી. તેવી જ રીતે ‘દ્રવ્ય’ નપુંસકલિંગી છે અને ‘ઘટ’ પુલિંગી છે માટે દ્રવ્ય શબ્દથી પણ ઘટને કહેવો તે અયોગ્ય છે.
આમ તે અર્થ તે રૂપે નહીં હોવાથી ભિન્ન લિંગવાળાનું એક અધિકરણ કહેવું અયુક્ત છે. અર્થાત્ જે સ્ત્રીલિંગી, પુંલિંગી કે નપુંસકલિંગી છે તે અર્થ તેનાથી વિરુદ્ધ લિંગાદિરૂપે નથી તેથી તેની સાથે એક અધિકરણ કહેવું તે યોગ્ય નથી. દા. ત. કાયરમાં શૂર શબ્દનો પ્રયોગ.
કાયર છે તેને શૂરવીર કહીએ તો તે પ્રયોગ યથાર્થ નથી. તેવી રીતે જે અર્થ પુંલિંગી છે તેને સ્ત્રીલિંગમાં કે નપુંસકલિંગમાં કહેવો, અથવા સ્ત્રીલિંગી છે તેને પુંલિંગ કે નપુંસકલિંગમાં કહેવો, અથવા જે નપુંસકલિંગી છે તેને પુંલિંગ કે સ્ત્રીલિંગમાં કહેવો તે પ્રયોગ યથાર્થ નથી.
માટે ઋજુસૂત્ર નય ઘટમાં ‘મૃદ્ઘટ’ કે ‘દ્રવ્યઘટ’નો પ્રયોગ કરે છે તે અયથાર્થ છે.
આ રીતે સાંપ્રત શબ્દનયે ઋજુસૂત્રનું ખંડન કર્યું અને હવે પોતાનું નિરૂપણ કરે છે.
ઋજુસૂત્ર વર્તમાન ક્ષણમાં રહેલી વસ્તુને જ સ્વીકારે છે તેવી રીતે આ શબ્દ (સાંપ્રત) નય પણ વર્તમાન ક્ષણમાં રહેલી વસ્તુને જ સ્વીકારે છે. આ બાબતમાં બંનેનું ઐક્ય છે છતાં તેમાં પણ આ સાંપ્રત નય કંઈક વધુ સૂક્ષ્મ વિચારણા કરે છે.
વર્તમાન ક્ષણમાં રહેલી વસ્તુ પણ ત્યારે જ વસ્તુરૂપ બને કે તે વસ્તુ અભિન્ન લિંગ, સંખ્યાદિથી કહેવાતી હોય. કેમ કે તે રૂપે તે વસ્તુ વર્તમાન છે.
દા. ત. જેમ શૂરમાં શૂર શબ્દનો પ્રયોગ. શૂર છે તેને શૂર કહીએ તો તે પ્રયોગ યથાર્થ છે. તેવી રીતે પુંલિંગી, સ્ત્રીલિંગી કે નપુંસકલિંગી જે અર્થ છે તેને તે રૂપે જ એટલે કે તેનાથી અભિન્ન લિંગ અને સંખ્યાદિથી કહીએ તો તે પ્રયોગ યથાર્થ છે.
આ રીતે આપણે ઉપર યુક્તિથી સિદ્ધ કર્યું કે જુદા જુદા લિંગવાળા ‘મૃ' શબ્દ ‘ઘટ’ શબ્દ અને ‘દ્રવ્ય’ શબ્દનું સાંપ્રત-શબ્દ નયથી સમાનાધિકરણ બની શકે નહીં. તેથી અર્થથી જ પ્રાપ્ત થઈ જાય છે કે ‘સમાનલિંગવાળા શબ્દોનું સમાનાધિકરણ બની શકે છે'. છતાં પણ શું ઘટ, પટ, મઠ આ બધા પુંલિંગમાં છે તે બધાનું સમાનાધિકરણ બને ? ના. જેનાં પ્રવૃત્તિનિમિત્ત જુદાં છે તેવા શબ્દોનો તેવા શબ્દો સાથે સમાનાધિકરણનો પ્રસંગ ન આવે કિંતુ સમાન