________________
અધ્યાય-૫: સૂત્ર-૩૫
૫૪૧ વિચાર કરીએ છીએ. પરિણાધિયોતુ....એકાદિગુણ અધિક સદિશનો બંધ થતો નથી. દ્વિગુણઆદિ અધિકનો બંધ થાય છે. આનાથી અર્થપત્તિથી એ ફલ પ્રાપ્ત થાય છે કેએકાદિગુણ અધિક સદશનો બંધ થતો નથી.
પ્રશ્ન :- શા માટે એકાદિગુણથી અધિક સદશીનો બંધ થતો નથી ?
ઉત્તર :- પ્રતિવિશિષ્ટ પરિણતિ શક્તિનો અભાવ છે માટે એકાદિગુણથી અધિક સદશોનો બંધ થતો નથી. એકાદિગુણથી અધિક પરમાણુઓમાં બંધને યોગ્ય પરિણામ થતો નથી. એટલે પ્રતિવિશિષ્ટ પરિણતિ શક્તિનો અભાવ હોવાથી એકાદિગુણ અધિક સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓનો બંધ થતો નથી.
એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ પરમાણુ એ એકગુણ અધિક કહેવાય. દ્વિગુણ સ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ પરમાણુ એ એકગુણ અધિક કહેવાય. ત્રિગુણ સ્નિગ્ધનો ચતુર્ગુણસ્નિગ્ધ પરમાણુ એ એક ગુણ અધિક કહેવાય. આમ અનંતગુણ સ્નિગ્ધનો એકાધિક અનંતગુણ પરમાણુ એ એકગુણ અધિક કહેવાય. તે જ પ્રમાણે રૂક્ષનું પણ સમજી લેવું.
હવે આ ભાષ્યની પંક્તિ “વિશુધિયો'માં “દ્ધિ પદ ગ્રહણ કરવામાં આવ્યું છે અને અંતે “દ્વિવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે બંનેનું પ્રયોજન ક્રમશઃ વિચારીએ છીએ. “વિધિયો માં “આદિ' પદનું પ્રયોજન..
‘અદ્ધિ પદના ગ્રહણથી દ્વિગુણનો ત્રિગુણની સાથે બંધ થતો નથી. એવી રીતે ત્રિગુણનો ચતુર્ગુણ સાથે, ચતુર્ગુણનો પંચગુણ સાથે યાવત્ અનંતગુણનો એકાધિક અનંતગુણ સાથે બંધ થતો નથી. આવી રીતે સઘળા વિકલ્પ આવી શકે માટે “દ્ધિ પદનું ગ્રહણ છે. કારણ કે દ્વિગુણનો ત્રિગુણ એ એકાધિકગુણ છે, ત્રિગુણનો ચતુર્ગુણ એ એકાધિકગુણ છે. આ રીતે અનંતગુણ સુધી સમજી લેવું.
વિશુધિયો'માં દ્વિવચનનું પ્રયોજન...
પહેલા વિચારી ગયા કે એકગુણનો દ્વિગુણઆદિ અધિકની સાથે બંધ થાય છે અને દ્વિગુણાદિઅધિકનો એકગુણ સાથે બંધ થાય છે તેવી રીતે અહીં પણ “દ્વિગુણનો ત્રિગુણ સાથે બંધ થતો નથી તેમ એકગુણાધિકત્રિગુણનો દ્વિગુણ સાથે બંધ થતો નથી. આવો અર્થ પ્રાપ્ત થાય માટે દ્વિવચનનો પ્રયોગ છે.
પહેલા અર્થને સ્પષ્ટ કરવા પૂ. ભાષ્યકાર મ. “સ્નિગ્ધનો દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધ સાથે અને દ્વિગુણાદિ અધિક સ્નિગ્ધનો એકગુણનિષ્પ સાથે એવી રીતે રૂક્ષમાં પણ બબ્બે પંક્તિઓ મૂકી છે જ્યારે અહીં આવો જ અર્થ પ્રાપ્ત કરવાનો છે છતાં એક પંક્તિ મૂકી છે. આથી દ્વિવચન દ્વારા આ અર્થ પ્રાપ્ત થાય છે.
હવે સૂત્રમાં શું શબ્દ શા માટે છે ? આ શંકાના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ.