Book Title: Tattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Author(s): Vikramsuri, Naypadmashreeji
Publisher: Shrutnidhi

View full book text
Previous | Next

Page 578
________________ અધ્યાય-૫ : સૂત્ર-૩૯ ૫૬૯ - કરીએ ત્યારે અનવયવ છે. કેમ કે ઉત્પત્તિ પછી વિનાશી છે. એક સમયના કાળકૃત વિભાગો છે જ નહીં. એટલે કાળથી અર્પિત કરીએ ત્યારે અનવયવ છે. જેમ કાળકૃત દેશથી અનવયવ છે એ પ્રમાણે દ્રવ્યકૃત દેશોથી પણ અનવયવ છે. ક્ષેત્રથી અને ભાવથી સાવયવ જ છે. એટલે વર્તમાન સમય એકાંતે અનવયવ નથી. ઉત્પદ્યમાન (વર્તમાન) સમય એ પરિણામી કારણ છે અને અતીત સમય એ કાર્ય છે. આ વર્તમાન અવસ્થાનો અનુભવ કરીને વૃત્ત (અતીત) પર્યાયનો અનુભવ કરશે ... અને વર્તમાનપણાને પામેલો છે આથી વર્તશે પણ..... આ પ્રમાણે એક એક સમયની દ્રવ્યતા છે. અર્થાત્ એક એક સમયે વર્તમાનાદિ પર્યાયવાળો છે. અને વર્તમાન સમય પર્યાયવાળો હોવાથી “પર્યાયવદ્ દ્રવ્ય ...' આ લક્ષણ ઘટે છે. આથી પ્રદેશરૂપ અવયવનું બહુપણું છે. કાળના પ્રદેશરૂપ અવયવો ઘણા છે. તેથી કાય” શબ્દથી વ્યપદેશ્ય પણ બની શકે પણ કાળદ્રવ્યના પ્રદેશરૂપ અવયવોથી કાયતા નથી. કેમ કે રૂઢિથી પાંચ અસ્તિકાયોથી જ પ્રવચનમાં વ્યવહાર છે. આગમનો વ્યવહાર છે એમ કહીને કાળની અસ્તિકાયનાનો અપદ્વવ કરી શકતા નથી. કેમ કે આગમમાં તો કોઈ સ્થળે નિત્યતાનો વ્યવહાર છે ને કોઈ ઠેકાણે અનિત્યતાનો વ્યવહાર છે. એકાંતથી નિત્ય અને એકાંતથી અનિત્ય માનવું એ યુક્ત નથી. મતલબ આગમને લઈને એકાંતથી કાળમાં અસ્તિકાયતા નથી. અથવા અસ્તિકાયતા છે જ આવું એકાંત નિરૂપણ કરી શકાય નહિ. હવે આ પ્રસંગથી સરો. હવે આપણે ચાલુ વિષયને અનુસરીએ છીએ. ભાષ્યની બીજી પંક્તિની વિચારણા શરૂ કરી હતી કે વર્તમાન એક સમય છે.' આ પ્રમાણે નિરૂપણ કરીને હવે એ જ પ્રમાણે અતીત અને અનાગત કાળની સમયરાશિની કેટલી સંખ્યા છે તેના નિરૂપણ માટે આગળનું ભાષ્ય રચ્યું છે તે આ પ્રમાણે – “અતીત અને અનાગત કાળની સમયરાશિમયો અનંતા છે’.. વર્તમાનની અવધિવાળા અતીત સમયો સાંત છે અને સંતતિથી અનાદિ છે માટે અનંતા છે. તે પ્રમાણે વર્તમાનની અવધિવાળા અનાગત સમયો સાદિ છે અને સંતતિથી જ અંતથી રહિત છે માટે અનંતા છે. ભાષ્યમાં રહેલ “આનન્ય' શબ્દ અનંત શબ્દને ભાવમાં ય પ્રત્યય લાગવાથી બન્યો છે. આનન્ય' એ સંખ્યાવાચી ગુણ છે. આ “આનન્ય' એ સંખ્યય સંખ્યા કે અસંખ્યય સંખ્યાનું નામ નથી કિંતુ અનંત સંખ્યાનું

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606